SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ -~ - ** * ** જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ લાભ વધારે કહ્યું છે. શાસ્ત્રોમાં ઉત્તમ મુનિરાજને પણ, અવસ્થા વિશેષ પામેલાને, દાન આપ્યાને ઘણો લાભ છે. કહ્યું છે કે : पहसंत-गिलाणेसु, आगमगाहीसु तहय कयलोए। उ-तरपारणगम्मिय दिन्नं सुबहुफलंहोइ ॥१॥ અર્થ : વિહાર કરીને થાકીને આવેલા હોય, માંદા હોય, દિનરાત જેનાગોના અભ્યાસી હોય, વાચન લેતા હોય, આપતા હોય, સમજવા માટે પ્રશ્ન પૂછતા હોય, તથા ભણેલું વારંવાર સંભાળી જતા હોય, ખૂબ-મનન-ચિંતન-નિદિધ્યાસન કરતા હોય, ધર્મકથા કરતા હોય, મસ્તક દાઢી મુછને લેચ કીધો હોય, અને મેટી છઠ-અડ્ડમાદિ તપશ્વયા. કરવાના હોય. અર્થાત તપશ્ચર્યાનું ઉત્તરપારણું (આગલો દિવસ હોય) ચકારથી–તપસ્યાનું પારણું હોય, તેવા આત્માઓને વહરાવ્યાને, ઘણે લાભ જાણે. પ્રશ્ન : ભણેલા ન હોય, ભણવાના ખપીપણ ન હોય. પરંતુ તપસ્વી હોય તો દાન દેનારને લાભ થાય કે થાય જ નહીં ? ઉત્તર : ગુરૂઓની નિશ્રામાં રહેતા હોય, યાદ ન રહે તે પણ ભણવાને ઉદ્યમ ચાલુ રાખતા હોય પણ, જ્ઞાન ન ચડતું હોય તેવા, અ૫ ભણેલા કે માસતુષ પેઠે અભણ હોય તો પણ, સુપાત્ર જ ગણાય છે. પરંતુ જ્ઞાન ભણવાને ઉદ્યમ જ ન હોય, તેવાઓને સુપાત્ર કહેવા કે અપાત્ર કહેવા, તે જ્ઞાનિ પુરુષ ગમ્ય જાણવું. અહીં એક ઉપદેશ માળાની ગાથાને અનુવાદ લખાય છે. “ગીતાર્થ વિણ જે ઉગ્રવિહારી, તપિયા પણ મુનિ બહુલ સંસારી, અલ્પાગમ તપ કલેશ તે જાણો, ધર્મદાસ ગણી વચન પ્રમાણો.” આજ પ્રમાણે વિ-લક્ષ્મીસૂરિમઅલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમ વંતજી ! ઉપદેશમાલામાં કિરિયા તેહની, કાયકિયેશ તલ તજી.” પ્રશ્ન : તપસ્યા કરતા ન હોય, પણ જ્ઞાની હોય, વ્યાખ્યાની હોય, તેવા તે શુભ પાત્ર ગણાયને ? ઉત્તર ઃ ભગવાન શ્રી વીતરાગને ધર્મ સમ્બન-શાન-વારિત્રાણ નોક્ષમr : સમ્યકત્વ-જ્ઞાન અને ચારિત્ર ત્રણે ભેગાં હોય. તો જ વીતરાગના મહામુનિરાજ કહેવાય છે. શ્રદ્ધા, સમજણ અને આચરણને પામેલા મહામુનિરાજે એક દિવસ તે નહીં પરંતુ ક્ષણ પણ તપસ્યા વિના કેમ રહી શકે ? પ્રશ્ન : ચોથા આરામાં વાઋષભ-નારા સંઘયણું હતું, ત્યારે તપ કરી શકતા હતા. આ કાળમાં છેવટ્ઠા સંઘયણવાળા આપણાં જ તપ શી રીતે કરી શકે ?
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy