________________
૫૩૧
કર્મના ઉદયેથી મહાપુરુષોમાં પણ કેવા દુખે પામ્યા છે.
ઈન્દ્રો ભેટી પ્રેમથી, બેસારે નિજ પાશ તે શ્રેણિક પાપોદયે, સહે પુત્રને ત્રાસ. ૭ હેય હજાર કે લાખની, કોડ મનુષ્યની સહાય પુણ્ય સહાય ખૂટી જતાં, ચોકસ દુખી થાય. ૮ દુખ કેઈએ દીધું નથી, સુખ આપે નહીં કયા અવળા-સવળા ભાગ્યનાં, દુખ-સુખ કારજ દેય. ”? ૯ આપત્તિ-ભય-રોગ ને, વિયેગ ને અંતરાય બધા પ્રકારે દુખના, પાપોદયથી થાય.” ૧૦ પાપોદય દુખ થાય છે, પાપ ક્ષયે દુખ નાશ હિંસાદિ મહાપાપથી, સદાય દુખને વાસ. ૧૧ “ ધર્મ ગમે નહીં કેઈને, પાપ વિશે સે પ્યાર | પાપ તણા મિત્રો ઘણા, ચાર ગતિ સંસાર, ” ૧૨ અધિકાર પાપે ભર્યા, બુદ્ધિ પાપને કાજ
લક્ષ્મી પાપ વધારવા, પાપ પોષવા રાજ.” ૧૩ વાચક ભાઈઓ વિચાર કરી લે. હંમેશ હજાર કમાઈ શકે તે બુદ્ધિશાળી, મિત્રાનંદ, પિતાના મિત્ર અમરદત્તને મરતો બચાવનાર મિત્રાનંદ, અનેક કષ્ટો ભોગવી, હોશિયારી ચલાવી, મહાસતી રાજકુમારીને લાવી, મિત્રને પરણાવનાર; મેટા રાજ્યનું મહામાત્યપણું પામેલ મિત્રાનંદ, આજે કર્મોદયથી, ઢેરના મૂલ્ય વેચાય છે. કેઈને ફકે રાખવા જેવું છે જ નહીં. આપણે આજે આવા સુખી છીયે. કાલે કેવા હોઈશું તે નકી નથી.
દધિવાહનની દીકરી, મહાશ્રમણી પણ થાય વચમાં પાપોદય થકી, ઢેર મૂલ્ય વેચાય.” ૧ “ રાજાની પુત્રી અને ચરમ શરીરી જીવ
પણ અશુભદય ચંદના, પામી દુઃખ અતીવ.” ૨ “ છત્રીસ સહસ શ્રમણી તણી, ગુરણી ચંદનબાલ |
વેચાણી ચોટા વિશે, જુઓ કર્મની ચાલ.” ૩ “ હરિશ્ચંદ્ર મહારાજવી, તારા દેવી નાર | આવા મોટા માનવી, પામ્યા દુ:ખ અપાર. * ૪