SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મલ્લિનાથ સ્વામીએ દીક્ષા લીધી તે જ દિવસે, તપ નહીં, ઉપસર્ગ પરિષહ પણ નહીં તેપણ કેવલજ્ઞાન થયું છે. જ્યારે ઋષભદેવસ્વામીએ, દીક્ષા લઈ ચારસે ઉપવાસ કર્યા. એકહજાર વર્ષ ઘેર તપ કર્યો પછી કેવલજ્ઞાન થયું છે. આ બધામાં ભવસ્થિતિની આગેવાની જાણવી. કોઈ આત્માઓમાં ક્રિયાઓ અને તપશ્ચર્યાનું ઘણું બળ હોવા છતાં. ભવસ્થિતિને પરિપાક ન થયો હોય તે. અધ્યવસાયો પણ તેવા આવતા નથી. માટે જ ધના શાલિભદ્ર વિગેરે મહાપુરૂષની નિત્રથી નિરતિચાર હોવા છતાં, કેવલજ્ઞાન અને મોક્ષ પામ્યા નહી. અને શાળમહાશાળા વિગેરે મહાપુરૂષને ભવસ્થિતિ પરિપાક થયે હેવાથી, ક્ષપકશ્રેણિના અધ્યવસાયે વડે કેવલજ્ઞાન પામ્યા અને મેક્ષગામી થયા. આ સ્થાને ભિક્ષા આજીવિકા સમાન હોવા છતાં, એકને કેવલજ્ઞાન અને ટેક્ષ મળે છે. બીજાને ભિક્ષા આજીવિકા વડે જ સાતમી નરકમાં જવું પડે છે. આ બે વ્યક્તિનું ઉદાહરણ વાંચે. રાજગૃહનગરમાં, જંબુસ્વામી વહેરવા પધાર્યા છે. ગોચરી માટે નગરીમાં ફરે છે આપનારની નિંદા, સ્તુતિ, કર્યા વિના, રેષ-તેષ લાવ્યા વિના મળ્યું તે ઠંડુ લખું નિરસ વહારીને, પોતાના ગુરુ ભગવાન સુધર્માસ્વામી પાસે પહોંચી ગયા. આવી રીતે ભિક્ષાભજી અનુક્રમે, કર્મ ખપાવી કેવલ જ્ઞાન પામી, મોક્ષ પધાર્યા. પિતે તર્યા હજારો નહીં પણ લાખેને તાર્યા. દાન દેનારાઓનાં પણ કલ્યાણ થઈ ગયાં. એક બીજે ક્ષામકુક્ષિ બિચારો ભિખારી નગરમાં નિત્ય ભિક્ષા માટે જાય છે. પરંતુ પેટપૂર્ણ ભિક્ષા મળતી જ નથી. તેથી નહીં આપનાર ઉપર હમેશાં રેષ કરે છે. વખતે એકલો એકલો ગાળો પણ ભાંડે છે. તેણે એકવાર નગરમાં, એવી જાહેરાત સાંભળી કે આવતી કાલે ઉદ્યાનિકા (ઉજાણી) નીકળવાની છે. અને લોકો સ્વાદિષ્ટ ભજન બનાવીને જમવાના છે. નગરના બધા પુરુષ, સ્ત્રીઓ, બાળક, નેકરે, કે મજુરએ નગર બહાર જમવું. વધે તે નગરમાં પાછું લાવવું નહીં. સારાં સારાં પકવાને લેઈ, લેકે નગર બહાર જશે. આખો દિવસ રમી જમી કીડાઓ કરી, સાંજે ઘેર આવશે. આ વાત ભિખારીને પણ જાણવા મળી, ખૂબ રાજી થયે. અને આખી રાત વિચાર કર્યા કે, આવતી કાલે પેટ ભરીને, સારું ખાવાનું મળશે આવા વિચારના આનંદમાં રાત્રિ પસાર થઈ ગઈ. સવારમાં નગર બહારના બગીચાઓમાં, નાગરિકોનાં ટોળે ટોળાં આવવા લાગ્યાં. ભિખારી પણ, માણસેના સમુદાયમાં, આજીજી કરતે, કગરવગર કરેત, પિતાનું પેટ દેખાડતો, બધા લેકે પાસે યાચના કરતો, લોકોના તિરસ્કાર સાંભળતો. પાછો હટતે. દીનતા બતાવત, વિસા લીધા સિવાય, આખો દિવસ ફરતો જ રહ્યો.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy