SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યાનુબંધી અને પાપાનુબંધીની ચઉભંગી ૫૧૫ પ્રશ્નઃ પહેલો પ્રકાર બરાબર સમજાવો. ઉત્તર : જેમ કોઈ માણસ ધનવાન કુળમાં જન્મ્યા હોય, તેને લોકે ગર્ભશ્રીમંત કહે છે. તેને ભેગવિલાસ ખૂબ હેય. વેપાર પણ આવકવાળો જ હોય, ખર્ચ કરતાં અનેકગુણી આવક હોવાથી, તેવાઓની, બાલકવિય-યુવાની અને વૃદ્ધાવસ્થા બધી વયે નિર્ભય સુખવાળી ગણાય છે. જેમ ધન્ના શેઠ, શાલિભદ્ર શેઠ, શ્રીપાલ મહારાજા, અભયકુમાર, શંખરાજ, કલાવતી, વસ્તુપાળ, તેજપાળ. આવા બધા મહાનુભાવો ગયા જન્મમાં અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, નિર્મળ શીલવત, નિરાશસ તપસ્યા, મહાગુણી પુરુષેની વેયાવચ્ચ, નિરતિચાર ચારિત્ર કે શ્રાવકવ્રત પાળીને, જમેલા હોય છે. તેથી રૂ૫ લાવણ્યયુક્ત નીરોગ શરીર, અઢળક લક્ષ્મી, રૂપવતી, શીલવતી, વિનયવતી, ગુણવતી પત્ની, વિનયાદિ ગુણવાળા પુત્ર, મિત્ર, સેવક પ્રાપ્ત થાય છે. બધા વ્યવહારમાં, પ્રાણીમાત્રની દયાને પ્રાધાન્ય અપાય છે. ગયા જન્મમાં કરેલાં પુણ્ય એવાં જોરદાર હોય છે કે, રાજ્ય હોવા છતાં, યુદ્ધ કર્યા વગર શત્રુઓ વશ થઈ જાય છે. જગતની ઉપર વગર પ્રયાસે પ્રતાપને પ્રભાવ પડી જાય છે. કુટુંબ અને પરિવાર પણ, વિનયવાળે હોવાથી પાપને સ્થાન મળતું જ નથી. વગર માગ્યું અથવા વગર પ્રયાસે આવી જતું હોવાથી, પાપોને આવવું પડતું જ નથી, પાપ કરવાની વિચારણા થતી નથી. પ્રાયઃ બધાં આચરણે પાપ વગરનાં હોય છે. પ્રશ્ન : જ્યાં રાજ્ય હોય, કે જ્યાં લક્ષ્મી હોય, ત્યાં આરંભે અને યુધ્ધ હોય. એટલે પાપ થાય, અને લક્ષ્મી અને રાજ્ય ભેગવી જીવ નરકાદિમાં જાય. આવું જે શાસ્ત્રોમાં કે ઈતિહાસમાં કે નીતિકારેએ કહ્યું છે તે શું સાચું નહીં? ઉત્તર : આપણી વાત પુણ્યાનુબંધિ પુણ્યવાળા જેની ચાલે છે. સંસારને પ્રવાહ તમે કહો છો તેવો જ છે. મેટા ભાગના મનુષ્યો, રાજ્ય અને લક્ષ્મીને પામીને, નરકાદિ કુગતિઓમાં જનારા હોય છે. આ વાત અમે બીજા ભંગમાં, બતાવવાના છીએ. અહીં તે પુણ્ય લઈને આવેલા, અને પુણ્ય બાંધીને જ મરનારા, મહાપુરુષોની જ વાત છે. જુઓ અને વાંચે – “ભરતને પાટે ભૂપતિ રે સિદ્ધિ વર્યા એણે ડાય સલુણા | અસંખ્યાત તિહાં લગેરે, અજિતજિનેશ્વરરાય સલુણા.” પલા ઈતિ મહાકવિ વીરવિજયજી મહારાજ, શા પણ ફરમાવે છે કે – भरतादनुसन्ताने सर्वेपि भरतवंशजाः। अजितस्वामिनं याव-दनुत्तरशिवालयाः ॥ १ ॥ सर्वेषि संघपतयः, सर्वेऽहत् चैत्यकारकाः । तीर्थोद्धारकराःसर्वे, सर्वेऽखंडप्रतापिनः ।।
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy