________________
૫૧૩
પુણ્ય પાપને સમજવાની સામગ્રીને સાક્ષાત્કાર
“વિનયધરા બહુ દીકરા, અને સુતા નહી એક દાન-શીલતા હોય તે, જાણે પુણ્ય વિવેક” | ૬ | “આપે દાન શુભ પાત્રમાં, અભયદાન બહુ થાય અનુકંપા ભૂલે નહીં, પુણ્યદય કહેવાય છે ૭ |
માત – પિતાદિવડીલના, વિવેક સર્વ સચવાય ઘર આવ્યો આશા કરી, કદી ને ખાલી જાય.” છે ૮ “ઉચિત-કીર્તિદાનથી, જૈનધર્મ વખણાયા શક્તિને નવગેપ, પુણ્યદય કહેવાય” ૯ છે “પરનર પરનારીતણો, ત્રિકરણ ત્યાગ સદાયા શ્રાવકવ્રત સેવે બધાં, પુણ્યદય કહેવાય છે ૧૦ |
આવા આવા સાધનો, પુણ્ય-પાપના ઉદયને સમજવા, આપણે સામે હજારે દેખાય છે. અહીં આપણી કથાના નાયક અમરદત્ત, રાજાધિરાજના ઘેર જમ્યા હતા. માત-પિતા, તાપસ થવાથી, અને માતા અકાળે રેગથી મરણ પામતાં, ઉજજયિની નગરીના, દેવધર સાર્થવાહના ઘરે વણિકપુત્ર તરીકે ઉછરવા છતાં, વગર પ્રયાસે, પાટલીપુત્રનું રાજ્ય પામ્યા. અને સતી, સુલક્ષણી, રૂપવતી, પતિભક્તા, રાજકુમારી પત્ની પણ મળી. અહીં પણ ગયા જન્મના પુણ્યની જ સહાય સમજવી.
કૃતજ્ઞશિરોમણિ અમરદત્ત રાજાએ, પિતાના મિત્ર-મિત્રાનંદને, મહામાત્યની પદવી આપી. અને રત્નસાર શેઠને, નગરશેઠની પદવી આપી. આખી જિંદગી પિતાના સ્થાને સાચવ્યા.
વ્યાજથકી બમણા બને, વાવે શતગુણ થાય, | પણુ વાવે શુભ પાત્રમાં, અસંખ્ય ગુણ થઈ જાય.” ૧
અમરદત્ત અને મિત્રાનંદની સેવા કરવાથી, શેઠ મોટા ભાગ્યશાળી થયા.
આ બધુ અનુકૂળ થવા છતાં, મિત્રાનંદને મે મડદાને પ્રસંગ ભુલાતું નથી. એક દિવસ મિત્રાનંદે, પિતાના ચિત્તનું દુઃખ રાજાને પણ કહી સંભળાવ્યું. અમરદત્ત રાજવીએઅનેક દલાસા આપ્યા. પરંતુ મિત્રાનંદને શાન્તિ વળી નહીં.
મિત્રાનંદને વડના મડદાને ભય ભૂલવા માટે, રાજા અમરદત્ત, રાજ્યનાં બધાં કાર્યો મિત્રાનંદ ઉપર નાંખ્યાં. પરંતુ મિત્રાનંદને મરણની વાતે ચિત્ત ત્યાંને ત્યાં રાખ્યું.
૬૫