________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રથ-પાલખીમાં ફરનારા છે. મારા દુઃખ માટે તારા મુખને, તું શા માટે ત્યાગ કરે છે? કારણકે તું ઘરમાંથી નીકળીને સાધના વિના દુઃખ ભાગવીશ.
૪૯૮
તારા માતાપિતા, મિત્રા અને સગાંઓ તારા વિયેાગથી ઘણા દુ:ખી થશે. માટે ખૂબ વિચારો કરીને, નગરની બહાર પગલું ભરજે. પાછળ પસ્તાવું પડે નહીં તે ડહાપણનુ લક્ષણ છે. ડહાપણથી ભરેલી, અને સ્વાર્થને ગૌણ બનાવનારી, મિત્રાનંદની વાત સાંભળીને, અમરદત્ત કહે છે : મિત્ર ! મિત્રના દુઃખના નાશ માટે દુઃખ ભગવવું પડે તેા પણ, વાસ્તવિક તે દુઃખ મનાયું નથી. પંડિત પુરુષો ફરમાવે છે કે ઃ
जानीयात् प्रेषणे भृत्यान्, बान्धवान् व्यसनागमे । मित्रमपत्तिकालेच, भार्यां च विभयक्षये ॥
અર્થ : માત્ર બતાવેલું કાર્ય યથાર્થ, તત્કાલ કરવાથી નાકરની કસેાટી થાય છે. કોઈ પણ મોટું દુખ આવી પડે ત્યારે, સગા ભાઈએ કે નજીકના કુટુંબીજનાની કસેટી થાય છે. અને રાજ્યત્યાગ-ઘરત્યાગ કે લક્ષ્મી અથવા આખરૂ જવાના પ્રસંગે, મિત્રની સમજણ પડે છે. અહીં કોઈ મિત્રાએ પ્રાણ આપવા સુધી પણ, ઉદારતા બતાવી છે. અને ધનનો ક્ષય થાય ત્યારે, પત્નીની સતી તરીકેની કસેાટી થાય છે. અહીં સીતા-દ્રૌપદ્રી–સુભદ્રા (શાલિભદ્ર ભગિની—ધનાજીની પત્ની)નાં ઉદાહરણ મેાજૂદ છે.
પરસ્પરની મિત્રતાની સંપૂર્ણ ખાતરી થવાથી, મિત્રાનંદ અને અમરદત્ત ઘણા આનંદ પામ્યા હતા. પાટલીપુત્રના પરિસરમાં અતિરમ્ય બગીચા હતા. સેંકડા જાતિના ફળદ્રુપ વૃક્ષો હતાં, અને તે પોતાતાની ઋતુમાં ફળ સમુદાયથી, મુસાફરોને સ્વાદિષ્ટ ફળ આપીને એક ભાજન શાળા કરતાં પણ વધારે અતિથિ સત્કાર કરતાં હતાં. જ્ઞાનીઓ કહે છે કે—
नैव नद्यः पिबन्त्यिम्भः वृक्षा : खादन्तिनो फलं । मेघाः शस्थंच नास्नन्ति, कल्मोभीषां परार्थकृत् ॥ અર્થ : નદીએ બિચારી હજારો માઇલ સુધી પાણી ઉપાડી લાવી, બીજાઓને (ક્ષેત્રાને ) આપીદે છે. પરંતુ પોતે પીતી નથી. વૃક્ષો બિચારા ટાઢ, તાપ, પવનના દુઃખ ભાગવીને પણુ, ફળ અને છાયા એ વસ્તુ મુસાફરને આપે છે. પાતે પેાતાના ફળના કે છાયાના સ્વાદ લેતા નથી. તેમાં વળી કેટલાક અધમ મુસાફરો ઘણા ધેાકા પણ મારે છે. તેને પણ વૃક્ષેા ઉદાર બની ફળ આપે છે. અને વાદળાં પણ હજારો ટન પાણી ઉપાડી લાવે છે. તપી ગયેલી જમીનને ઠારે છે. અનેક જાતિનાં ધાન્યા ફળેા ઔષધીન ઉગાડે છે. છતાં પોતે ચાખતા પણ નથી. જડ વસ્તુઓના પણ આવા ઉપકારો સાક્ષાત્ જણાય છે.
અમરદત્ત અને મિત્રાનંદ અને મિત્રાએ, વૃક્ષ નીચે ક્ષણવાર વિશ્રાન્તિ લીધી. અને મિત્રાનંદે લાવેલાં સુમધુર ફળા વડે, ક્ષુધા મીટાવીને, અને મિત્રા નજીકની વાવડીમાં પાણી પીવા ગયા. વળી પરિશ્રમ ઉતારવા સ્નાન પણ કરીને, બહાર નીકળી સ્વસ્થ થયા.