________________
પ્રભુપ્રતિમાને સમજવાની દલિલા અને કથા
પ્રશ્ન : પ્રભુપ્રતિમાને દેખવાથી લાભ થવાની દલીલેા ખતાવી શકશે ?
૪૯૩
ઉત્તર : પ્રતિમા અને ચિત્રા બધા આકૃતિના પર્યાયા છે. જેમ પાષાણની પ્રતિમાજી અને છે, તેમ ધાતુની, કાષ્ટની, ચિત્રની, હીરાની, રત્નની, માણેકની, સુવર્ણની, સ્ફટિકની, હાથીદાંતની, ચંદનકાષ્ટની આવી અનેક પ્રકારની પ્રાતમા—મૂર્તિ-બિંખ અને છે.
આ બધા આકારો છે. જેમ કાઈ પાતાના માતા-પિતાના ફોટા જોઈ, ભક્તિ અનુભવે છે. મિત્રને ફોટા જોઈ, સ્નેહ અનુભવે છે. પુત્રાના, ખાળકાના ફોટા જોઈ, વાત્સલ્ય અનુભવે છે. અને પત્નીના ફોટા જોઈ, કામવિકાર અનુભવે છે. શત્રુના ફાટે જોઈ, વૈરવૃત્તિ પ્રગટે છે, આ વર્ણન પ્રત્યેક મનુષ્યને, અનુભવ સિદ્ધ છે. અરે ભાઈ ! હાથીને પકડવા–ફસાવવા માટે વનમાં બનાવટી હાથિણી બનાવવામાં આવે છે. તેને જોઈ જોઈ, હાથી દોડતા આવી, તેને ભેગવવા જતાં ફસાઈ જાય છે.
અહીં એક પદ્મિનીના શબને દેખી ચાર વ્યકિતને જુદા જુદા ભાવે થયાની કથા વાંચવા યોગ્ય છે.
એકવાર એક નદીના પ્રવાહમાં, અતિરૂપવતી નારીનું, તદ્દન તાજી, બગડ્યા, કરમાયા, છેદાયા વગરનું, મડદું તણાતું આવતું જોઈને, એક મહાયાગીને, અનિત્ય ભાવના પ્રગટ થઈ હતી. તથા એક કામી પુરુષને, ભાગવવાની :ભાવના પ્રગટ થઈ હતી. એક માણસે શબને–મુડદાને પણ આલિંગનાદિ કર્યાનાં વર્ણન છે. સનત્કુમાર ચક્રીના આગલા પાંચમા ભવના પણ આ વેાજ ખનાવ છે તથા આમડદું એક છોકરીની માતાનુ હાવાથી તેને માતા મરણને શાક-મૂર્છા રૂદન-વિલાપ થયા છે. વળી એક શ્વાનને આ મડદું ભક્ષણ કરવાની ઇચ્છા થઈ છે. આ પણ જડ વસ્તુએ, જુદા જુદા વિચારા કરાવ્યા છે. તથા સંસારના બધા પદાર્થો જડ છે જેને દેખવાથી રાગદ્વેષ થાય છે.
અહીં એક સ્ત્રીની પ્રતિમા જોઈ, એક રાજકુમારની પરવશ દેશાનુ વર્ણન બતાવાય છે. અમરદત્ત અને મિત્રાણુ દની કથા—
આ ભરતક્ષેત્રમાં, અમરતિલક નગરમાં, મકરધ્વજ નામના રાજા હતા, તેને મદનસેના નામની પટ્ટરાણી હતી. એક વાર નિમિત્તો મળવાથી, રાજાને સંસાર પ્રત્યે અભાવ થવાથી, રાણી મદનસેના સાથે તાપસી દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી રાણીને ગના ચિહ્નો જણાવાથી, પેાતાના સ્વામી તપસ્વીને જણાવ્યું. મકરધ્વજ તપસ્વીએ કુલપતિને કહ્યું.
પૂર્ણ માસે મદનસેનાએ, સર્વાંગસુંદર અને દેવકુમાર જેવા બાળકને જન્મ આપ્યો. આંહી કુલપતિની આજ્ઞાથી, વૃદ્ધતાપસીએએ, રાણીની પ્રસૂતિની સારસંભાળ રાખી, કુમાર શરીર ધારિણી રાણીને, પ્રસૂતિસમયને અનુકૂળ સાધના નહિ મળવાથી, અને ઔષધેાપચાર પણ યથાયાગ્ય નહીં મળવાથી, રાણી અલ્પ સમયમાં જ સમાધિપૂર્વક મરણ પામી, બાળક નિરાધાર થયા.