SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનિઓની આજ્ઞાના અનાદરથી પુણ્ય ખવાઈ જાય છે. અને જીવનું પતન થાય છે. ૧૭ * www ". ઋષભને વંશ 2ષભદેવ સ્વામીના વંશજોની, જગતમાં જેડી બનવી, કે મળવી અશક્ય છે. તે બધાંનું ખરું કારણ આજ્ઞા, અને તેના પ્રતાપે, ટકી રહેલા. સં૫, પ્રેમ, વાત્સલ્ય, સદાચાર આદિ સદ્દગુણો કારણ બન્યા છે. પ્રશ્ન : છેલ્લા બે હજાર વર્ષના ઈતિહાસમાં પણ. સમગ્ર ભારત વર્ષમાં હજારો રાજ્ય બદલાઈ ગયાં. દાખલા તરીકે પ્રસેનજીત રાજાના–શ્રેણિક, કણક અને ઉદાયી ત્રણ પેઢી સુધી જ રાજાઓ થયા. શ્રેણુકના મરણ પછી, રાજગૃહી ભાંગ્યું. અને ચંપાનું રાજ્ય થયું. કેણિકના મરણ પછી ચંપા પણ ભાંગ્યું અને પાટલીપુત્ર થયું. ઉદાયી પછી નવનંદો થયા. અને નંદવંશ પણ સમાપ્ત થયે. પછી ચંદ્રગુપ્ત મૌર્ય થશે. તેના વંશમાં પણ સંપ્રતિ સુધી તે જ દેખાયું. પછી પડતી થઈ અને મૌર્યવંશ પણ અદશ્ય થયું. બીજા પણ ચાવડા, સેલંકી, ચૌહાણ, પઢીયાર, રાઠોડ જેવા સેંકડે વંશે પ્રકટ થયા અને ધરતીના પેટાળમાં ખવાઈ ગયા. ત્યારે ઋષભદેવસ્વામીને સૂર્યવંશ. અશંખ્યાતો કાળ ટકી રહ્યો તેનું શું કારણ? ઉત્તર : મોટા ભાગે જગતને પાપ ગમે છે. અકામનિર્જરાથી, જીવ. પ્રાયઃ પશુગતિમાંથી મનુષ્ય થાય છે, અને રાજ્ય કે લક્ષ્મી, પામીને માંસાહાર, મદિરાપાન, શિકાર, વેશ્યા-પરસ્ત્રીગમન અને યુદ્ધો વગેરે આચરીને, પિતાના પુણ્યને દુરૂપયેગ કરીને, પુણ્યરૂપ ઉત્તમ સામગ્રીને બેઈ નાખીને, સ્થાનભ્રષ્ટ થાય છે. પુણ્ય ખવાઈ જવાથી આવાં રાજ્યનાં પતન શીધ્ર થયાં હોય છે, એ બનવા યંગ્ય છે. પ્રશ્ન : અજિતનાથસ્વામી સુધીના ભરત મહારાજાના વંશ જ રાજાઓએ, માંસ, મદિરા, શિકાર, વેશ્યાઓ નહીં ભેગવ્યાં હોય? દિગ્વિજયે કરવા માટે પણ શું યુદ્ધો નહીં થયાં હોય ? ઉત્તર : અજિતનાથસ્વામી સુધીના સૂર્યવંશી રાજાઓ. જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચેરી અને પરસ્ત્રી આ સાત વ્યસનો પિતે ન સેવ્યાં હોય, પરંતુ તેમના રાજ્યમાં સાડીપચીશ દેશમાં, પણ ન સેવાયાં હોય તે, જૈનધર્મરાજાઓ માટે અતિશય ઉક્તિવાળું નથી. પ્રશ્નઃ રાજ્ય-રમાને ભોગવટે જ અનાચારોને આમંત્રણરૂપ ગણાય છે, તે શું ખોટી વાત છે? ઉત્તર : ચુસ્ત જેને માટે રાજ્ય-રમાની પ્રાપ્તિ, જગતને ધમી બનાવવા માટે છે. તેના ઉદાહરણ તરીકે મહાપદ્મચક્રવત ચેડામહારાજા, સંપ્રતિરાજા, કુમારપાળ, મહારાજા મહામાત્ય વસ્તુપાળ તેજપાળ બાંધવબેલડીના ઈતિહાસ મેજૂદ છે. તે મહાશયોની પુણ્યશક્તિની પ્રભાવના પ્રાણિમાત્રના રક્ષણ સુધી પહોંચી હતી. પ્રશ્ન : કુમારપાળ-વસ્તુપાળ કે પૂર્વના જેનરાજાએ એ. યુદ્ધો કર્યાના બને તે શાસ્ત્રો અને ઇતિહાસમાં, ઘણું જોવાય છે. તે પછી જૈનરાજાઓ તદન પાપમુક્ત હોય છે તે કેમ કહેવાય? ઉત્તર : સામાન્ય ઘર ચલાવવામાં પણ માણસને, પિતાના રક્ષણ માટે બચાવ પૂરતાં પણ સાધને વસાવવાં પડે છે. અને રાજ્યરક્ષણ તે મોટી જોખમદારીથી ભરપૂર
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy