SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મની સમજણ અપાય તે નિંદા કહેવાય નહીં. ( ૪૭૭ અર્થ : બીજે માણસ ગુસ્સે થાય કે હર્ષ પામે, અથવા તેને વિષ જેવું લાગે, અગર અમૃત જેવું લાગે, પરંતુ આપણે સ્વપરનું એકાન્ત કલ્યાણ થાય તેવી ભાષા બોલવી. છેવટે આપણને શાસન- દ્રોહ ન થાય, તેવી ભાષા બોલવી. ટુંકાણમાં સમજવાનું એજ કે, કુદેવ-કુગુરુ-કુધર્મનું સમર્થન થતું હોય, હિંસાદિ પાપનું પોષણ થતું હોય, જૈનધર્મ છેટે છે, ન નીકળે છે, આવું બોલનાર કે લખનારને જવાબ ન અપાય તે, તે અજ્ઞાની, ડરપોક અથવા શ્રદ્ધા વગરને ગણાઈ જાય. આવી વાતોને સાચા સ્વરૂપમાં લખવી, કે બેલવી, તે નિંદા નથી. પરંતુ યથાર્થવાદનું પ્રતિક છે એમ જાણવું. પ્રશ્નઃ સ્વપક્ષમાં કેઈના અવર્ણવાદ બોલવાથી કર્મ બંધાય છે, આ વાત તો સાચીને? ઉત્તર : અવગુણોથી સંસાર ભરેલો છે. આ પાંચમે આરે છે. ચોથા આરાના મહામુનિરાજે જેવું આ કાળમાં ચારિત્ર, અશક્ય છે. તે પણ આ કાળમાં એવા એવા મહાપુરુષે થયા છે કે, જેમના ચારિત્ર્ય ચોથા આરાના મુનિરાજે જેવાં હતાં. આજે પણ કઈ કઈ ખૂબ આત્માથી જીવો, ઘણું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળતા દેખાય છે. આ કાળમાં અમે પાળીએ છીએ તે જ બરાબર છે. આવું બોલનારા વીતરાગના માર્ગને સમજ્યા નથી. અથવા છુપાવનારા છે. આ કાળના મુનિપ્રવને આચરવા ગ્ય પણ ધ્યાનમાં રખાય નહીં. અને કેવળ મુનિ વેશને, આરાધના માની લેનારાઓની વાતોને, ખેટી કહેનારા નિંદક કહેવાય નહીં. બેદરકારીથી કે, ભૂલથી, માર્ગ ભૂલા પડેલાને, માર્ગ ભૂલા પડેલા કહેવાય તે નિંદા કેમ કહેવાય? વળી મહાપુરુષોનાં વાક્યો વાંચો: चेइअदव्वविणासे, इसिधाए पश्यणस्सउडाहे। संजइचउत्थभंगे, भूलग्गी बोहिलाभस्स ॥ १॥ અથ: આખા જગતના એકાન્ત ઉપકારી ગુરુપુરુષે ફરમાવે છેકે, ચૈત્યના દ્રવ્યને વિનાશ કરાવનાર હેય, ઋષિને ઘાત થતા હોય, અર્થાત્ જેન મુનિને ઘાત કરનાર, પ્રવચન-જૈનશાસનની નિંદા કે નિર્માલ્યતા કરનાર-કરાવનાર, અને સાધ્વીનું ચતુર્થવ્રત ભાંગનાર કે ભંગાવનારની બધિ, જૈનધર્મની પ્રાપ્તિ થઈ હોય તેમાં, અગ્નિ મુકાય છે. પ્રશ્ન: કેટલાક કહે છે કે, ચૈત્યદ્રવ્ય એટલે દેવદ્રવ્ય. એટલે શ્રીવીતરાગનું દ્રવ્ય. આ અર્થ થાય શું આ વાતમાં વદ ત્યાઘાત જેવું નથી લાગતું? વીતરાગ એટલે રાગદ્વેષ વગરના દે, વીતરાગ પિતે દ્રવ્યને અડે જ નહીં. ચક્રવર્તીની ઋદ્ધિ પણ છોડીને નીકળ્યા છે. તેઓ સર્વકાળ અકિંચન જ રહ્યા છે. અને હોય છે. એટલે વીતરાગના નામ ઉપર દ્રવ્યને વળગાડવું, તે વ્યાજબી નથી નિરંજન નિરાકારને દ્રવ્ય હોય જ શા માટે? ઉત્તર ઃ ભગવાન જિનેશ્વર દે વીતરાગ જ હોય છે. અને રહેવાના છે. દેવદ્રવ્યને અને જિનેશ્વર ભગવંતેને કશે સંબંધ નથી, પરંતુ, થોડો વહેવાર માર્ગ જાણનાર કે વિચારનારને આવી ભ્રમણ આવતી નથી. અને આવી હોય તે પણ નીકળી જાય છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy