________________
હિરવીરને પાછું મળેલુ મનુષ્યપણું
૪૯
આવા બધા વિચારો કરતાં, હિરવીર વાનરની આંખામાંથી, ચોધાર આંસુ ચાલવા લાગ્યાં, અને ખેલવામાં અશક્ત રિવીર વાનર, રાજાની પાસે જઈ ને પડી ગયો. વાનરને અભિપ્રાય રાજા સમજી શકયો નહીં, પરંતુ વાનરની આંખા અને મુખના દેખાવને જોઈ ને, રાજાને ઘણી દયા આવી. રાજાને વિચાર આવ્યો. વાનર પેાતાને મહાદુ:ખમાંથી છેાડાવવા મને પ્રાથના કરે છે. મારું શરણું ઇચ્છે છે. માટે મારે તેને છેડાવવા જોઈ એ. આ પ્રમાણે વિચાર કરીને, કેવળ યાબુદ્ધિથી, નરસુંદર રાજાએ, ઇચ્છિત ધન આપીને, કલાધરપાસેથી બધા વાનરોને છોડાવી પાતે લઈ લીધા.
મકર
નરસુન્દર રાજાએ પોતાના એક સારા નેકરને, કપનુ ટોળુ સાચવવા સાંપ્યું. અને વાનરાને, ખાન-પાન, સ્થાન માટે, વ્યવસ્થા ગોઠવી દીધી. ઘેાડા દ્વિવસેા પછી કાર્ય સંપૂર્ણ થવાથી, રાજા પેાતાના દેશમાં આવ્યા. હિરવીર વાનરને વારંવાર પાતાની પાસે એલાવે છે. ખવડાવે છે. નવડાવે છે. એકવાર રાજાએ હિરવીર વાનર માટે, વસ્ત્રા અને આભૂષણા કરાવ્યાં. તૈયાર થઈને આવ્યાં ત્યારે, ભૂતકાળના સ્નેહથી વાનરને સ્નાન કરાવ્યું. શરીરને સ્પર્શ કરતાં, ગળામાં (સુભગાએ પહેરાવેલું) નાખેલું લેાઢાનું કડુ રાજાને દેખાયું, અને કાઢી નાંખ્યું. તત્કાળ વાનર મટીને હિરવીર સાક્ષાત થયા. રાજા તથા સભાસદોના આશ્ચય ની સાથે, હ`ના સમુદ્ર ઉભરાયેા. લેાકેા હર્ષ ઘેલા થઈને નાચવા લાગ્યા.
નરસુન્દર રાજાએ, હરવીરને, વાનર થવાનું કારણ પૂછ્યું. અને રિવીરે પોતાને અને સુભગાને આખા પ્રસંગ કહી સંભળાવ્યેા. રાજાએ ફરીથી સંસાર શરૂ કરવા ઘણા આગ્રહ કર્યો. પરંતુ હરિવીરને અભ્યંતર વૈરાગ્ય પ્રગટયા હૈાવાથી, રાજાના વાત્સલ્યના સ્વીકાર કર્યાં નહીં.
46
‘નરભવ સુખનાં સાધના, લક્ષ્મી નારી દોય । પણ પત્ની પહેલી કહી, યદી સતી જે હાય.”
॥ ૧ ॥
66
“તે લક્ષ્મી બહુ મળવા છતાં, કુલટા નારી યાગ। માણસની જિંદગી, મહા દુખના સંયોગ.” ॥ ૨ ॥
પ્રશ્ન : સંસારમાં સુખનાં સાધના એ જ છે. વધારે નથી.
ઉત્તર : સંસારમાં સુખનાં હજારા સાધના હોય છે. પરંતુ આ બધાં સાધનામાં લક્ષ્મી અને પત્ની એની મુખ્યતા છે. લક્ષ્મી ન જ હાય તેા ખીજા સાધના મળે જ નહીં, આવે જ નહીં. અને લક્ષ્મી ખૂબ મળવા છતાં, પત્ની અનાચારિણી હાય, કજીઆળી હોય, વિનય વિવેક વગરની હાય, પતિ પ્રત્યે પ્રેમ, સ્નેહ, આદર, બહુમાન હાય જ નહીં. આવા માણસના સંસાર દુઃખમય જાણવા.
બુદ્ધિમાન, ધનવાન, પૈસાદાર, રાજસભામાં પૂજાય !
માન ગમાવી, મૂર્ખ નારીના, રોજ ટુકારા ખાય ।