________________
૪૬૭
કર્મની વિષમતાને વશ થયેલા જીવો, પોતાનું ભલું વિચારી શક્તા નથી
મઘવા ને ચક્રીથરો, પ્રતિવિષ્ણુ – હરિ – રામ. બહુ શક્તિધર હોય પણ, નારી પાસ ગુલામ.” છે ૩ જગના સર્વ પદાર, ઝીણવટથી સમજાય,
પણ નારીના ચિત્તને, પંડિત પાર ન પાય.’ | ૪ | મહાપુરુષે પણ ફરમાવે છે?
हयविहिणा संसारे, महिलारूवेण मंडिअं पास ।।
बज्झन्ति जाणमाणा; अयाणमाणावि बज्झन्ति ॥ १ ॥ અર્થ : ખરેખર દુષ્ટ એવા કર્મ પરિણામ રાજાએ, આ જગતના જીને, ફસાવવા માટે, સ્ત્રીઓને આકાર રૂપ એક–પાશે (જાળ) બનાવ્યો છે. જેમાં જાણકાર –ોંશિયાર પણ ફસાય છે. અને અજાણ – મૂર્ણા પણ ફસાયા છે.
પછી તે નદીના કિનારા ઉપર, વાનરોનાં ટોળાં, ફરતાં હતાં. હરિવીરવાનર પણ એક મોટા વાનરીઓના ટોળાને માલિક થયો. સુભગ ભુલાઈ ગઈ. અને પશુગતિને સંસાર શરૂ થયો.
વાચકે કર્મની ગતિ તે વિચારે. કર્મ આત્માને ક્યાં લઈ જાય છે? કમ જીવને કે બનાવે છે? ક્ષણવાર પહેલા મોટા રાજાધિરાજને સેનાધિપતિ, મોટે લડવૈયે, અનેકોને માનવંત, હજારોના પ્રણામે ઝીલનારે, લડાઈના મેદાનમાં પૃથ્વીને ધ્રુજાવનાર, હજારેને પાલણહાર, હરિ વીર. આજે વાનરના શરીરમાં વગડામાં, પશુ જીવન જીવે છે. રેતમાં આળોટે છે. લીમડા અને બાવળ જેવાં, વૃક્ષોના પાંદડાં ખાય છે. જીવને કર્મ નચાવે તેમ નાચે છે.
“કર્મરાયની આંખના, ઈશારા અનુસાર નાચ કરે જગ જીવડા, ભવમંડપ મઝાર.” ૧
કદી નિગોદ મોકલે, કદી નરક લઈ જાય છે દેવપશુને માનવી, કર્માધીન બંધાય.” ૨ “પૃથ્વી-જળ અગ્નિ વિશે, વાયુ-વણસઈમાંય કર્મરાય સૌ જીવને, અનંતવાર લઈ જાય.” ૩ “સાતે નરક જીવડો, ગયો અનંતીવાર, સમુદ્રજળબિન્દુ થકી, વેધાં દુખ અપાર ” ૪