SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ કામરાગમાં ફસાયેલા જીવોની દુર્દશાના સાક્ષાત્કાર-સુષમાની મુંઝવણ ૪૪૯ ચિલાતીપુત્ર : જવાબ નહીં આપે ? સુષમા તું ? ચાલીશ નહીં તે, આપણી બધી આશાએ ધૂળમાં રગદોળાઈ જશે. અત્યારે અહાદુર બનવાના અવસર આવી ગયા છે. રાવાથી હવે ચાલવાનું નથી. અત્યારે આપણા જે સમય જઈ રહ્યો છે, તે મરણ, જીવનની વચમાં તળાઈ રહ્યો છે. મારું આ બધું સાહસ તારા માટે છે. વળી ચિલાતિપુત્ર કહે છે, હું ધન ચેારવા આન્યા નથી. ધન તે મે' પહેલાંથી જ મારા સાથીદારે ને, બક્ષીસ આપી દીધુ છે, મારી માયામૂડી ફક્ત તુ જ છે. મેં તારા માટે જ મારા પ્રાણા જોખમમાં મૂકયા છે. ઘેાડું સાહસ કરીને દોડીશુ તે આ નજીક દેખાતી ઘાટી વનરાજમાં પહોંચી જઈશું. ઝાડાની ઝુડઘટામાં પેઠા પછી, આપણને દેવ કે વિદ્યાધર પણ દેખી શકે નહીં, તેા પછી માણસેાની શી તાકાત ? માટે થાડું બળ લાવીને જોસથી ઢાડવાની જરૂર છે. છે તે શકું ? સુષમા કહે છે, તમારી બધી વાત ખરાખર છે. હું પણ તમા કહે મધુ આગળ અને પાછળ જોઈ શકું છું. કટોકટી પણ સમજુ છુ, પણ શું કરી મારા સમગ્ર શરીરમાં થાક ભરાઈ ગયા છે, હાથ, પગ પણ થાકી ગયા છે, સૂજી ગયા છે. પગના તળિયામાંથી, લેાહી ચાલે છે, સેંકડો કાંટા લાગ્યા છે, કાંકરા ખૂંચી ગયા છે. એક ડગલું પણ ચાલવાની હવે મારા શરીરમાં-પગમાં શિકત નથી. આટલું ખેલતાં ખેલતાં, સુષમાનું હૈયું ભરાઈ ગયું. ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. સુષમા એક પદ્મિની માળા હતી. શ્રીમંતની સુંવાળી પુત્રી હતી. જિંદગીમાં પણ પેાતાની પાળ મહાર, ધર્મસ્થાનેાને છેડીને, જવાનું કે ચાલવાનું થયું નથી. માણસને વિકારેના આવેશે કેવા ભયંકર સ્થાનામાં ઘસડી જાય છે? સુષમાની આવી અકળામણુ તથા અશકત દશા અને તેજ કારણે નારીજાતિસુલભદીનતા પણુ ખૂબ જણાવા છતાં, પાષાણુ હૃદયને પણ યા આવે તેવા દેખાવ જેવા છતાં પણુ, મહાનિર્દય અને કામવિકારી, અધમઆત્મા ચિલાતીપુત્રને જરા પણ અસર થઈ નહીં. પ્રશ્ન : જગતના માણસે સ્રીપુરુષના મેળાપને, પ્રેમતરીકે એળખાવે છે, તે સાચુ છે ? ઉત્તર : રાગ નામનું દશમું પાપસ્થાનક છે. તેના જિનેશ્વરદેવેએ ભક્તિરાગ, દૃષ્ટિરાગ, સ્નેહરાગ, કામરાગ-આવા અનેક ભેદો ખતાવ્યા છે. માતાપિતા, વડીલવર્ગ, ઉપકારીવર્ગ પ્રત્યેના રાગ તે ભક્તિરાગ, દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ સમજ્યા સિવાય, ગતાનુ ૫૭
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy