SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ ઘરનેકરના અનાચાર કથા છઠી સુષમા અને ચિલાતીપુત્ર શૂન્ય સ્થાન દહીંને ઘડે, વળી ઢાંકણું ને,ય ત્યાં વસનારા કાગને, કહે બીક શી હેય?” ૩ “એકાંતવાસ ચક્ષુમિલન, વાત-હાસ્ય પણ થાય રાતદિવસ સહવાસ એ, નબળે માર્ગ ગણાય. ૪ રાજગૃહનગરમાં ધનાવહ નામને શ્રેષ્ઠી રહેતે હતો. તેને ઘેર એક ચિલાતી નામની, ઘરમાં કામકાજ કરનારી નોકરડી હતી. ધનાવહ શેઠને પાંચ પુત્રો હતા. તે બધા સારા અધ્યાપક પાસે અભ્યાસ કરીને, પિતાના વેપારમાં જોડાયા હતા. ચિલાતી દાસીને, તેણીના પતિથી, એક પુત્ર થએલે હતે. તે પિતાની માતા સાથે શેઠના ઘરમાં જ પડ્યો રહેતો હતો. અને શેઠના ઘેરજ રમતા જમતે હતે. દશબાર વર્ષને થયે. તથા ધનાવહ શેઠને પાંચ પુત્રો ઉપર, એક પુત્રી પણ હતી. તેણીનું રૂપલાવણ્ય-કાન્તિ ખૂબ જોઈ, માતાપિતાએ તે બાળાનું સુષમા એવું નામ પાડ્યું હતું. અત્યંત સુંદર શોભાને કષકારોએ સુષમા નામ આપ્યું છે. “સુષમા મારામા” સુષમાં નાનું બાળક હોવાથી, શેઠનું છેલ્લું સંતાન હોવાથી, એક ધનવાન પુરુષના ઘેર અવતાર થવાથી, અને રૂપ–લાવણ્યને ભંડાર હેવાથી, ઘરના પ્રત્યેક મનુષ્યો તેણીને, રમાડવા હુલાવવામાં પિતાને આનંદ માનતા હતા. દાસી ચિલાતી પણ સુષમાની, વધારે પડતી સારસંભાળ રાખતી હતી. અને પછી તો માતાનું સુષમાને સાચવવાનું કામકાજ પણ, ઘણીવાર તેણીને છોકરે જ સાચવતો હતો. અને લાંબા ગાળે ચિલાતી દાસીના છોકરાએ, રમત-ગમત વડે, સુષમાને વશ કરી લીધી હોવાથી, ઘરનાં બધાં પિતા-માતા–ભાઈઓ રમાડેબેલાવે તોપણ બાળા, ચિલાતી દાસીના છોકરા પાસે જ ચાલી જતી હતી. વર્ષ દિવસની, બે વર્ષની, ચાર પાંચ છ વર્ષની બાળાને, ચિલાતી પુત્રના સહવાસમાં રહેતાં, આનંદ વધતો ગયો. અને માતાપિતા અને કુટુંબે દુર્લક્ષ્ય સેવ્યું. પછી તે ચિલાતી દાસી પુત્રને, એમ લાગ્યું, આ છોકરીને હું અત્યારથી, એવી વશ બનાવી લઉં કે, હવે પછી એ મારા વિના રહી શકે જ નહીં. આવા વિચારોને અમલમાં મૂકવા માટે, બાળાના શરીર ઉપર હાથ ફેરવી પંપાળવાનું શરૂ કર્યું. ખુજલીના રેગીને ખણવું ગમે છે. તેમ બાળાને, દાસી પુત્રના હાથની પંપાળ પણ ખૂબ ગમવા લાગી. ગાય, ભેંસે, ઘેડા, વગેરેને પણ માલિકની પંપાળ ગમે છે. મારકણી ગાય પણ ગરીબ જેવી થઈ જાય છે. અહી ચિલાતી દાસીપુત્રને, પિતાના ભવિષ્યના વિચારોના દાવ, પિબાર પડતા
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy