SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મારે માટે ઉપેક્ષણીય જ હોવાં જોઈએ. વળી નાવલી પ્રત્યે આજ સુધી મારો પતિવ્રતા અને સતી તરીકેને વિશ્વાસ અને આગ્રહ હતો, અને તેથી તેના રૂપ અને (બનાવટી) વિનયીપણના કારણે, મારે રાગાનુબંધ પણ ખૂબ હતા. અને તેથી વખતે કઈવાર, આકર્ષણનું કારણ થાય તે પણ, આજના અનુભવથી “સંસાર ઇંદ્રજાળ જે છે,” આવાં જ્ઞાનીનાં વચનો તદ્દન સાચાં પુરવાર થયાં. રાજા પલંગ ઉપર આવીને સૂઈ ગયે. જાણે કશું બન્યું જ નથી, એવા દેખાવમાં પથારીમાં પડ્યો. થોડીક ક્ષણો પછી નયનાવલી પણ ચેરની ઢબે આવીને, શય્યાની એક બાજુ સુઈ ગઈ. તેણુને કલ્પના પણ નથી કે, રાજાએ આજ મારાં કાળાં કૃત્ય બરાબર જોઈ લીધાં છે. પરંતુ તેણીને નિદ્રા આવતી નથી. તેનું કારણ એ જ કે રાજા દીક્ષા લે અને ન લઉ તો લોકોમાં જરૂર નિંદા થાય, અને જો હું દીક્ષા ન લઉં તે, રાજાની ગેરહાજરી થવાથી, નિર્ભય વિલાસે ભેગવી શકવા, ભાગ્યશાળી થવાની, આવી રહેલી અપૂર્વ તક પણ નકામી બને. વળી કલાજથી પણ હું દીક્ષા કેમ લઈ શકું? કેમકે મારા ખાનગી મિત્રની મને રજા મળે જ શી રીતે? અને વગર રજા હું દીક્ષા લઉં તો, તે મને દીક્ષામાં રહેવા પણ કેમ આપે? મારે હવે શું કરવું? માત્ર એક દિવસ અને રાત્રિજ બાકી છે. આજે પુત્ર ગુણધરને રાજ્યાભિષેક થશે, અને આવતી કાલે દીક્ષા લેશે. તે દરમ્યાન આ આઠ પ્રહરના સુઅવસરમાં, રાજાને કેઈપણ ભેજના વડે, પરલોક પહોંચાડી દઉંતો, મારી બધી ચિંતાઓનું નિરાકરણ આવી જાય છે. આવા વિચારો સાથે શું કરવું? કેમ ગોઠવવું ? ઈત્યાદિ બધું જ મનની સાથે નકકી કરી લીધું. દિવસ ઉગ્યો. રાજા યશોધર પિતાના પુત્ર ગુણધરને, રાજ્યાસનારૂઢ કરવાની કારવાઈમાં ગોઠવાઈ ગયે. રાજ્યના નજીકના હિતચિંતકે, અધિકારીઓ, સામંતો, નગરવાસીઓની હાજરીમાં કુમારને, મોટા આડંબર અને હર્ષના નાદ સાથે ગાદીએ બેસાડ્યો. જમવાને સારૂ બધા સ્વજન-પરિજન વચ્ચે, રાજા મોટા સિંહાસન ઉપર બેઠે. અનેક જાતિનાં ભેજન પીરસાયાં. તેટલામાં રાણી નયનાવલીની વિશ્વાસવતી દાસી, રાજા માટે ફરસાણનું ભાણું લઈને આવી. આગળ પાછળનો વિચાર કર્યા વગર, રાજાએ નયનાવલીની, ઝેર ભેળવેલી ભજન સામગ્રી પણ લઈ લીધી. અને ખાવાની સાથે તાલપુટ ઝેર હોવાથી, શરીરમાં ફેલાઈ ગયું. તેથી રાજા યશધર, સિંહાસન ઉપરથી જમીન ઉપર પટકાઈ ગયે. પ્રધાને સમજી ગયા કે જરૂર કેઈ શત્રુ તરફથી દગો હોવો જોઈએ. એમ વિચારી ઝેરનાશક મણી મંગાવ્યો. મણી આવી પહોંચે તો જરૂર બચી જાય, અને નયનાવલીના બાર અવળા પડી જાય. આ વાત નયનાવલીના ખ્યાલ બહાર હતી નહીં. તેથી તેણીયે વિચાર કરી લીધું કે, મણિ આવ્યા પહેલાં મારે મારું કાર્ય બજાવી લેવું.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy