________________
૪૧૨
^^^^^^^^
^^
^^^^^
^^^
^^
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સિદ્ધાવ્યા. સિદ્ધરાજ પ્રતાપી રાજા થયો. આ બાજુ ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ થશે. તેને પુત્ર પ્રતાપશાળી ત્રિભુવનપાળ થયે. ત્રિભુવનપાળને રાણી કાશ્મીરાદેવીથી મહીપાળ, કીર્તિ પાળ અને કુમારપાળ-ત્રણ પુત્રો અને નામદેવી, તથા દેવલદેવી બે પુત્રીઓ હતી.
સિદ્ધરાજને ગયા જન્મનું વૈર હોવાથી, કુમારપાળ ઉપર ખૂબ ષ હતે. વળી પિતાને પુત્ર ન હોવાથી દૈવી વચને તથા જ્યોતિષીઓથી રાજ્ય કુમારપાળને મળવાનું જાણીને, સિદ્ધારાજે દગાથી પહેલું ત્રિભુવનપાળનું ખૂન કરાવ્યું. અને પાછળથી ખૂનને આપ મૂકી, કુમારપાળને પકડાવવા રંટ કાઢીને, ગામેગામ દેશદેશ પકડનાર રવાને કર્યા હતા.
- સિદ્ધરાજના ભયથી, કુમારપાળને, છવ્વીસ વર્ષ સુધી ચિંથરેહાલ ફરવું પડ્યું. પહેરવા વ નહીં, ખાવા અનાજ નહીં, પાઈપૈસે પાસે નહીં. સગું કેઈ નહીં, મિત્ર નહીં. સુવાબેસવા-રહેવાની સગવડ નહીં, કેઈને દિલાસે નહીં, ઊંચે આભ-નીચે–ધરતી મદદગાર હતાં.
કયારેક વગડામાં, કયારેક ધર્મશાળામાં, એકવ ર કાંટાના ગંજમાં, એકવાર ઈના નિભાડામાં, હંમેશાં સિદ્ધરાજના સૈનિકોના ઘેડાના ડાબલાના અવાજે સાંભળી સાંભળી, કાને કંટાળી ગયા હતા, હૈયું ધડકયા કરતું હતું. નિસંતે નિદ્રા લેવાતી નહીં. આવી દશામાં છવીસ વર્ષ રખડનાર કુમારપાળને જેનાર, કયારે પણ કલ્પના કરી શકે નહીં કે, આ મૂતિને ભવિષ્યમાં અઢાર દેશનું રાજ્ય મળશે.
“ભાવિ દેશ અઢાર, કુમાળપાળ ભૂપાળ ! સિદ્ધરાજના ભય થકી, ભટકો ર્ક્યુ કંગાલ.” ૧છે
સાત વ્યસનને રાજ્યથી, દેશવટો દેનારા ઘણા રાય-ધનવાનના, નમસ્કાર લેનાર.” પર છે “જિનબિંબ જિનમંદિર, ઠામ ઠામ કરનાર ! પહેલી વયમાં રાજવી, ભિક્ષુક જિમ ફરનાર.” | ૩ |
મરછીમાર શિકારને, હિંસાના કરનાર કુમારપાળના રાજ્યમાં ન કરે પાપ લગાર.” છે ૪
કર્મના ઢગ સમજાય તે, ડાહ્યા માણસને નવાઈ લાગે નહીં. કર્મની સત્તા પાસે કોઈની પણ સત્તા ચાલી નથી. કુમારપાળ ચોવીસ વર્ષ સુધી, એક સાધારણ સાત ગામના ઠાકરના પુત્ર પણે અધ યુવાની વિતાવી. અધવય ભિખારી દશામાં ગઈ પચાસમાં વર્ષે ગુજરાતના વિશાળ રાજ્યની ઠક્કરાઈ પ્રાપ્ત થઈ જૈન ધર્મમય પ્રથ્વી બનાવી. અઢાર દેશમાં–અમારીને ઢંઢેરે વગડાવ્યો. શત્રુઓ સાથે યુદ્ધો ખેલી, જિત મેળવી હતી.