SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ જિનેશ્વરદેવની આજ્ઞા અને સાચી માણસાઈ કાષ્ઠમુનિ ઉપર વજાએ આળ ચડાવ્યું, તેથી રાજાના સેવકે મુનિશ્રીને ચરબંધને બાંધીને, રાજસભામાં લાવ્યા હતા. આ વખતે ધાવમાતા રાજસભામાં હતાં. મુનિશ્રીને જોયા. ઓળખી લીધા. રાજાને પણ રળખાણ આપી. હે પુત્ર ! આ ચાર નથી. પરંતુ તારા પૂજ્ય પિતાશ્રી અને મારા પાલનહાર–શેઠ છે. રાજાએ માતાસહિત મુનિના પગમાં પડીને વંદન કર્યું. સાથે સાથે ફરિયાદ કરનાર વજા અને બટુકની પણ એળખ કરાવી. તેથી ધાવમાતાને ઉપકાર માન્ય ઉપકારિણી માતા ! આ વખતે જે તારી હાજરી ન હોત તો? વગર ગુનેગાર મહામુનિરાજને હું ઘાતક થઈ જાત અને અનાચારી યુગલને પક્ષપાત થઈ જાત. ધિક્કાર છે સંસારને ! આખું જગત પિતાના સ્વાર્થમાં જ ગરકાવ બનેલું છે. પત્ની પોતાના ભાગ સુખ માટે જ, પતિની સેવા કરે છે. અને તેજ ભોગસુખ બીજા પાસેથી મળે તે, પાપિણી તેજ પતિને, દુખ આપવા કે મારી નાખવા સુધી પણ પ્રેરાય છે. જે માતાપિતાએ જન્મ આપ્યો, ઉછેર્યા, પાલન-પોષણ કર્યું, વિષ્ટા, પિશાબ ઘેયા, વસ્ત્રો ધેયાં, નવડાવ્યા, ખવડાવ્યું, માથે ઉપાડી ફેરવ્યા, મોટા થયા પછી તે જ અધમ છોકરાઓ માતાપિતાનાં અપમાન કરે છે. બૈરીને પક્ષ કરે છે. પોતાના પુત્ર માટે મરી ફીટે છે. તેમ માબાપ માટે બેદરકારી સેવે છે. પોતાની પત્ની અને બાળકો માટે હજારના ખર્ચ કરે છે. માબાપને સારું ભોજન કરાવવું ભૂલી જાય છે. ત્યારે આહી રાજા પિતાની ઉપકારિણી ધાવમાતાનું અક૯પ્ય બહુ માન કરી કહે છે. હે ઉપકારિણી માતા ! જ્યારે ઉદર ધરનારી માતા, મારી નાખવા તૈયાર થઈ હતી, ત્યારે તમે મને જીવિતદાન આપ્યું છે, રાજ્ય અપાવ્યું છે, અને પિતામુનિની ભયંકર આશાતનાના પાપ વડે, નરકગતિમાં પડી જતા મને બચાવ્યા છે. હે માતા ! હવે કહે, હું શું કરું મને આજ્ઞા કરે તે કરવા હું તૈયાર છું ! ધાવમાતાના કહેવાથી, પતિ, પુત્રને દ્રોહ કરનારી વજાને, બટુકસહિત દેશનિકાલ કરાવી, મહામુનિરાજને પિતાના પિતા તરીકે લેકેને ઓળખાવ્યા, નિર્દોષ ઠરાવ્યા, અને વિનતિ કરાવી પિતામુનિને વિહાર કરતા થોભાવી, સ્થિરતા કરાવી, ઘણે વખત રાખ્યા. મુનિરાજ પણ લાભનું કારણ જાણું સ્થિરતા કરી. રાજા ધર્મ પામે, હજારે, લાખે, આત્માઓ સાચા માર્ગને સમજી આરાધક બન્યા. રાશિ ધર્મણિ ઘfમણા, જે વાર સમા રાગમનુવર્તનને, થા અગા તથા પ્રજ્ઞા છે
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy