SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સંપનું સાચું કારણ વડીલાની આજ્ઞા જ છે. આ સ્થાનમાં જેમ એકબીજાના સહયાગથી, એકબીજાની સહાય અને મેાટાઈ રહે છે. જેમ પુરુષા ધન કમાવવામાં આગળ પડતા ભાગ ભજવે છે. તેમ સ્ત્રીઓ પણ પુરુષા થકી વધારે કામ ખાવે છે; એ ભુલાવુ' ન જ જોઈ એ. પ્રશ્ન : સ્ત્રીઓને ફક્ત રસાઈ જ કરવાની ને, બીજું શું કામ કરવાનું ? ઉત્તર : કેવળ રસાઈ જ નહીં; પરંતુ કુટુંબની આમરુ પણ સ્ત્રીઓ જ વધારે છે. જેના ઘરમાં સ્રી હાશિયાર હાય, તેના ઘેર મહેમાન પરાણા સચવાય છે, અને નાતજાતમાં આખરુ વધે છે. શ્રી હેાશિયાર, ઉદાર અને વિવેકી હાય તા અતિથિઓને દાન અપાય છે. સાધુ-સાધ્વીઓમાં સુપાત્ર દાનના લાભ મળે છે. સુપાત્ર શ્રાવક-શ્રાવિકાઓ પણ તેના ઘેર ાષાય છે. હુશીયાર સ્ત્રી હાય તેા, ઘરની વસ્તુ ખગડે નહીં, ચારાય નહીં, અવિવેકથી વપરાય નહીં. કુમારપાળ મહારાજાના મહાઅમાત્ય ઉદાયન મંત્રી. એકવાર કર્ણાવતી નગરીમાં, (હાલનું અમદાવાદ ) તદ્દન ચિથરેહાલ આવ્યા હતા, અને જિનાલયમાં દન-ચૈત્યવંદન કરી ઉતારા મેળવવાની વિચારણા કરવાની હતી. ત્યાં એક લક્ષ્મીખાઈ નામની શ્રાવિકા બહેન, તેમને સહકુટુંબ પાતાના ઘેર લઈ ગયાં. ઉતારા આપ્યા, જમવાની પણ બધી જ કાયમી સગવડ આપી. રહેવા ઘર આપ્યું. ક્રમે તે જ ઉદ્દા મારવાડી મટીને, મહાઅમાત્ય ઉદાયન થયા. ઘરમાં શ્રી સુલક્ષણી હાય, તેનું ઘર દેવના જેવું શૈાલે છે. માળકોને ઉછેર, સંસ્કાર અને સુઘડતા લાવવામાં, ખાળકાની માતા, એક અધ્યાપના પાઠ ભજવે છે. હાશિયાર માતા, બાળકાના આરેાગ્ય માટે એક પ્રાથમિક વૈદ્યનુ સ્થાન શાભાવે છે, તથા હાશિયાર અને શીલવતી પતિવ્રતા એવી પત્ની પેાતાના બાળકને એવાં કેળવે છે કે તે બાળકે પ્રાય: વ્યસની કે અનાચારી થતા નથી. તથા ઉત્તમ પત્ની વેપાર, ધંધા, નાકરીના કાયથી કટાળેલા મગજવાળા પતિને ચંદનના ઘેાળ જેવી શીતળતા, અને દ્રાક્ષના રસ જેવી મધુરતા પીરસીને, ખૂબ આનંદ અને વિશ્રાન્તિ આપે છે. ભૂતકાળ એવા હતાકે, બે–ત્રણ, ચાર-પાંચ પેઢીને પરિવાર એક રસેાડે જમતા હતા. હમણાં પણ હજારે કયાંક એક એ ઘર સ'પીલાં પણ દેખાય છે. જગતમાં સંપની કિંમત ઘણી મોટી છે. જે કુટુંબમાં પૈસા અને સંપ એ હેાય તે પહેલા નખરના ભાગ્યશાળી ગણાય છે. પૈસા ન જ હેાય પણ એકદમ ઊચા સંપ હાય તાપણું, તે ભાગ્યશાળી જ છે. પ્રશ્ન : પૈસા પુષ્કળ હાય, સંપ જરા પણ હેાય નહીં, તેને કેવા કહેવે ? ઉત્તર : તેને નિર્ભાગ્ય કહેવામાં કશેા વાંધા નથી. કુસંપ હાય ત્યાં પ્રાયઃ લક્ષ્મી લાંબે વખત જતી નથી અને ટકતી નથી, અને સપ હાય ત્યાં લક્ષ્મી વહેલી આવી જાય છે. અને ઘણી પેઢીઓ સુધી ચાલે છે. ઇન્દ્રના લક્ષ્મીને પ્રશ્ન ઃ દેવી ? આપ કયાં વસે છે લક્ષ્મી ઉત્તર આપે છે. गुरवो यत्र पूज्यन्ते यत्र धान्यं सुसंस्कृतं । अदन्तकलहो यत्र तत्र शक्र ! वसाम्यहं ॥ १ ॥ અર્થ : લક્ષ્મી દેવી કહે છે, હે ઇન્દ્ર મહારાજ! જ્યાં ગુરુ પુરુષાનુ માનસન્માન સચવાય છે; ધર્મ ગુરુ, વિદ્યાગુરુ, માતા-પિતા વગેરે ગુરુપુરુષા, જ્યાં દેવાની ૨
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy