SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ જનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આજે પણ અનાય દેશોમાં પોતાની હકૂમતવાળા પ્રદેશોમાં વસતા આર્યાની પુત્રીઓને અને પત્નીઓને ઉપાડી જવાના, વટલાવી ધર્માન્તર કર્યાંના, હજારો બાળાઓને સાન્યાના, દાખલા બની ગયા છે. અને બની રહ્યા છે. માટે જેને પેાતાના ધમ વહાલે હાય, જેને પાતાનું શીલ વહાલું હાય, તેવી સમજણી બહેનોએ સ્વતંત્રતાના બહાના નીચે છુપાએલી સ્વચ્છંદતાને, મનથી, વચનથી અને શરીરથી તિલાંજલિજ આપવી જોઈએ. ૩૯૦ પ્રશ્ન : શાસ્ત્રામાં આવે છે કે મહાસતી પાંડવાની માતા કુંતીદેવીએ પણ મા-બાપની રજા વગર ખાનગીમાં પાંડુ રાજા સાથે લગ્ન કર્યાં હતાંને ? ઉત્તર : કુમારી કુંતીદેવી મહાસતી હતાં, પ્રાણાન્તે પણ બીજો પતિ કરવાનાં હતાં જ નહીં. પરંતુ તેમણે પહેલેથી પાંડુકુમારની કીતિ' સાંભળેલી, અને પોતે મનથી પાંડુકુમારને પરણવાના સંકલ્પ કરેલા, અને સહાસતીએ મનથી પ્રણ જો પતિના નિણ ય કરે તેા, પછી પ્રાણના ભાગે ખીજાને પરણે જ નહી. બીજી બાજુ કુંતીકુમારીના પિતા અંધક–વૃષ્ણિ રાજાએ, સભામાં કુન્તીને પાંડુ સાથે ન પરણાવવાની વાતા જાહેર કરેલી. તે વાતેા પાંડુકુમારને પણ પહોંચી ગઈ. તેથી વિદ્યાધરની આપેલી વીંટીની દૈવી શક્તિથી, આકાશ માર્ગે -કુંતી કન્યા સાથે પાંડુરાજાના ખાનગી મેળાપ થયા હતા. મહાસતી કું તીકુમારી પણ, પાંડુકુમાર સીવાય અન્યને નહી' પરણવાના આગ્રહે, મરવા તૈયાર થયેલી. પાંડુકુમારના એકાન્ત મિલનથી, ગાંધ લગ્ન કરીને પરણી હતી, અને ક્ષણવારના એકાંત વાસના પિરણામે, ગભ રહ્યો હતા. ધાવમાતાની કુનેહથી, અને મેટાં કુટુંબોની બેદરકારીથી, કુંતીને પ્રસવ થયા. ત્યાં સુધી, વાતની જાહેરાત થઈ નહી. અને જન્મેલા બાળકને કાંસાની પેટીમાં પેક કરીને, યમુનાનદીમાં તરતી મૂકવી પડી. પેટી હસ્તીનાપુરસાં પહેાંચી સારથીને મળી, પુત્ર સહીસલામત બચી ગયા. કણ નામ થયું, મેટા બાણાવળી અને મહાદાની તરીકે જગતમાં ગવાયા હતા. આ ઘટના પણ ઇચ્છવા યોગ્ય તેા નથી જ. મહાસતી કુંતીદેવી, જરૂર સતી જ હતી. મન-વચન–શરીરથી એક પતિવ્રતા જ હતી. કૃષ્ણમહારાજ જેવા મહાપુરુષની ફાઈ હતી, અને પાંડવા જેવા મહારથી અને મેાક્ષગામી દીકરાઓની માતા હતી. છતાં આવું માત્ર કલાક–બે કલાકનુ પતિ-પત્નીનુ ગુપ્ત મિલન, અને માતાપિતાથી ગુપ્ત લગ્ન, આખી જિંદગી શલ્યની પેઠે સાલ્યા કર્યુ હતું. પ્રશ્ન : આ ગુપ્ત લગ્નથી, એવું કયું ખરાખ પરિણામ આવ્યું હતું કે, મહાસતી કુંતીદેવીને, આખી જિં’ઢગી શલ્યની માફક સાલ્યા કરવામાં પરિણમ્યું હતું. ઉત્તર : જગજાહેર પંચની સાક્ષીએ થએલાં લગ્ન, સાકારી લગ્ન ગણાય છે. આવી બાળાએ બાળકાની માતા થતાં, તેણીને શરમાવાનું કે માથે આળ ચડવાનું કારણ
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy