SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણુસાઈ વિચાર કરીને પૂછ્યું. તેઓ કહે છે, હું વૃદ્ધ છું. ચાલવામાં અશકત છું. સ્વદેશ જવાને ઈચ્છું છું. સાચવીને, ઉપાડીને બહુમાનપૂર્વક લઇ જનારની શોધ કરું છું. આ વાત સાંભળી, તેણે તેમને, પાતાની ખાંધ ઉપર બેસાડી, લઈ જવા કબૂલાત આપી. અને માના ખર્ચ માટે, એક નાની શકડી, પૈસાની કાથળી પણ ભેગી રાખી. પહેલા ધનવાન વેપારીએ દિશાને, માર્ગના અજાણુ હાવાથી, ભીલ લેાકેાની પલ્લીના માર્ગે ચાલ્યા. ફસાઈ ગયા. ભીલ્લ લેાકાએ મારી ઝુડી લૂંટી લીધા. સાથેના રક્ષકા, કેટલાક પકડાઈ ગયા; કેટલાક નાસી ગયા, બધા વેપારી બીચારા. ભીલ્લાના પ્રહારોથી, જજર શરીરવાળા થઈ જવાથી, કેટલેાક વખત જ્યાં ત્યાં પડ્યા રહી, ઔષધ અને અનાજના અભાવે મરણ પામ્યા. આપણી કથાના વિણક આત્મારામ, સાથેના અનુભવીને, પેાતાના શરીર ઉપર ઉપાડીને ચાલે છે. તેની બતાવેલી દિશાને ધ્યાનમાં રાખી, તેણે દેખાડેલા માર્ગમાં ચાલે છે. ખાડા ટેકરા આવે તા પણ, જરાપણુ કંટાળતા નથી. પોતાના માર્ગદર્શક એવા અનુભવી છે કે, એણે ચાર-ધાડપાડુના પ્રદેશ છેડી દીધા. સિંહ-વાઘ–દીપડા–સપ-અજગરથી ભરેલાં, ભયપૂર્ણ સ્થાને છાડી દીધાં. વચમાં વચમાં વસતિવાળા પ્રદેશ આવે ત્યાંથી ખારાક મેળવે છે. વખતે ખોરાક ન મળે તે, બેચાર લાંઘણા પણ ખેંચી કાઢે છે. આમ કટાળ્યા વગર પગે ચાલતાં, ચાલતાં, ત્રણ વર્ષે ક્ષેમકુશળ પેાતાના નગર પહોંચી ગયા. અને પેાતાના નગરમાં પહેાંચીને, આત્મારામ શેઠે, માગ દશ ક ઉપકારી પરમાણુ દદાસને પાતાના ઘરવાળી પેાળમાં લાવીને ઉતાર્યો. બન્નેની પાળ એક જ હતી. પછી આત્મારામે પેાતાના ઝએ પણ, રત્નાને વીણીને સ્વાધીન કર્યા પછી ફેકી દીધા, અને બધાં રત્ના લાવીને, પરમાણંદદાસના ચરણા પાસે ધર્યો. પરમાણુ શેઠ કહે છે, ભાઈ! મારી પાસે પણ તમારા જેવાં ૪૩ રત્નો છે. બીજા પણ અનેક નાનાં મેટાં પુષ્કળ રત્ના છે. મારે તમારાં રત્નોની જરૂર નથી. તમે તમારાં રત્નાને સુરક્ષિત રાખીને, સ્વપરના કલ્યાણ સાધનારા થાએ, એવા આશીર્વાદ અમે આપીએ છીએ. પરમાણુ દદાસનાં હિતમિતપથ્ય વચના સાંભળી આત્મારામશ્રેષ્ઠી, પોતાના પરિવાર સહિત સુખભાગી થયા. ઉપનય એક નગર તે સંસાર. આત્મારામ શ્રેષ્ઠી, તે આત્મા. પરદેશગમન તે, આય દેશની પ્રાપ્તિ, ઝવેરી વેપારી તે, ભગવાન શ્રીવીતરાગ શાસનના ધારી જૈનાચાર્ય, કમાણી તે ગુણાની પ્રાપ્તિ, માઢક પરમાણુ દાસ તે સ`કાલીન સુગુરુની નિશ્રા. દિશા અને માર્ગોનું જ્ઞાન તે નિશ્ચય વ્યવહાર માગેથી પૂર્ણ, શાસ્ત્રોનું જ્ઞાન. ભીલ્લાની પલ્લિ વગેરે તે અનાર્ય દેશે. સિંહ, વાઘ, દીપડા વગેરે મેાહનું ટાળું, હાસ્યાદિ કષાયા, વેદો, વિષયા, પ્રમાદો વગેરે સમજવા. ત્રણ રત્ના, રત્નત્રયી. પાંચ રત્ના મહાવ્રતા, આઠ રત્ના પ્રવચન માતાએ. દશ રત્ને યતિધર્મ, સત્તર રત્ના સત્તર પ્રકાર સયમ, ઝખ્મે તે શ્રીવીતરાગ
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy