SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જોડીને, ગળગળા થઈને, માફી માગવા લાગ્યા. પ્રભુ મારા ગુનાઓ માફ કરો. હવે કયારે પણ આવું નહીં થાય. ગુરુ મહારાજ શિખામણ દેવા એક ગાથા સંભળાવે છેઃ अणफुल्लियफुल्ल म तोडहिं मा रोवा मोडहिं । मणकुसुमेहिं अच्चि-निरंजणु हिंडइ कांइ वणेण वणु ॥१॥ આ ગાથા સંપૂર્ણ સાંભળી લીધી. કંઠસ્થ થઈ ગઈ. પરંતુ અર્થ સમજાય નહીં. ત્યારે તે દિવાકરજીના ગર્વના ભુક્કા થઈ ગયા. અને વિચારવા લાગ્યા. અહો ગુરુજીમાં જ્ઞાન-ત્યાગ અને ઉપકારની સીમા નથી. તોપણ અભિમાનને અંશ નથી. ખરેખર જ્ઞાનને પામવું ખૂબ મુશ્કેલ છે. તેનાથી પણ પચાવવું. અનેક ગુણ કઠીણ છે. “પામર જ્ઞાન પામે નહીં, જ્ઞાની કેઈક જ થાય, પ્રમાદ–ગર્વ–નવ થાય તે જ્ઞાની મુક્તિ જાય.” છે ૧ “તપ કરવો બહુ સહેલ છે, ભણવું બહુ મુશ્કેલ, પાપ-પુણ્યને સમજવાં, તેથી પણ મુકેલ.” મે ૨ ખરને ક્યું ચંદન તણે, ભાર સુગંધ નવ થાય, પામર ખૂબ ભણે છતાં, મુક્તિ કેય ન જાય.” | ૩ | “જ્ઞાનતણું લવિરતિ, એમ ભાખે જિનરાય, પણ જે પડે પ્રમાદમાં, જ્ઞાની કેમ કહેવાય ?” છે જો સિદ્ધસેનસૂરિ, ગાથાને અર્થ સમજ્યા નહીં. તેથી ગુરુ મહારાજને અર્થ પૂછ. વૃદ્ધવાદિસૂરિ મહરાજ અર્થ બતાવે છે: अप्राप्तफलानि पुष्पाणि मा त्रोटय ? योगः कल्पद्रुमः यस्मिन् मूलं यमनियमाः ध्यानं प्रकाण्डप्रायं। स्कन्धश्री समता तथा कवित्ववक्तृत्व-प्रताप-मारण-स्तम्भन-उच्चाटनवशीकरणादिनि सामर्थ्यानि पुष्पाणि फलं केवळज्ञानं ॥ અથ: ભાઈ! ફળ લાગ્યા પહેલાં પુષ્પને તેડીને ખાઈ જઈશ નહી. ચારિત્ર કલ્પવૃક્ષ છે. જેમાં ચરણસિત્તરિ-કરણસિત્તરિ યમ અને નિયમે છે. અથવા પાંચમહાવ્રત તે યમે છે. અને વ્રત-પચ્ચખાણે ઉત્તરગુણો નિયમો જાણવા, ધ્યાન તે વૃક્ષનું થડ જાણવું. સમતા કન્યની શોભા જાણવી. તથા કવિતા–વાચાળતા, પ્રભાવ-મારણ-સ્તંભન ઉચ્ચાટન, વશીકરણ આવી બધી શક્તિઓ પુષ્પના સ્થાને જાણવી. ચારિત્રરૂપ કલ્પ–વૃક્ષનું ફળતે કેવલજ્ઞાન જ જાણવું.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy