________________
મૂલ પાંચ ગાથાના અર્થ અને છત્રીસ કયેની સમજણ અર્થ વિચારીને સ્તવન કરવી. ગુરુથુઅ સર્વ સાવદ્યથી મુક્ત થએલા અને પંચ મહાવ્રતોને પાળનારા, સર્વકાળ પાંચ આચાર પાળવામાં તત્પર રહેનારા, કંચન-કામિનીના ત્યાગી, શ્રી વીતરાગદેવના મુનિરાજોની સ્તુતિ કરવી. સાહમિઆણ વચ્છલ સાધમિ ભાઈઓની સમાનધી શ્રાવકે અને શ્રાવિકાઓને ઉદ્ધરવા, સ્થિર કરવા, સાધર્મિ વાત્સલ્ય કરવું, વવહારરસ્સયસુદ્ધિ ઘરને, વ્યાપારને, આપવાલેવાને, સગાઓને અને સરકારને (પિતાના રાજ્ય સાથેના) વ્યવહારમાં સાવધાન રહેવું. શુદ્ધ રહેવા જાગૃત રહેવું. ઘરને વ્યવહાર શુદ્ધરાખવાથી પરિવારમાં અનાચાર કે કુસંપ પ્રવેશે નહીં. વ્યાપારમાં શુદ્ધિ રાખવાથી આબરૂ વધે, વ્યાપાર વધે, આવક વધે, દેવું–લેણું અવસરે આપવા લેવાથી, શાહુકારી વધે છે. સગાઓમાં વ્યવહાર સાચવવાથી જ્ઞાતિમાં મેટાઈ વધે છે. સરકારમાં વ્યવહાર સાચવવાથી, ઉદયનમંત્રી કર્માસાહ વગેરેની પેઠે રાજાઓ પાસેથી ધર્મનાં કામ કરાવી શકાય છે. ર જરહજત્તા–૨૫તિત્વજત્તાય રથયાત્રા અને તીર્થ યાત્રા જિનભક્તિ માટેના અપૂર્વ અવસરે છે.
૨૬ઉવસમ શત્રુનું=અપરાધીનું પણ અહિત ચિંતવવું નહી. વિવેક બધા વ્યવહારમાં, વિવેક રાજા છે. વિવેક વગરના દાન-શીલ-તપ-જ્ઞાન-ધ્યાન-જપ બધા જ યથાર્થ ફળ આપી શકે નહીં. માટે વિવેક શિખ અને આચરે સંવર કર્મ ન બંધાઝ ૮ તેવા મનવચન-કાયાના વ્યાપારો બનાવવા. ૨૯ભાષાસમિતિ, મધુર, ડહાપણવાળું, થોડું, કામ પૂરતું, ગર્વવગરનું, તુચ્છતા વગરનું અનર્થ ન થાય તેવું બોલવું, છજજીવ કરૂણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, ત્રસકાય (બે-ત્રણ–ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જી ) આ છ પ્રકાર, છએ કાયજીની દયા કરુણા ચિંતવવી. ૩ઘસ્મિયજણ સંસગે ધર્મી આત્માઓને, એટલે બને તેટલો, સમાગમ=સેબત=સંસર્ગ વધારે. ૩રકરણમે ઈન્દ્રિયને વશમાં રાખવી. ૩૩ચરણ- પરિણામે ચારિત્ર લેવાની ભાવના હોવી જોઈએ. ૩૪સંઘવરિ બહુમાણે ચાર પ્રકાર શ્રીસંઘને સમજીને, ખૂબ બહુમાન કરવું. ૩૫પુણ્યતિહણ પુસ્તક લખાવવાં–છપાવવાં – પ્રચારવાં. ૨fપ્રભાવણાતિત્યે શ્રી વીતરાગ શાસનની પ્રભાવના કરવી. સણકિશ્ચમેયં નિર્ચે સુગુરુવસેણું
આ ઉર બતાવેલાં શ્રાવકનાં ગૃહનાં છત્રીશ કૃત્ય, ગીતાર્થ ભાવાચાર્ય સુગુરુ પાસે સમજીને આચરવાના ખપી થવું. આ ૩૬ કૃત્યમાં સૌ પ્રથમ, શ્રી વીતરાગદેવની આજ્ઞા મુખ્ય છે. તેને માટે કહ્યું છે કે . जिणाणाए कुणंताणं, सव्वं निबाणकारणं । सुंदरंपि सबुद्धिए, सम्वं कम्मनिबंधणं.
અર્થ: શ્રીજિનેશ્વર દેવેની આજ્ઞા મુજબ જેટલું થાય, તે બધું (દાન, શીલ, તપ, ચારિત્ર, અનુષ્ઠાન, ઉપદેશ, પુસ્તક લખાણ, દેવ ગુરુની ભક્તિ, વિનય, વૈયાવચ્ચ ) નિર્વાણ=મોક્ષનું કારણ બને છે. અને આપણું બુદ્ધિથી સારું દેખાતું હોય, પરંતુ જિનાજ્ઞા વિરુદ્ધ હોય તે, બધું સંસારની વૃદ્ધિનું કારણ જાણવું.
પ્રશ્ન: જિનાજ્ઞાને અર્થ શું ?