SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ શીલવ્રત પાળવાના રીવાજે ૩૪૩ મહાપુરુષોના વર્ણનથી સમજાય છે કે, પતિ-પત્ની જુદા-જુદા ઓરડામાં શયન કરતાં હતાં. તે સિદ્ધાર્થ રાજા અને ઋષભદત્ત વિપ્રના વર્ણનથી પુરવાર થાય છે. જેમ અગ્નિને દૂર રહીને સેવનાર દુખી થતો નથી. પરંતુ બેદરકાર સળગી જાય છે. તેમ સ્ત્રી સેવન પણ ઓછામાં ઓછું હોય તેવા આત્મા શરીરમાં કંગાળ થતા નથી. પંડિતજી મંડનમિ પિતાની પત્નીમાં ઘણી લાયકાત જણાયાથી, વર્તમાનમાં પોતે જે પુસ્તક ઉપર ટીકા લખતા હતા, તે ટીકાનું ભામતી ટીકા એવું નામ રાખ્યું. મહાસતી ભામતીદેવીએ પછીથી પણ, પિતાના સ્વામીના પઠન-પાઠન-અધ્યન-અધ્યાપનમાં શક્ય એવી બધી સહાય આપી હતી. અને વિદ્વાન પતિના સહયોગથી પિતે પણ વિદુષી બની હતી. આ સ્થાને પંડિતજીનાં માતાને હજારે ધન્યવાદ ઘટે છે કે, જેમણે પુત્રના સંસારને પિષણ આપવાનું અટકાવીને પણ, પુત્રના સ્વાધ્યાય અને અધ્યયનને બગડવા દીધું નહીં. તથા પત્ની ભામતીદેવીને પણ અપાય તેટલા ધન્યવાદ છેડા છે કે, જેણએ સાસુની આજ્ઞા અનુસાર વર્તન ચાલુ રાખ્યું. પતિના સુખને ગૌણ બનાવ્યું. વિષયના સ્વાદ કરતાં પણ વડીલેના વચનનું પાલન, અમૃત જેવું આચરી બતાવ્યું. આવા ભાગ્યશાળી છો વીતરાગ શાસન પામ્યા હોત તો, પાંચમા આરામાં પણ સંસારને ટ્રેક કરી શકત. પ્રશ્ન : શું જૈનધર્મ પાળનારાઓના કુટુંબોમાં ન જન્મે તે મોક્ષ પામે જ નહીં ? ઉત્તર : જૈન ધર્મ પાળનારાઓના કુટુંબમાં જન્મ પામનારા મોક્ષ પામે, તે દા નથી. જેન કુલેમાં જન્મેલા પણ બેદરકાર હોય, અથવા ધર્મને નહીં સમજનાર, અગર સમજવા છતાં પણ સ્વચ્છેદ વર્તનારાઓ, ધર્મના નામે ચરી ખાનારાઓ, અનંતા જે દુર્ગતિમાં ગયા છે. સંસારમાં ભટકે છે. ઠેકાણું પડયું નથી. માત્ર નામના જેનોને પણ મોક્ષ મળે જ એ ઈજારો નથી. પ્રશ્ન : તો પછી જેન હોય તે મેક્ષમાં જાય. બીજા ન જ જાય આ વાત સાચી નહીં જ ને? ઉત્તર : ઉપકારી પુરુષોને પક્ષપાત વેશધારી જેને માટે નથી. પરંતુ પૂજ્ય પુરુષની એવી દલીલ છે કે, ભાવથી જૈનદષ્ટિ આવ્યા વિના, કેઈપણ આત્મા મોક્ષ પામ્યા નથી. પામી શકે જ નહીં. પામશે પણ નહીં. જુએ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજનાં વચને परे सहस्राः शरदः तपांसि, युगांतरं योगमुपासतांच । तथापि ते मार्ग मनापतन्तो न मोक्ष्यमाणा अषि यान्ति मोक्षं ॥१॥ અર્થ : બીજા બધા દર્શનકારે, અથવા ધર્માન્તરને માનનારા, હજારો વર્ષો સુધી, અથવા યુગાન્તરે સુધી, મેટી તપશ્ચર્યા કરતા હોય, યોગની ઉપાસના કરતા હોય,
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy