SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ ચારિત્રની વિશુદ્ધિની સમજણ ઉત્તર : યથાવાત ચારિત્ર અને નિગ્રન્થ તથા સ્નાતક મુનિભાવની અપેક્ષાએ, બકુશ અને કુશીલ ચારિત્ર, સદોષ અને સાતિચાર મનાય છે. પરંતુ સર્વ સંસારી જીની સાથે સરખાવતાં, અનંત ગુણ વિશુદ્ધ છે, એમ સમજવું. વાંચો શાસ્ત્રોના અભિપ્રાયો : उत्कृष्टाद्देशविरतेः स्थानातू सर्वजघन्य । स्थानतु सर्वविरते रनन्तगुणतो ऽधिकं ॥१॥ અર્થ : ઉંચામાં ઉંચું શ્રાવકપણું આવ્યું હોય, તેની જેટલી કર્મ નિર્જરા થાય, તેથી, છેડામાં થોડા સર્વ ચારિત્રની નિર્જરા, અનંતગુણ જાણવી. તથા વળી– आजन्माराधिताद् देश-संयमाद् यत् फलं भवेत् । अन्तर्मुहूर्तमात्रेण तत् पुनः सर्वसंयमात् ॥१॥ અર્થ : આખી જિંદગી ઉત્તમકોટિની શ્રાવકપણુની આરાધનાનું ફળ, નિર્દોષ સાધુપણું, સર્વવિરતિ દશા, ભાવસાધુપણું માત્ર અંતમુહૂર્ત આવે તો ઉપરનું ફળ થાય છે. આ વર્ણનથી ચારિત્રની આરાધનાની નિર્મળતાને ખ્યાલ આવી શકે છે. આ બધામાં છઠા, સાતમા, આઠમ, નવમા, દશમા, સુધી યથાયોગ્ય બકુશ અને કુશીલ ચારિત્ર જ સર્વ જીમાં (ચારિત્રધારીઓમાં) હોય છે. અને આવા ચારિત્રધારી મુનિરાજે એક કાલચકમાં અઢીદ્વીપમાં, પંદરે ક્ષેત્રમાં, યથાયોગ્ય અસંખ્યાતા કોટાકોટિ પ્રમાણ થાય છે એમ સમજવું અને અગ્યાર, બાર, તેર, ચૌદ ગુણઠાણ સિવાય, આગલા પાંચે ગુણઠાણે આ બે ચારિત્ર જ હોય છે. આ બધાં વર્ણનોથી વાચકે સમજી શકશે કે જગતમાં. પથ્થરા–રોડાં અને કેલસા ઘણા હોય છે તેમ ક્યાંક ક્યાંક હીરાઓ અને રત્ન પણ જરૂર પાકે છે. તેમ વિકારોથી ભરેલા સંસારમાં અવિકારી જીવો પણ ઘણા થયા છે. હમણાં પણ જન્મે છે. થવાની પણ જરૂર હશે જ માટે મંડન મિશ્ર અને મહાસતી ભામતીની વાત પણ સમજાય તેવી છે. મંડન મિશ્ર પંડિતજી એકવાર કાંઈક પદાર્થ વિચારમાં ઉંચું મુખ કરીને, પિતાની બેઠકના ઓરડાના પ્રવેશ દ્વાર સન્મુખ બેઠા હતા. તેટલામાં રસોઈ બની ગઈ હોવાથી, રઈનું ભાણું લઈને, તેમની પત્ની આવી. મૌનપણે મૂકીને જવાની હતી. પરંતુ પંડિતજીએ પૂછ્યું, તમે કોણ છો? માજી કેમ નથી આવ્યાં ? હમેશ માજી ભાણું મૂકી જતાં હશે? આજે તમે કોણ છે ? પંડિતજીના પ્રશ્નોની પરંપરા સાંભળી રહેલી ભામતી મુંઝાઈ ગઈ. ઉત્તર આપી શકી નહીં. પરંતુ અત્યાર સુધીની સાચવી રાખેલી, ધીરજ ખવાઈ ગઈ. આંખમાં ચોધારાં આંસુ ચાલ્યાં. પંડિતજીને પણ આશ્ચર્ય જરૂર થયું. અને વિચારમાં પડયા. ત્યારે બાઈ
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy