SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૯ બકુશ અને કુશીલ ચારિત્રને વિચાર સંભવ છે. આવા બધા દોષ ગુણોના ઘાત કરનાર છે. તે તે દેનું સમર્થન કરીને, આપણું પડવાપણાને, બચાવ કરવા માટે નથી. પરંતુ આત્માને જાગતા રહેવા માટે છે. જેમ ઇતિહાસમાં અને વર્તમાનમાં, ચરો એવા છે કે રાજાના ભંડાર પણ તેડી શકે છે. માટે આપણી જેવા ઓછી તાકાતવાળા માણસોએ જાગતા રહેવું જોઈએ. આવી ચેતવણી ધ્યાનમાં રાખીએ તો, લુંટાવાના પ્રસંગે આછા બને, પરંતુ રાજાએ લુંટાયા તે, આપણું શી તાકાત ? આવી વેવલી વાતો કરીને, બારણાં ઉઘાડાં મુકીને, નિર્ભય ઉંઘનારા માણસો ડાહ્યા નહીંપણ શુદ્ધમૂઓં જ કહેવાય. પ્રશ્ન : બકુશ અને કુશીલ ચારિત્રમાં, દેષ ઘણુ અને ગુણ થોડા એ ખરું ને? ઉત્તર : તીર્થકરોના સમયમાં પણ બકુશ અને કુશીલ ચારિત્રો જ હતાં. પરંતુ મહાનુભાવોએ સમજવું જોઈએ કે, આવા ચારિત્રવાળા પણ બારે માસ પ્રાયઃ વિગયના હતા. બારે માસ છઠ, અઠમ, ચાર, પાંચ, અઠાઈ, વગેરે તપ કરનારા હતા. ઓછામાં ઓછું નિત્યભક્ત એટલે એકાસણું તો હોય જ, એવા મોટા નાના તપ જ કરનારા હતા. બકુશ અને કુશીલ ચારિત્રને (પ્રતિસેવના કુશીલને ) છઠું, સાતમું, ગુણઠાણું પણ હોય, તથા કષાયકુશીલને છ-સાત-આઠ-નવ સુધી ગુણઠાણા હેય. દશમું ગુણઠાણું પણ હોય તથા પરિહારવિશુદ્ધિ અને સૂફમસં૫રાય ચારિત્ર પણ હોય છે. તથા બકુશ અને પ્રતિસેવના કુશીલને ઉત્કૃષ્ટ દશપૂર્વ સુધીનું શ્રુતજ્ઞાન હોય છે. દશપૂર્વ પ્રાયઃ અપ્રમાદી હોય છે. દશપૂર્વી મહા ગુણના ભંડાર હોય છે. પ્રાયઃ અપસંસારી હોય છે. પ્રશ્નઃ એમ કહેવાય છે કે ચૌદપૂર્વી પણ પડીને ઘણે સંસાર ભટકવા ચારે ગતિમાં જાય છે. ઉત્તર : જેમ ક્રોડપતિ હજારેમાં કેક દેવાળું પણ કાઢે. તેમ હજારે શ્રતધરોમાં કેઈ આત્મા, નિદ્રા વિકથા પ્રમાદને વશ બનીને, પડી પણ જાય. પણ એવું બહુ અલ્પ બને. ચૌદપૂર્વીઓ સર્વકાળ અપ્રમાદી જાગતા હોય છે. પોતાની તો નહીં. પરંતુ ગુણના દરિયા શિષ્યની પણ, થેડી ભૂલ ચલાવી લેતા નથી. જેમ સ્થલભદ્રમુનિ મહાગુણી હતા. બ્રહ્મચારી પુરુષમાં, રેખા સમાન હતા. તેઓશ્રી ભદ્રબાહુસ્વામી પાસે ભણતા હતા, દશમું પૂર્વ સંપૂર્ણ થવા આવ્યું હતું. અર્થ પણ થયા હતા. પાછલાં ચાર હવે ભણવાનાં હતાં. તેવામાં તેમની સાત સાથ્વી બહેનો, વાંદવા આવ્યાં હતાં. તેમને ચમત્કાર બતાવવા સિહનું રૂપ બનાવીને બેઠા. સાધ્વીઓ ઈને બીયાઈને નાશીને ભય અને શેક વડે કંપતાં ગુરુ પાસે આવ્યાં. ભદ્રબાહુ સ્વામીએ જ્ઞાનથી, સ્થૂલભદ્રના સિંહ રૂપને જોયું. સાધ્વીને પુનઃ જવાનું
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy