SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ બ્રહાચર્ય પાળવાની અખંડ તાકાતવાળા મહાપુરુષો ઉત્તર : જંબુકુમારે લગ્ન કર્યા પહેલાં જ, પિતાના માતાપિતાને જણાવી દીધું હતું કે, મારે પરણવું નથી. બ્રહ્મચારી દીક્ષિત થવું છે. આ વાત જંબુકુમારના માતાપિતાએ પિતાના વેવાઈઓને પણ જણાવી હતી. અને કન્યાઓના પિતાઓએ પિતાની બાળાઓને પણ આ વાત બરાબર સમજાવી હતી. પરંતુ બાળાઓને અન્ય સાથે પરણવાની ઈચ્છા ન હોવાથી, અને પરસ્પરના માતાપિતાઓના આગ્રહથી, તથા કન્યાઓ એમ પણ સમજતી હતી કે, અમને જોઈ નથી, માટે અમારા પતિ દીક્ષામાં રસ ધરાવે છે. પરંતુ પરસ્પરના મેળાપ થયા પછી, દીક્ષાની વાત પણ ભુલાઈ જશે, આવી ધારણાથી, લગ્ન થયાં હતાં. તથા વિજયકુમારે લગ્ન થયા પહેલાં, શુકલપક્ષમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાને નિયમ લીધો હતો. તથા બાળા વિજયાકુમારીએ પણ, સાધ્વીમહારાજના ઉપદેશથી, કૃષ્ણ પક્ષમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત પાળવાને અભિગ્રહ લીધે હતો. ભાવિભાવથી પરસ્પર બન્નેનાં લગ્ન થયાં હતાં. ઘણા ઉચ્ચકેટિના આત્મા હોવાથી, એક જ શય્યામાં સુવા છતાં, મન-વચન-કાયામાં વિકારને, પેસવા દીધો નહીં. તથા સંપૂર્ણ યુવાન વયમાં, એક નહીં પણ ઘણી, રૂપસુંદરી પત્નીઓને, પરણ્યા પછી તુરત ત્યાગ કરીને, દીક્ષિત થનારા ગજસુકુમાર, અવંતીસુકુમાર, ધનગિરિ વગેરેના દાખલા જૈન ઇતિહાસમાં સંખ્યાબંધ જોવા મળે છે. તથા આ પંચમકાળમાં પણ પરણવાની તૈયારીમાં કુમારી કન્યા અને વરે દીક્ષા લીધાના દાખલા હાલમાં પણ બનેલા મેજૂદ છે. પ્રશ્ન: પિતાની ધર્મપત્ની ઘરમાં આવ્યાની, તથા હંમેશ ભાણું મૂકી જવાની, પંડિત મંડન મિશ્રને ખબર પણ ન પડી એ કેમ માની શકાય? ઉત્તરઃ જ્ઞાની મહાપુરુષે કહે છે કે ભણવામાં લીન થયેલા મહાત્માઓને ખાવાનું યાદ આવતું નથી. ખેરાકના સ્વાદનું ધ્યાન રહેતું નથી. પાસે થઈને હજારો માણસે ચાલ્યાં જાય તો પણ ખબર રહેતી નથી. માટે જ જ્ઞાન-ધ્યાન–ચારિત્ર–તપમાં તરબોળ બનેલા મહામુનિરાજે, કોડ પૂરવ સુધી પણ ચારિત્ર પાળે છે. છતાં પાંચ મહાવ્રતે પૈકી એકમાં પણ અતિચાર લાગતું નથી પરંતુ સફટીક જેવું નિર્મળ જીવન જીવી, મેક્ષમાં કે વિશ્રામ લેવા સ્વર્ગમાં જાય છે. પ્રશ્ન: કેટલાકોની એવી દલીલ હોય છે કે, આ કાળના જીવોનું, ઉત્કૃષ્ટ ચારિત્ર હોય તોપણ, બકુશ અને કુશીલ નામનાં બે ચારિત્રે જ હોય છે. તેથી બકુશ એટલે કાબરચિતરૂં અને કુશીલ એટલે ઘણું દેવાળું, જ્ઞાતિપુરુષે જ ફરમાવી ગયા છે. પછી
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy