SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તનુ રાજાને ગંગાદેવીના ઉપદેશ ૩૨૧ રાજા ઘેાડા ઉપરથી નીચે ઊતરી ગયા, અને પત્ની-પુત્રને ભેટીને, પેાતાના હર્ષાતિરેક જાહેર કર્યાં. પુત્ર પણ દોડીને પિતાના પગમાં પડ્યો. પેાતાની ભૂલની ક્ષમા માગી. અને ગળગળા થઈ ગયા. પિતા-માતા-પુત્ર અથવા રાજા-રાણી–કુમારને આજે કુટુંબ મેળાપની ખુશાલી હતી. રાજા, પત્ની અને પુત્રના આગ્રહથી, મહેલ ઉપર આવ્યા. અને પરસ્પરના આનંદની ખાતર કેટલાક દિવસ ત્યાં રહ્યો. શાન્તનુ રાજાએ ગંગાદેવીને, હસ્તિનાપુર આવવા માગણી કરી, ઘણા આગ્રહ પણ કર્યાં. રાણી કહે છે, સ્વામીનાથ ! હું હઠીલી નથી. અવિનયવતી પણ નથી, તથા ભગવાન જિનેશ્વરદેવનું શાસન પામી છું. માટે વિવેક પણ બુઝાઈ ગયા નથી. પરંતુ મારા સ્વામીને હાથે, બિનગુનેગાર હજારો-લાખા જીવનો કચ્ચરઘાણ થઈ રહ્યો છે, તે મારાથી જોઈ શકાતું નથી. રાજાના ધમ શુ' છે, એ આપ કચાં નથી જાણતા? वधः कृतापराधानां निर्मन्तूनां च पालनं । पतीनां सर्वेषामेष धर्मः सनातनः ॥ १ ॥ અર્થ : ગંગાદેવી કહે છે, સ્વામીનાથ ! રાજાએને રાજ્ય સાચવવું છે. માટે સામે આવનાર હોય, ગુનેગાર હોય, મહાઅપરાધી હોય, તેના યથાયાગ ઢંડ–કેદ–શિક્ષા અથવા દેહાંત દંડ પણ કરવા પડે છે. પરંતુ નિરપરાધી જીવાને પાળવાની પણ રાજાની ફરજ છે. આવા બિચારા ઘાસ ખાઈને જીવનારા, બિન ગુનેગાર પ્રાણીઓના નાશને જોઈને, મારા આત્મા કળકળી ઉઠયો છે. સારું થયું કે તમારા શિકારના ભાગ, મારી બાળક થયા નહીં. નહીંતર આપ અને હું, આખી જિં’ઢંગી રડીને પૂરી કરત. વળી આવા અનાય કૃત્યા જોઈને, રાજાની રાણી તરીકે પણ મને ખૂબ દુ:ખ લાગે છે. જો અજ્ઞાની માણસા અથવા અનાર્યું કે પ્રાકૃત માણસા, પાપ કરતા હોય તેા, એક રાજાધિરાજની રાણી તરીકે પણ હું, અધાને ગુનેગાર ઠરાવીને, આવાં પાપો કરતા અટકાવું. અને મારા સ્વામીની આજ્ઞાથી સમગ્ર દેશમાં, અભયદાનનો ઢ ઢરા પીટાવું. આવું તે કરાવવાનું મારા ભાગ્યમાં ક્યાંથી હોય ! પરંતુ મારા પ્રાણવલ્લભના હાથે, આવું કૃત્ય જોઇને તે! મને હવે, સંસારમાં એક દિવસ પણ રહેવું ગમતું નથી. ફ્ક્ત આપની આ થાપણ–કુમાર ગાંગેયને, મારા સંસ્કાર આપવા, નિરપરાધ તથા જીવાના રક્ષણના સંસ્કાર પાડવા, હું આટલા વખત અહીં રહી છું. હવે હું આપના પુત્ર આપને અર્પણ કરીને, આ સ્થાન છેડીને, આપની આજ્ઞા મેળવીને, મારા પિતાની રાજધાનીમાં જવાની ઇચ્છા રાખું છું. ત્યાં જઇને જ્ઞાની પુરુષાના સમાગમ મેળવીને, તે મહાપુરુષોનાં વચન સાંભળીને, ૪૧
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy