________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
મહારાજ ! હું હવે આજથી આપની દાસી થઈ ચૂકી છું. તે પણ આવાં શિકાર જેવાં દુષ્ટ વ્યસનેાને ધ્યાનમાં રાખીને, મારે મારી પ્રતિજ્ઞા સાચવી રાખવા માટે કહેવું પડે છે કે, આપ સ્વામીનાથ હવે પછી કયારે પણુ, નિરપરાધી જીવાના કલ્પાન્તકાળ સમાન, શિકારબ્યસનને આચરશેા નહીં. પરંતુ વખતે આપની આ ભયંકર વ્યસન સેવવાની પ્રવતી શરૂ થાય તા, આપની દાસી એવી હું, તે જ ક્ષણે મારા શીલવ્રતને સાથે લઈ ને, પુનઃ પિતાજીના આ મહેલમાં આવીને રહીશ.
૩૧૮
શાન્તનુ રાજાએ ગંગાકુમારીની બધી માગણીઓના સ્વીકાર કર્યાં, અને અને પક્ષના આપ્ત મનુષ્યેાની હાજરીમાં, પહેલેથી જ નિમિત્તિયાએ સૂચવેલા શુભ મુહૂર્તમાં, રાજબાળા ગંગાદેવી સાથે, શાન્તનુ રાજાનું પાણિગ્રહણ થયું. અને ગંગાદેવીના પિતા તથા ભાઈ આના સત્કાર-સન્માન મેળવીને, પત્ની સહિત રાજા હસ્તીનાપુરમાં આવ્યા.
કેટલેાક કાળ રાજા-રાણીના આનંદમય પસાર થઈ ગયા. તે દરમ્યાન ગંગાદેવીની કુક્ષિભૂમિમાં, કલ્પવૃક્ષ સમાન અને દેવલેાકથી ચ્યવેલા, ઉત્તમ આત્મા ઉત્પન્ન થયા. ઉત્તમ–સ્વપ્ના અને ઉત્તમ દેહલા પામીને ગંગાદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યા. રાજા-રાણી અને પ્રજાના હર્ષોંના પાર રહ્યો નહીં. શાન્તનુ રાજાએ કુમારનુ` માતાના નામને સૂચવનારું ગાંગેય એવુ, નામ પાડયું અને સુખમય ઘણા કાળ પસાર થયા. બાળક પણ આઠ-દશ વર્ષના થયા.
શાન્તનુ રાજાને વચમાં વચમાં, શિકારનું વ્યસન તાફાન મચાવી જતું હતું. તેાપણ મહાસતી ગ’ગારાણીના સામ્ય વચનાથી, રાણીના દાક્ષિણ્યથી, અને પત્ની વિરહના ભયથી. ભારેલા અગ્નિની પેઠે દખાયેલું પડયું હતું. કુમાર ગાંગેય દશેક વર્ષ ના થયા હશે. તે દરમ્યાન એક દિવસ રાણીને ખબર પડવા દીધા સિવાય, રાજા શિકાર કરવા રવાના થઈ ગયા.
રાજાના ગયા પછી, સેવકે અને દાસીએ દ્વારા, રાણીને ખબર પડી ગઈ. અને ઘણું દુ:ખ લાગ્યું. પ્રતિજ્ઞાના ભંગ થઈ ગયા. હવે ઘરમાં રહેવું મહા અનથ ફળવાળુ જણાયું. હિંસા અને વચન ભંગથી ગંગાદેવીના ચિત્તમાં, ઉશ્કેરાટ વધી ગયા. અને પેાતાના બાળક ગાંગેયને સાથે લઈ, કેટલીક પિતૃકુળની દાસીઓને પણ સાથે લઈ, મેનામાં એસી પેાતાની કુમાર વય વખતના, પિતાના મહેલમાં આવી ગઈ. પિતા-માતા અને ભાઈઓને
ખબર આપ્યા.
વૈતાઢયથી પિતા તથા ભાઈઓએ આવીને, ખાન-પાન-વસવાટને યાગ્ય અધી સામગ્રી ગેાડવાવીને, કેટલાક રક્ષકાને પણ મેાકલ્યા. કુમારને ભણવાની પણ ગાઠવણ થઈ ગઈ. આ બાજુ રાજા પણ શિકારથી પાછા ફરેલા ઘેર આવ્યા. ટેકીલી રાણી ચાલી ગઈ. તેથી રાજાને ખૂબ દુ:ખ થયું. પોતાની કુટેવ માટે ઘણા તિરસ્કાર થયા. તથા રાણીના એક પાક્ષિક ગુણાને યાદ લાવીને, એકાન્તમાં ખૂબ રાયા. વહાલેા કુમાર પણ વારંવાર યાદ આવતા હતા.