________________
૩૧૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ગુણ લાવવા માટે, સાધુવેશ ઘણે ઉપયોગી છે. જેમ પૈસા વગર વેપાર થાય જ નહીં. પરંતુ ફેરી કરીને, પૈસા કમાઈને ‘દુકાન વસાવી મેટા વેપારી પણ બને છે, તેમ પ્રારંભમાં દ્રવ્યશ પામેલા, ગીતાર્થ અને વૈરાગી ગુરુઓની સેવામાં રહેનારા, ગુણ–ગુણીના રાગવાળા દ્રવ્ય સાધુઓ પણ, ભાવસાધુતા, પામે છે, પામ્યા છે, પામશે, દ્રવ્ય સાધુપણું, ભાવ સાધુદશાનું નિમિત્ત કારણ છે જ. તથા ચાર પ્રકાર શ્રીસંઘના પ્રત્યેક સભ્યને, વીતરાગતાનું આરાધન કરવા માટે, બારેમાસ નીચે મુજબ અભ્યાસ ચાલુ રાખવાની ફરજ પાડવામાં આવી છે, તે પણ વાંચે.
સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ્દહું ૧. સમ્યકત્વમેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વમેહનીય, પરિહરે ૪. કામરાગ, હરણ, દષ્ટિરાગ પરિહરૂં છે. સુદેવ ગુરુ; સુધર્મ, આદરૂં; કુદેવ કુગુરૂ, કુધર્મ, પરિહરે ૧૩. જ્ઞાનદર્શન–ચારિત્ર આદરૂ, જ્ઞાન-દર્શન-ચારિત્ર વિરાધના પરિહ૩ ૧૯. મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરે, મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરે રપ. હાસ્ય, રતિ, અરતિ, પરિહરૂ ૨૮. ભય શેક દુર્ગખ્ખા પરિહરૂ ૩૧. ક્રોધ, માન, પરિહરૂં. માયા, લેભ, પરિહરૂં ૩૫. કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપતલેયા પરિહરૂ ૩૮, રસગારવ, રિદ્ધિગારવ, શાતાગારવ પરિહરૂં ૪૧. માયાશલ્ય, નિયાણશલ્પ, મિથ્યાત્વશલ્ય પરિહર ૪૪. પૃથ્વીકાય, અપકાય, તેઉકાયનું રક્ષણ કરે ૪૭. વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયનું રક્ષણ કરું ૫૦.
આ ૫૦ બોલ શ્રીવીતરાગ શાસન પામેલા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવકા ચારે પ્રકાર, શ્રીસંઘના મહામાનવંતા સભ્યને, સવાર સાંજ, બારેમાસ, આખી જિંદગી, ગોખવાના, સાંભળવાના, યાદ રાખવાના, તથા બુદ્ધિ-શકિત અનુસાર અમલમાં મૂકવાના છે. આ પચાસ બાબતોને અભ્યાસ, એપણ વીતરાગતાના અભ્યાસ માટે છે.
ઉપરના પચ્ચાસ બેલને સમજેલે આત્મા, પિતાની સમજણ અને શક્તિને સદુપયોગ કરે તો, આ પાંચમા આરામાં, આવા નબળા સાધનોમાં પણ, પશમિકભાવના સમ્યગદર્શન–જ્ઞાન-ચારિત્ર-તપ જરૂર પામી જાય છે. અહીં જ વીતરાગદશાના પાયાને પ્રારંભ થાય છે.
પ્રશ્ન : શ્રાવક શ્રાવિકા વર્ગને છેલ્લા છ બેલમાં, પૃથ્વીકાયાદિ ત્રણનું રક્ષણ થતું નથી. થઈ શકવું અશકય છે. તે પછી તેમ બોલવું વ્યાજબી ગણાય?
ઉત્તર : આ સ્થાને છેલ્લા છ બોલ સાધુ-સાધ્વીને ઉદ્દેશીને, સમજવાના છે. પરંતુ શ્રાવક શ્રાવિકાઓને, પૃથ્વીકાય, અપકાય, તે ઉપકાયની જયણું કરું, એમ બોલવાનું સમજવું. અને પાછલા ત્રણ બોલમાં રક્ષણ કરું, એમ બેલવું.