SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમ આત્માઓ દુખમાં પણ ઘર્મને ભુલતા નથી ૨૯૧ ઉકાળેલું સીસું રેડાવ્યાથી, બાંધેલાં કર્મ, સે સાગરેપમ પછી પણ, મહાવીર દેવના ભવમાં, ઉદયમાં આવ્યાં, અને વિના કારણુ, ગોવાળીઆઓએ, કાનમાં ખીલા બેસાડ્યા હતા. રાણુ ગુણસુન્દરી કહે છેઃ ભાઈએ? મને વીતરાગ દેવનાં વચનનું આલંબન હોવાથી, મારે રેગ મને જરા પણ દુર્થાન કરાવી શકતો નથી. પરંતુ તમે બધા ઉગીને ઉભા થયેલા બાળકે, મારા કારણે કાળના મુખ જેવા સર્પની ઝાળમાં, ઝંપલાવવાની વાત કરે છે તે પણ, મારા દુખને ખૂબ જ વધારી મૂકે છે. માટે મને આનંદ આપવી હોય તે, દૃષ્ટિવિષસર્પના ભયથી, છવાએલી વાવનું કમળ લેવા જવાની, વાત પણ કઈ કરશે નહીં. તે જ મને ખૂબ આનંદ થશે. કારણ કે તમારા પૈકીના કેઈનું પણ, અશુભ સાંભળવાની મારામાં તાકાત નથી તે પછી તમને કેઈને પણ, મરણના મુખમાં જવાની રજા કેમ આપી શકું? રાણી ગુણસુંદરીને વહાલે પુત્ર અપરાજિતકુમાર પાસે જ ઉભે હતો. વૈદ્યરાજનાં, પિતાનાં અને માતાનાં વચને સાંભળતું હતું. પિતા-માતાની શ્રદ્ધાનાં વચને અને પ્રાણીમાત્રના રક્ષણના વિચારે પણ, સાંભળી લીધા હતા. માતાને માટે મને મન ધન્યવાદ વિચારતા હતા. આટલી વેદના પણ પરદુખને દ્વેષ કેટલે જોરદાર છે? બિચારા સંસારી જી, ફક્ત પિતાના સુખની ખાતર, એક જ નહીં પણ હજારે જીવોને પણ મારી નાખનારા, મરાવી નાખનારા, ચારે ગતિમાં ઠાંસીઠાંસીને ભર્યા છે. શરીરના આરોગ્ય માટે, જીભની લાલસા માટે, પાંચ ઇન્દ્રિયના પિોષણ માટે, જગતમાં અબજે જીને નાશ થાય છે, કસાઈખાનાં ચાલે છે, શિકારની સગવડે જાય છે. ત્યારે મારાં ઉપકારિણી માતા, પિતાના ભયંકર રોગના નિવારણ કરતાં પણ, બીજાના દુખના બચાવ માટે, કેટલાં જાગતાં છે. અર્થાત્ મારા કારણે બીજાને દુઃખ કેમ થાય? આ વખતે જે હું કમલ લેવા જવાની વાત કરીશ તોપણ, મારા માજીને આઘાત લાગશે. અને વખતે તેજ આઘાત, ઉપઘાતનું કારણ બની જશે. માટે મારાં માતાજી જાણે જ નહીં, એ રીતે પણ મારે કમળ લેવા જવાને ઉદ્યમ કરે જઈએ. આ જગતમાં ધનદાયક, અન્નદાયક, સ્થાનદાયક, ઔષધદાયક, માર્ગ બતાવનાર, અક્ષરજ્ઞાન આપનાર આવા અનેક પ્રકારના ઉપકારી હોય છે. આ બધા ઉપકારીઓને પણ અવશ્ય બદલો વાળવો જ જોઈએ. આવા બધા જ ઉપકારીઓ થકી, માતાપિતા મહા ઉપકારી છે. ઉપર બતાવેલા એકેક વસ્તુને જ ઉપકાર કરી શકે છે, જ્યારે માતાપિતા અન્ન આપે છે, ધન આપે છે, આખી જિંદગી રહેવાનું સ્થાન (ઘર) આપે છે. ઔષધ આપે છે, એટલું નહીં. વખતે હજારના ખર્ચા પણ કરી નાખી, દીકરાને બચાવે છે. ઘણાં ગામો ફરે છે. ઘણા વેદ્યોને બતાવે છે. માર્ગે ચડાવે છે. ખૂબ મુસીબતો ભેગવી બાળકોને ભણાવે છે. સારી વસ્તુ બાળકોને જ આપી દે છે. કજીયાળા કે માંદા
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy