________________
२८८
જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઔષધી પ્રાણિજ છે. જેમાં બેઈન્દ્રિયાદિ જેને નાશ થાય છે. જેમાં માંસ-મદિરા મધમાખણને પણ સમાવેશ થાય છે. આવા પ્રયોગો નિર્દય વૈઘોથી પ્રચાર પામ્યા છે. પરંતુ જેઓ જગતનું ભલું કરવાની ઈચ્છાવાળા હોય, તેવા એકનું સુધારવા માટે બીજાનું કેમ બગાડી શકે ?
પ્રશ્ન : રોગીને મરતો બચાવવા માટે, માંસ-મચ્છી-મરઘાં-ઇંડાં ખવરાવવાં પડે છે, ગુને નથી ને?
ઉત્તર: કઈ રાજાને પાટવી કુમાર માંદો થયો હોય, મરવાની તૈયારી હોય, ત્યાં કોઈ વૈદ્યરાજ આવે અને રોગનું નિદાન કરીને, ચોકસ રોગ મટે તેવો ઉપાય બતાવે. કહે કે પાટવીકુમાર ખૂબ મોટા માણસ છે. દેશને અને સમાજને તેમની જરૂર છે. આ રોગ માટે ઔષધ પણ ચોકસ છે. અને તે એજ કે, તેમના એટલે કુમારના ચાર નાના ભાઈ છે. તેમને ચારેને મારી નાખીને, તેમના શરીરનાં માંસને એકઠાં મેળવીને, એક માસ સુધી પાટવી કુમારને ખવડાવીએ તે, કુમાર ચેકસ નીરોગ થઈ જશે.
પ્રશ્ન : બીજા ચાર રાજકુમારોને મારી નાખવાનું કુમારના પિતા રાજા કેમ કબુલ રાખે? કુમારાથી કેમ ખમાય?
ઉત્તર : જેમ કુમારને નાશ રાજાથી ખમાય નહી તે પછી, ઈશ્વર કે ખુદા પ્રભુ કે ભગવાન, જેઓ જેને જગતને માલિક સમજતા હોય, તેને આપણે પૂછીએ કે જગત કર્તા, ઈશ્વર કે ખુદાએ આપણને બનાવ્યા તે, પશુઓને પણ તેમણે જ બનાવ્યા છે–એમ ખરું કે નહીં? આપણે પિતા જ ઈશ્વર હોય તે, પશુઓના પિતા-ભગવાન પણ ઈશ્વર ખરો કે નહીં? આપણું સુખને માટે પશુઓને આપણે મારી નાખીએ, તે ઈશ્વર આપણે ગુને કેમ ચલાવી લે? પશુઓને તે પિતા ખરો કે નહીં? જે રાજા પિતાના પાટવી કુમારના સુખ માટે કે, રેગના નાશ માટે, પિતાના બીજા પુત્રના નાશને નજરે દેખી શકે નહીં. ચલાવી શકે નહીં, તો પછી ચરાચર જગતને પિતા ઈશ્વર (કર્મ) પિતાના પુત્ર માણસની ખાતર, નાના દીકરા પશુઓનો નાશ કરવાની છૂટ પણ ઈશ્વરખુદા-પ્રભુ આપે એ કેમ માની શકાય ?
પ્રશ્ન : આટલા મોટા રોગોનું પ્રમાણ, કેવલ ખનીજ કે વનસ્પતિજ દવાઓથી કેમ મટી શકે ?
ઉત્તર : હેમી પથિક અને બાયોકેમિક દવાઓ, ફક્ત તેત્રીશ અને બાર નંબરમાં જ હોવા છતાં, રેગોના બધા પ્રકારના નાશ કરી શકે છે. એમ તે પ્રયોગોના અનુભવી નિષ્ણાતોએ, અનુભવથી સિદ્ધ કર્યું છે. અને આજે ભારતમાં અને બહારના શોમાં. આ બે દવાના પ્રયોગથી લાખો રોગીઓ નીરોગ થયા છે, મરતા બચી ગયા છે. આ વાત ઘણી જાહેર છે.
રાજા જયશેખર કહે છે કે તે પછી અનેક માણસે હોમાઈ જવાની વાતને અર્થ શું ?