SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ २७१ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પિતાના ઘેર રાખ્યા. પછી સમ્યકત્વ સાથે કેટલાંક વ્રત પણ ઉચ્ચર્યા. ક્યારે પણ ન સુકાય તેવાં, ધનપાળ પંડિતના ચિત્તમાં, ધર્મનાં બીજ વાવીને, શેભન મુનિ વિહાર કરીને ગુરુ પાસે પહોંચી ગયા. પ્રશ્ન : શેભન મુનિના ગયા પછી પણ, ધનપાળ પંડિતમાં જૈન ધર્મના સંસ્કાર ટકી રહ્યા હતા? કારણ કે ધનપાળ ભોજરાજાને સમકાલીન અને ભેજની સભાને મહાવિદ્વાન પંડિત હતા. રાજા પિતે શિવધમી હતો. મિત્રો અને પ્રતિસ્પધીઓ પણ શિવ હતા. ગામ અને લગભગ માળવદેશ પણ, મોટા ભાગે શિવધર્મીઓથી છલોછલ ભરાએલે હતો. તથા રાજાભેજની સભાના વિદ્વાની હાક વાગતી હેવાથી, શિવેતર ધર્મના વિદ્વાને પણ માળવા દેશમાં આવી શકતા નહીં. આવાં બધાં વાતાવરણ વચ્ચે જેન ધર્મના સંસ્કાર ટકાવવા મુશ્કેલ ગણાય ને? ઉત્તર: જિનેશ્વરસૂરિમહારાજને ઉત્તરાદ્ધકાળ, ધર્મો માટે ઘણે કટોકટીવાળે હતે. તે કાળમાં ગુજરાતમાં ભીમદેવ બાણવણીનું, રાજ્યશાસન ચાલતું હતું. અને માળવામાં ભોજરાજા રાજ્ય કરતા હતા. આ બંને દેશમાં લક્ષ્મી કરતાં પણ સરસ્વતીની ઉપાસના ઘણું જોરદાર હતી. અનાદિ કાળથી પુણ્યરાજાની લક્ષ્મી અને સરસ્વતીબે રાણીઓ વચ્ચે સરસાઈ ચાલી આવે છે અને તેમાં પણ મોટા ભાગે માનીતી રાણીનું સ્થાન, લક્ષ્મીબાઈને જ મળે છે. પરંતુ ભીમદેવ અને ભોજરાજાના દેશમાં સરસ્વતીદેવી પટરાણું પદે હતાં. અને લક્ષ્મીબાઈ દાસી જેવાં દીન થઈને રહેતાં હતાં. અર્થાત ગુજરાત અને માળવામાં, સરસ્વતીદેવીનું એટલું બધું વર્ચસ્વ વધી ગયું હતું કે જેથી, લક્ષ્મીદેવીના નામની સુવર્ણ મુદ્રાઓ, કાપર્દિકાની જેમ સાવ અ૫મૂલ્ય દેખાતી હતી. એકએક ગાથાના લાખ લાખ ઉપજતા હતા. તેથી તે રાજાઓના રાજ્યકાળમાં, વિક્રમની દશમી સદીના ઉત્તર ભાગમાં, વિદ્વાનેને એકેકે લેકની, લાખ લાખની બક્ષીસે મળ્યાની વાત, ઇતિહાસમાં સેંધાઈ છે, અને તેથી વિદ્વત્તાની પણ કસોટી અને ઓળખાણ થવાથી, કેવળ ધર્મ ઝનૂન ટકી શકયું નથી. - મહાકવિ ધનપાળે, હજારો પ્રતિસ્પર્ધિઓ વચ્ચે પણ, પોતાના પક્ષને નમતું આપ્યું નથી. કુદેવ કે કુગુરુને મસ્તક નમાવ્યું નથી. અને હિંસા જેવા અધર્મ માર્ગનું ખંડન કરતાં પણ, પચવાવું પડયું નથી. હજારે પ્રતિસ્પધિઓ વચ્ચે પણ, સાચા સિદ્ધાંતને જાહેરમાં મૂકતા મુંઝવણ આવી નથી. મહાકવિ ધનપાળને કેવી કસોટીમાં પસાર થવું પડયું હતું અને, તે તે પ્રસંગેમાં પિતાના સિદ્ધાન્તો કેવી કક્ષાએ સાચવ્યા છે તે જણાવું છું. એકવાર ભેજરાજાએ યજ્ઞ કરાવવા માટે યજ્ઞમાં બલિદાન આપવા એક બકરો મંગાવેલ હતો. ઘણા માણસ અને ભયાનક સ્થાન જોઈને, બકરો બરાડા પાડતે હેવાથી, રાજાએ પંડિતોને પૂછ્યું, વિદ્વાને ! અવાજ કરીને આ છાગ શું કહેવા માગે છે?
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy