________________
૨૭૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
યાને ઉપકારના બદલા આપવા સેકર્ડ એક એ પણ મળવા અશકય છે. ઉપકાર લેવા આખું જગત તૈયાર છે.
ઉપકારના લેનારની, જગમાં સંખ્યા નેય, પણ ઉપકારી માનવી, લાખે કાક જ હોય, ૧
ર
પરોપકારી માનવી, જગમાં ધન્ય ગણાય, ભૂલે નહીં ઉપકારને, તે પણ ધન્ય સદાય. માય તાય ગુરુવના, સમજીને ઉપકાર, । બદલે વાળી આપવા, ચિંતે નિત્ય વિચાર. ૩ ઉપકારી નર ધન્ય છે, ધન્ય સમજે ઉપકાર, અને દાસ ઉપકારીનેા, ધન્ય તાસ અવતાર.
૪
ઉપકારી ઉપકારના, ના’વે ચિત્ત વિચાર, તેવા પામર માણસા, કેવળ પૃથ્વી ભાર. ૫
શાભન વિચાર કરે છે કે, પિતાજી પાતાનુ દેવું ચૂકવવા ઇચ્છે છે. હું પણ પિતાના ઉપકારના ઋણી છું. હવે જો હું પિતાની ઇચ્છાને માન આપી, જૈનાચાર્યના શિષ્ય થાઉ તા, મારુ' અને પિતાનુ' અનેનાં દેવાં ચૂકવવા સાથે, મારા સંસારપરિભ્રમણનો માર્ગ બંધ થશે. અને આત્મસ્વરૂપ જાણવાના-ખીલવવાના માર્ગ પ્રાપ્ત થશે.
આવા ઉત્તમ વિચારો વડે શેાભનકુમારે, જૈનાચાય પાસે જવાનું નક્કી કર્યું. અને પેાતાના વિચારો પિતાજીને જણાવ્યા. પિતા ખૂબ ખૂબ હર્ષ પામ્યા અને પુત્રના મસ્તક ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. પિતાજીના આશીર્વાદ અને આજ્ઞા મસ્તકે ચડાવીને, માતાજી તથા ભાઈ વગેરે કુટુંબને જણાવ્યા સિવાય, શાભનકુમાર જિનેશ્વસૂરિ મહારાજ પાસે જવા રવાને થયા. અને સૂરિ મહારાજના વિહારના ગામે પહેાંચીને, પેાતાના પિતાની એળખાણુ જણાવી, પાસે બેસી ગયા. મહરાજ ! હું ધારાનગરીના લક્ષ્મીધર પંડિતના પુત્ર છું. મારા પિતાનું કરજ ચુકાવવા આવ્યેા છું. મારા પરમ પૂજ્ય પિતાજીની ઇચ્છાઓને માન આપીને, તેમની દ્રાક્ષાના રસ થકી પણ મધુરી, આશીર્વાદ મેળવીને, રવાના થયા છું. મારા પિતાજીની આજ્ઞા અનુસાર આજથી જ હું, આપના તદ્દન સામાન્ય કોટિના સેવકોની ભૂમિકામાં રહેવા, આપની પાસે નમ્ર અરજ ગુજારુ છું. આશા રાખું છું કે કૃપાવતાર મહાન પુરુષ આપશ્રી, મને આપના સેવકામાં દાખલ કરીને આભારી બનાવશે.
જિનેશ્વર સૂરિ મહારાજે, શાભનકુમારને જોઈ ને એળખી લીધેા હતેા. વર્ષો પહેલાં જોયેલા શાલન ખાળકની મેાલવાની મિઠાશથી, અને તેનામાં સાક્ષાત્ દેખાતી લાયકાતથી,