SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ છતાં પણ, દૈવી પ્રાણી મનાયું છે. તેનામાં રૂપ હોય છે. તાકાદ હોય છે. સ્વામીભક્તિ પણ હોય છે. તેથી તે મહાપુણ્યવાન પ્રાણી ગણાય છે. મનુષ્યથી વધારે સુખો પણ પામે છે. ઘોડી લક્ષણયુક્ત હોય છે, જેના ઘરમાં આવે તેનું ઘર તેજદાર માલદાર બને છે. જાવડશાહ ( “સંવત એક અઠવંતરેરે જાવડશાનો ઉદ્ધાર.” ) આ ઘડીના જ પ્રતાપે તીર્થને ઉદ્ધાર કરાવી શકાય તેવા, મોટા લક્ષ્મીવાન થયા હતા. જાતિવંત ઘોડું મરે ત્યાં સુધી દોડે, ઊભું રહે નહીં. માણસના દેખતાં ઊંઘે નહીં, કોને ઢાળે નહીં. આવાં ઘેડાને, સોટી કે ચાબુક મરાય નહીં. કહ્યું છે કે – તેજી ન સહે તાજણો, શુ ન સહે ગાળ ! સતી કલંક સહે નહીં, કપિ ન ચૂકે ફળ.” ઠાકર ઘોડીને ખૂબ સાચવતા હતા. તેને ઘાસમાં શેલડી અને દ્રાક્ષ ખવડાવતા હતા અને ખાણમાં બદામ-પીસ્તાં આપતા હતા. હંમેશ ઘી પીવડાવતા હતા. તથા સ્નાન કરાવતા હતા. સુંવાળી ઘાસનું પાથરણ બનાવતા હતા. ઠાકર પિતે પિતાનાં સંતાન કરતાં પણ ઘડીને, વધારે સાચવતા હતા. ઘડી ઘણી કીમતી હતી. આ ઠાકરના પાડોશમાં એક માલદાર પટેલ રહેતા હતા. તેમને ઘરખેડની બસે વિઘા જમીન હતી. બારેમાસ આઠ-દશ સાંતી ખેડ ચાલુ રહેતી હોવાથી, પટેલને અનાજઘી-દૂધ-કાપડ કશું બહારથી પૈસા ખચી લાવવું પડતું નહીં. તેમને ખેતી અને પશુપાલનના વ્યવસાયથી, ખર્ચના માર્ગો અતિ અલ્પ હતા. પરંતુ આવકને માર્ગ સભર હ. પટેલ બધી વાતે સુખી હતા. ઠાકોરને ઘેાડી અને ઘરના માણસો સિવાય બીજું કશું હતું નહીં. તેઓ ખેતીનેકરી કે વેપાર કાંઈ કરતા નહીં, તોપણ બારે માસ ઉજળાં લૂગડાં, ખાન-પાન-પરિધાનમાં ઉદારતા, મહેમાન-પરેણાની જોરદાર ચાકરી–બરદાસ, સન્માન સાચવતા દેખાતા હતા. પાંચ રૂપિયા ધર્મમાં આપવાના પ્રસંગે આવે તો પણ, ઠાકર ઘણી મોટી સખાવત કરતા હતા. આ બધું પટેલ હંમેશ જોતા હતા અને ઠાકરનું જીવન વિચારતા હતા. તેમને એમજ લાગતું કે ઠાકોરને જ્યારની આ ઘડી ઘરમાં આવી છે, ત્યારની લીલાલહેર છે. ઠાકરનું બધું સુખ-માન-મેટાઈ–આબરુ આ ઘડીને જ આભારી છે. હું પિતે, આટલો મોટો વ્યવસાય કરું છું, ભલે આવક ગમે તેટલી હોય પણ, શાન્તિથી બેસવા મળતું નથી. ત્યારે ઠાકર પાઈપણ કમાવાને ઉદ્યમ કરતા નથી. તે પણ ખૂબ આનંદ ભોગવે છે. વ્યાપાર–ખેતી–નોકરી, ત્રણ આવકનાં સ્થાન, એકે પણ જે નય તે, ચાલે નહીં ગુજરાન.”
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy