________________
RO
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : બાઈએ પિતે રાજી થઈને આપેલું હતું ને?
ઉત્તર : બાઈ ઘરની માલિક ગણાતી નથી. પરંતુ ઘરને, લમીને અને તે બાળાને માલિક તો પરદેશ ગયેલ છે. અંધારી રાતમાં કેઈના ઘરમાં, ચોરી કરવા પેસનાર અથવા અનાચારિણી સ્ત્રીના પલંગ ઉપર જઈને બેસનારને, ક્ષણવાર ખાન-પાન-રંગરાગ-ભોગસંયોગ મળે પરંતુ તે માણસ પકડાઈ જાય છે, તેના ક્ષણિક સ્વાદને બદલે કે મળે? ચોરનાં કે પારદારિકના ક્ષણિક સુખનાં વખાણ કેમ કરી શકાય?
પ્રશ્ન : પરંતુ અણિક ચોર ક્યાં હતું ? તેને તે યુવતીએ નિમંત્રણ આપીને બહુ માનપૂર્વક રાખ્યો હતો ને ?
ઉત્તર : જગતમાં જેટલી અનાચારિણી સ્ત્રીઓ હોય છે, તેઓ પોતાની વાસનારૂપ મદિરાના કેફમાં ચકચૂર બને છે ત્યારે અલ્પ પણ ભવિષ્યના વિચારો લાવ્યા વિના ક્ષણવારના અધમ સુખને સારુ પિતાનું શરીર અપવિત્ર બનાવે છે. આબર અને લક્ષ્મીની બરબાદી સજાવે છે. આચાર તથા શીલ મહાગુણને દેશવટો આપે છે. આવી સ્ત્રીના ઘરમાં પિસનાર ચોર કેમ ન ગણાય ?
પ્રશ્ન : બાઈ પોતે ઘરની માલિકણ ન ગણાય?
ઉત્તર : પતિની ગેરહાજરીમાં પતિની મળેલી છૂટ અનુસાર પ્રતિનિધિ તરીકે બાઈ માલિક ગણાય છે. જેમ દુકાનને મુનિમ પણ અમુક સત્તા ધરાવે છે. રાજ્યના અધિકારીઓને અમુક સત્તા મળે છે. પરંતુ પિતાને મળેલી સત્તાને દુરૂપયેગ થવો જોઈએ નહીં. પત્ની અનાચાર સેવે, મુનિમ ચેરી કરે, રાજ્યના નેકરે લાંચિયા થાય; આવા બધા દુરૂપયોગ ગણાય છે. આવા ભાન ભૂલેલાઓને સત્તાધીશ કેમ કહેવાય?
પિતાના શીલનું પિષણ કરનારી સતીને, રાજ્યના રક્ષણ માટે મરી ફીટનારા અધિકારીને, અને દુકાનના અભ્યદય માટે જ જાગતા રહેનાર મુનિને, લાંબાગાળે અધિકારો વધે છે. પરંતુ અરણીકને ફસાવનારી બાઈ કુલટા હતી. પતિની ગેરહાજરીને દુરૂપયોગ કરનારી હતી. જેમ નગરના રક્ષક-કોટવાળ, ગામને કે નગરને લૂંટાવવા ચેરેને આશ્રય આપવાનું કામ કરે અને કાવતરું પકડાઈ જાય તો કેટવાળ અને ચોરે મોટા ગુનાની શિક્ષાના ભાગીદાર બને છે, તેમ–પરદેશ ગયેલા બાઈના સ્વામી અને ઘરના માલિક જ્યારે ઘેર આવે ત્યારે કોટવાળના–સ્થાન ઉપર રહેલી યુવતી (પ્રસ્તુત શેઠની પત્ની) અને તેના લાવવાથી ઘરમાં ઘૂસેલા ચોરને પાઠ ભજવનાર અરણીકને કેવી ભયંકર દશામાં મુકાવું પડે? આ બાબત સજજન આત્માઓને સમજાવવી પડે તેમ ન હોય અને તેથી અરણકની માતાએ અરણીને શિખામણ આપીને ચાલુ ભવના અને ભવિષ્યના મહાભયંકર દુખમાંથી દીકરાને તથા તે યુવતીને બચાવ્યાને ઉપકાર કર્યો જાણ.
જનનીનાં વચને સુણી, અરણીક મહામુનિરાય, પામી ભાવ સાધુદશા, સ્વર્ગલોકમાં જાય. ૧