SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ ઘનશર્મા મહામુનિરાજની ઘીરતા વળી, આ પાણીમાં પૂરા અને ઝીણા મોટા મછો પણ હોય છે. તથા સેવાળ વગેરે અનંત કાય જીવ પણ હોય છે. એટલે પાણી, વસ-થાવર બધા જીવની ઉત્પત્તિ અને વસવાટનું સ્થાન હોવાથી, કાચું અને અણુગલ પાણું પીનાર કે વાપરનારપ્રાણી છએ કાયજીને હિંસક બને છે કે ૨ છે પરમાત્મા શ્રીજિનેશ્વરદેએ, પિતાના કેવલજ્ઞાન ચક્ષુથી જઈને જણાવેલી, અને મારા જેવા અનંત આત્માઓને, હિતકર બનેલી, શ્રીવીતરાગવાણને સ્વાદ ચાખનાર આત્માઓને, ગમે ત્યારે પણ અવશ્ય જનારા પ્રાણના રક્ષણ માટે પરના પ્રાણોને નાશ કરે કેમ પાલવે? છે ૩ છે આ પ્રમાણે જીવદયાના અધ્યવસાયે ઉપર આરુઢ થયેલા, ધનશર્મા મહામુનિરાજે, પસાલમાં લીધેલા પાણીને, સાચવીને જળપ્રવાહમાં મૂકી દીધું. અને બાળક પણ એક સુભટ જેવા વૈર્યવાળે આત્મા, ધીમે ધીમે તૃષા અને પરિશ્રમથી થાકેલે પણ નદીના જળની બહાર આવ્યું. હવે ડગલું પણ ચાલવાની શાક્ત હતી જ નહીં. શરીરની તાકાત વાઈ ગઈ હોવાથી, જમીન ઉપર બેસી ગયે. અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યો. અને ક્ષણવારમાં મુનિને અવિનશ્વર આત્મા દેવલોકમાં ચાલ્યો ગયો. તત્કાળ અવધિ જ્ઞાનથી પિતાને પૂર્વજન્મ જોઈ, આવીને, પિતાના મુનિ શરીરમાં પ્રવેશ કર્યો અને બાળમુનિના માર્ગને જોઈ રહેલા ધનમિત્રમુનિને જઈને મ. પિતા-પુત્ર બંને આગળ ચાલ્યા. આગળ ચાલેલા સાધુઓ પણ, બધાજ તૃષાથી પિડાયેલા હોવાથી, ધનશર્માદેવે રસ્તામાં બનાવટી ગોકુળ વિકર્યા, તેમાંથી છાશ વગેરે લાવી થડા સ્વસ્થ થયા. એમ રસ્તામાં ધનશર્મા દેવકૃત ગોકુળમાંથી, છાશ વગેરે પામેલા સાધુઓ સુખપૂર્વક, અટવીના છેડા ઉપર ભરવાડોના વસવાટ સુધી પહોંચી ગયા. પરંતુ એક સાધુ પિતાનું લૂગડાનું વિંટલું ભૂલી ગયેલા પાછા લેવા જતાં સ્થાને સ્થાને જોયેલાં, ગોકુળ દેખાયાં નહીં. તે વાત બધા સાધુઓને જણાવી, તેથી બધા મુનિએ આશ્ચર્ય પામ્યા અને દૈવી ચમત્કાર વિચારવા લાગ્યા. તેટલામાં ધનશર્માદેવ પ્રગટ થઈ, બધા સાધુઓને વંદન કરવા લાગ્યું. માત્ર ધનમિત્રમુનિને વંદન કર્યું નહીં. - બીજા મુનિરાજને પ્રશ્ન આ ધનમિત્રમુનિરાજને કેમ વંદન કરતા નથી? આ સાંભળી દેવે પિતાને ધનશર્માને ભવ અને પિતામુનિની સચ્ચિત્ત જળ પીવાની પ્રેરણું કહી સંભળાવી. દેવકહે છે જે મારા પિતા અને ગુરુનાવને, મેં સજીવ પાણી પીધું હોત તો, તે પાપથી અને વ્રતના ભંગરૂપ ભયંકર દુષથી, ચાર ગતિ સંસારમાં ભ્રમણ કરનાર થઈ જાત. ૩૧
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy