SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ વિતરાગના વચને વિકારને નાશ કરી વૈરાગ્ય પ્રકટાવે છે “સમક્તિશીલ બે તુંબડાં, બાંધી બન્ને પાસ તરી ગયા સંસારને, વજાસૂરિ ગુણરાશ. પ આમ સૌ પિતાપિતાની અક્કલ અને વિચારનું પ્રર્દશન કરાવતા હતા. આ બાજુ વૈકય લબ્ધિધારી આચાર્ય ભગવાને, સંઘના સર્વ લોકોને દેવ જેવું અતિ સુંદર રૂપ બતાવ્યું. પરંતુ પુત્રી સમિણ સહીત ધનાવહ શેઠના પરિવારને, એકદમ બેડોળ-બિહામણું બિભત્સ રૂપ બતાવ્યું. અને છઠી અશુચિભાવનાનું વ્યાખ્યાન સંભળાવ્યું. સાથે સાથે કર્મબંધનાં કારણે, કર્મના દારુણ વિપાકો, અને ચારગતિની ભયંકરતા પણ, ખૂબ વિસ્તારથી સંભળાવી. નગરવાસી લોકો અને ધનાવહ શેઠના પરિવારે પણ વ્યાખ્યાન બરાબર સાંભળ્યું. વચમાંવમાં સર્વને દેવના જેવું રૂપ પણ દેખાડયું. સૂરિનું રૂપ જોઈશેઠજી સભા વચ્ચે ઉભા થયા અને પિતાની વહાલી પુત્રીને કરગ્રહણ કરવાની, પ્રાર્થના કરી. સાથોસાથ એ પણ જણાવ્યું કે, મારી હવે વય પૂર્ણ થવા આવી છે. મારે આ પુત્રી સિવાય, બીજ સંતાન પણ નથી. અને હવે મારે પરલોક સાધે છે. માટે આ મારી પુત્રી તથા મારી કોડ સોનામહોરની મિલકત, ઘરબાર, રાચરચીલું પણ પુત્રીના દાયજા તરીકે અર્પણ કરું છું. કૃપા કરીને મારી પ્રાર્થના સ્વીકારે. શેઠનાં પ્રાર્થના-વચનોને, આચાર્ય ભગવાને, વ્યાખ્યાનથી જ ઉત્તર આપે. જેમાં આત્માનું નિત્યત્વ, અનાદિપણું, પ્રમાદની પરવશતા, હિંસાદિ પાપમય આચરણ, તેજ કારણથી અનંતા કાલથી જીવનું સંસારમાં પરિભ્રમણ, દુર્ગતિમાં વસવાટ, પરમાધામિ વગેરે દ્વારા આત્માએ ખાધેલો માર, વિષયેની દુષ્ટતા, કિપાકના ફળ જે ક્ષણિક સ્વાદ અને પરિણામની ભયંકરતા સંભળાવી. આચાર્ય ભગવાનના વ્યાખ્યાનની, એવી અસર થઈ ગઈ કે, રુકમણ કન્યાના માનસ અને શરીરમાં ભરાએલ, વિષયવિકારને આવેગ, એકદમ ઓગળી ગયે. સંસાર ઈન્દ્રજાળ જે જ ભાસવા લાગ્યા. અને તત્કાળ ચારિત્ર લેવાની ઈચ્છા જણાવી. યુગપ્રધાન ભગવાન વાસ્વામી સૂરિ મહારાજે રુકમિણી કન્યાને દીક્ષા આપી. પન્યાસ પ્રવર પવવિજય ગણિવર પણ ફરમાવે છે કે “કોડિ સેનૈયા ધનને સંચય, કન્યા મિણી નામે રે શેઠ ધનાવો દીયે પણ ન લીયે, ચડતે શુભ પરિણામે રે.” “દેઈ ઉપદેશ સમિણી નારી, તારી દીક્ષા આપી રે યુગ પ્રધાન વિચરે જે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રે.” જે કન્યા સૂરિમહારાજને દુર્ગતિમાં લઈ જવા આવી હતી, તે કન્યાને
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy