SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : જેને સંસારને સ્વાદ ભોગવવામાં રસ અને તાલાવેલી હોય છે, તેમને સ્વાદ કયારે પૂરો થાય એ કશું ચક્કસ નથી. સંસારના રસિયા, મરવાના વરસમાં પણ, તૃપ્ત થયેલા જણાયા નથી. અને મહાપુરુષ ગજસુકુમાર, અતિમુકતકુમાર, સુબાહુકુમાર, બલસિરિક કાર, જંબુકમાર વિગેરે સંસારનો સ્વાદ ચાખ્યા સિવાય, મહામુનિરાજ થયાના પુરાવા મોજૂદ છે. પ્રશ્ન : સંસારના વિષય છોડાવા મુશ્કેલ નથી લાગતા ?. ઉત્તર : જેમ કાયર પુરુષને લડાઈની વાત સાંભળીને શરીર કંપવા લાગે છે. અને શ્રીપાલકુમાર જેવાએ, ઘવળશેઠ અને ભરૂચના રાજાના સૈન્યને, તથા બબરકુટના રાજાના સિન્યના સુભટોને એકલા હાથે, ભગાડી મૂક્યાને દાખલા મોજૂદ છે. આવા લડવૈયા પણ સંખ્યાતીત થયા છે. જ્યારે કાયર પુરુષને પાર જ નથી. વળી ગધેડા, કૂતરા, ભુંડ, કાગડાઓ, સમડી, ગીધડા વગેરે પામર જાતિઓ, વિષ્ટા જેવી અપવિત્ર વસ્તુઓ શોધીને ખાય છે. ત્યારે અશ્વો, હરિણ, સસલા, હાથી, હંસ, પોપટ, પારેવાં વગેરે કેટલાક પ્રાણીઓ, પ્રેરણા કરે તો પણ અપવિત્ર વસ્તુને અડકતાં જ નથી. તેમ દીક્ષા પણ શૂરવીર પુરુષ માટે અશક્ય નથી. આપણે વિષય વીતરાગની આજ્ઞા પાળવાને છે. તેમાં ચાલતી વયરકુમારની કથામાં વચમાં, બાળદીક્ષાના પ્રમાણ માટે થોડું વિષયાંતર થયું છે. હવે વયરકુમારની વાત પુનઃ શરૂ થાય છે. મહાપુરુષ વયરકુમાર ગુરુ સાથે, અપ્રમત્ત ભાવે વિહારકરતા હતા. વિહારમાં સુધાતૃષાથી અને ચાલવાના પરિશ્રમથી થાકી જવા છતાં, મિત્રદેવની અતિપ્રમાણ ભકિતને પણ વશ થયા નહીં અને કેળાપાક, તથા ઘેબરની ભિક્ષા વહોરી નહીં. જેથી તુષ્ટમાન થયેલા દેવોએ, વયરકુમારને, આકાશગામિની વિદ્યા અને વૈક્રિય શરીર બનાવવાની લબ્ધિ આપી હતી. તથા વયરકુમારમુનિ પિતાના ગુરુની આજ્ઞા મેળવીને, દશપૂરવધર અને સોળમાં યુગપ્રધાનાચાર્ય ભદ્રગુપ્તસૂરિ મહારાજ પાસે રહીને, સૂત્રાર્થ તદુભય દશપૂર્વના જ્ઞાની થયા હતા, અને તેમની યોગ્યતાના પ્રતાપે આચાર્ય સિંહગિરિસૂરિ મહારાજે, તેમને આચાર્ય પદવી આપીને, પિતાના પટ્ટધર બનાવ્યા હતા. વાસ્વામી આચાર્યનું જ્ઞાન, વ્યાખ્યાનશક્તિ, યુવાનવય, દેવના જેવું રૂપ, કંઠનું માધુર્ય વગેરે ગુણોની, જગતમાં ઘણી જ ખ્યાતિ, ફેલાઈ હતી. એકવાર પાટલીપુત્ર શહેરમાં સાધ્વીજીને સમુદાય આવ્યું હતું, તેમની પાસે સામાયિક, પ્રતિકમણ, સ્વાધ્યાય, કરવા-સાંભળવા માટે ઘણો શ્રાવિકાવ આવતો હતો.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy