SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારનાં સુખમાં છુપાએલાં દુખેની સમજણ ૨૨૭ મૈથુન સંજ્ઞાને ભેગવટે, પુરુષ સંગને ક્ષણવાર સ્વાદ, આજ સ્વાદની પ્રેરણાથી, નારી જાતને પુરુષ જાતિની દાસી બનવું પડે છે. મહાસતી અંજનાની નાની કથા મહાસતી અંજનાદેવી (મહાવીર–મેક્ષગામી હનુમાનની માતા) પરણીને ૨૨ વર્ષ પતિને વિયેગ, પતિને સખત અનાદર, મીઠી વાણીને પણ અભાવ, ઓશિયાળું જીવન જીવ્યાં. બિકુલ સન્મુખદર્શન પણ નહીં. બાવીસ વર્ષ પછી માત્ર એક જ રાત્રમાં બેત્રણ કલાક પતિની પ્રસન્નતાનાં દર્શન થયાં. સતીની નિરાશાનો નાશ થયે. ગર્ભ રહ્યો. મહાપુરુષ ચરમશરીરી હનુમાન જેવા પુત્રની ગર્ભમાં પધરામણી થઈ. પવનજીનું આવાગમન. સાસુ-સસરાએ જાણ્યું નહિ. પવનજી ક્ષણવાર અંજનાના મહેલમાં રોકાયા. અંજનાસતીને બાવીસ વર્ષના વિયેગને અંત આવ્યો. અને પવનજી અંજનાસતીને ક્ષણવાર માત્ર વિષય ભેગને આનંદ આપીને વિમાન માર્ગો પરદેશ ચાલ્યા ગયા. ચાલતાં પવનજી પોતાની નામાંકિત વીંટી પણ, નિશાની રાખવા આપી ગયા. હું બેચાર માસમાં પાછા આવી જઈશ, તેવો વિશ્વાસ પણ આપતા ગયા. અંજનાની દાસીઓને પવનજી આવ્યા અને ગયાના ખબર હતા. ભવિતવ્યતા બલવતી છે. પવનજીને અણધાર્યો વખત લાગે. અહીં મહાસતી– અંજનાદેવીને, ગર્ભનાં ચિન્હો શરૂ થયાં. સખીઓ અને દાસીઓએ પવનજીના આગમનની જાહેરાત કરી. પરંતુ સાસુ કેતુમતીએ આ વાત સાચી માની જ નહિ. મારે પુત્ર બાવીસ વર્ષથી સામું જોતો જ નથી, તે આવ્યાની વાત જ કેમ મનાય? ઉત્તરોત્તર ગર્ભની વૃદ્ધિ, કુલટા દેષને આરોગ્ય અને રાજભુવન છોડી જવાને હકમ. આખા નગરમાં હાહાકાર, પ્રધાન અને અને પ્રજા વગે અંજના સતીને પક્ષ કર્યો. પરંતુ ભયંકર કર્મોદય પાસે બધું વ્યર્થ. એક જ સખી વસંતતિલકા સાથે, વનવાસ જવા માટે, કેતુમતી સાસુએ રથમાં બેસાડી. અંજના સતીને, સગર્ભાને કાઢી મૂકી. સારથીએ વનમાં લાવીને, સાસુના હુકમથી, અંજનાને, રથમાંથી ઉતારી મૂકયાં. ખાવાપીવા માટે ભાતું પણ નહીં. અણવાણા પગે વનમાં ભ્રમણ કરતાં, પિતાના શહેરમાં ગયા. વસંતતિલકાએ પહેલા જઈ, અંજનાની દશાનું વર્ણન કર્યું. સાસુનું અપમાન સંભળાવ્યું. અને અંજના સતીના અશુભેદયની પ્રેરણાથી માતાપિતાએ પણ અંજના દેવીને દોષયુકત સમજીને પોતાની પાસે આવવાને પણ ચેખો નકાર સંભળાવ્યો. હવે તે ઉપર આકાશ, નીચે પૃથ્વી; ક્યાં જવું, શું કરવું ? બધા જ રક્ષકો વિરોધી થઈ ગયા છે. ગામેગામ સાસુ-સસરાના માણસો પહોંચી ગયા હતા. અંજના કુલટા છે, અસતી છે, અનાચારણી છે; કોઈએ આશ્રય આપે નહીં.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy