SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સુનંદાશ્રાવિકાના વિચારેનું પરિવર્તન શરૂ થાય છે. ૨૧૩ ઠીક લાગે તેમ, તે તે માણસો વાત કરવા લાગ્યા. આ રૂપાળે દેવકુમાર જે, છમાસની વયને બાળક, સાધુઓને આપી દેતાં એ માતાને જીવ કેમ ચાલ્યો હશે? કઈ કહે છે: ભાઈ, જગતમાં ધર્મ તો ઘણા છે. હતા, અને હશે. પરંતુ જેન ધર્મને ધન્યવાદ આપીએ તેટલા ઓછા ગણાય! આજે કૈક પૈસા વિના સીદાય છે, કેઈને પૈસા હોય પરંતુ રૂપસુંદરી પત્ની ન હોય તો પણ લોકો હૈયાં બાળ્યા જ કરે છે. ત્યારે ધનગિરિને ધન્યવાદ, જેણે લાખની મિલકત; ઈન્દ્રાણજેવી પત્ની, અને દેવકુમારજે દીકરે બધું તણખલાની માફક ત્યાગ કરી દીક્ષા લીધી. વળી ધન્યાગરિની પત્ની સુનંદાને તો હજાર ધન્યવાદ, કે જેણે ઘેર મહોત્સવ આદરી પતિને દીક્ષા અપાવી, અને છમાસને ચંદ્ર જેવો તેજસ્વી દીકરે પણ વહોરાવી દીધે, પતિ–પુત્ર કે દીકરા, દીક્ષા લેવા જાયા ઘર-ઘરણી ધનને ત્યજે, ઘન્ય માય ને તાય.” પ્રાયઃ આવા બનાવો જૈનશાસન સીવાય બીજે જોવા મળવા દુર્લભ છે. ત્યાર પછી તરત જ આચાર્ય ભગવાન સિંહગિરિસૂરિમહારાજ, સાધ્વીજીના ઉપાશ્રયમાં, બાલક-વજકુમારની સુંદર વ્યવસ્થા ગોઠવીને, વિહાર કરી ગયા. સાધ્વીજી મહારાજે પણ અવારનવાર વિહાર કરવાથી, બદલાતાં રહેવા છતાં પણ, બાળક વજકુમારની સાચવણની બરાબર દેખરેખ રહેતી હતી. અહીં ને શ્રાવિકા વર્ગ, બાળકની બધી લાલનપાલનની વ્યવસ્થા, જાળવતો હોવા છતાં. આળકની માતા સનંદાદેવી પણ, પિતાના લાડકવાયા પુત્રની હંમેશ અને વારંવાર ખબર લેતાં હતાં. સ્તનપાન કરાવી જતાં હતાં, વો પહેરાવવાં, બદલવાં, ક્ષાલન કરવું, બાળકને સ્નાન કરાવવું વગેરે જરૂરી બધી બાબતમાં પોતે જાતે લાભ લેતાં હતાં. કેટલોક કાળ, ગુરુને અર્પણ કરેલ હોવાથી, ગુરુભક્તિ અને પુત્ર વાત્સલ્યનો, ભેળસેળ સેવા-સત્કાર ચાલુ રહ્યો, પરંતુ દિવસો જતાં, બાળકનું કેવળ પ્રસન્ન મુખ વારંવાર જોવાથી, અને આખો દિવસની જગ્યાએ, ક્ષણવાર પણ દનને સર્વથા અભાવ દેખવાથી, સુનંદાદેવીના ગુરુભકિતના વિચારેએ, વિદાય લેવા માંડી. અને પુત્ર વાત્સલ્યના પ્રેમનો જમાવટ શરૂ થયો. ભલભલા યોગીશ્વરને પણ, આવા દેવકુમાર જેવા બાળકને દેખવાથી, લાગણી પ્રકટ્યા વિના રહેતી નથી. તે પછી આતે જન્મ આપનારી ખુદ માતા જ છે અને તે પણ એકના એક દીકરાની જનેતા છે. એને પોતાના બાળક માટે આકર્ષણ થયા વિના કેમ રહે? સુનંદાદેવી ઘેર આવી હંમેશા વિચાર કરે છે. મેં કેટલી ઉતાવળ કરી છે? મેં મોટી ભૂલ કરી છે. જેને હજારો બાળકે ભેગા કરીએ તો પણ જોટો ન મળે. આ પિતાને
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy