SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વયરકુમારની માતાની સખીઓને વાર્તાલાપ - ૨૭૭ ત્રીજી સહિયર એ સુનંદા ભોળી, પતિને રજા આપી દીધી, મારા જેવી તે એમ તુરત હા પાડે જ નહીં ને? વળી કઈ ચોથીઃ તમે બધાં બિનજરૂરી મગજમારી કરે છે. અમારે ધનગિરિ તો પરણવા જ તૈયાર હતું નહીં ને. આ તો સુનંદાનાં મોટાં ભાગ્ય હશે કે આ પતિ અને પુત્ર પામી શકી. એટલે તેને દીક્ષા લેતાં અટકાવવા પ્રયાસ નથી થયા એમ નથી. પરંતુ ધનગિરિના વૈરાગ્યને કેઈ અટકાવી શકે તેમ હતું જ નહીં. - આ પ્રમાણેના સુનંદાની સખીઓના, અને નજીકના કુટુંબની સ્ત્રીઓના, વાર્તાલાપમાં પિતાની દીક્ષાની વાત થતી હોવાથી, સુનંદાને-સુરતને જન્મેલ બાળક રસપૂર્વક સાંભળતો હતો, અને મુખને મરકાવતો હતો. એક સખી બીજી પ્રત્યે? જુઓ જુઓ આ નંદકિશોર બાપની દીક્ષાની વાત સાંભળી કેટલો રાજી થાય છે. બીજી બાળા ભાઈ એ “બાપ એવા બેટા” એતો કહેવત જ છેને? પ્રશ્ન : શું આ બાળકને પિતાના પિતાની દીક્ષા લીધાના, સખીઓના વાર્તાલાપને, સમજવા જેટલી સંજ્ઞા હોઈ શકે ખરી? ઉત્તર : પ્રાણીમાત્રમાં વધુ ઓછા પ્રમાણમાં જ્ઞાન જરૂર હોય છે જ. અને તે જ કારણથી વીસમા જિનેશ્વર મુનિસુવ્રતસ્વામીની દેશના પામીને અશ્વ પ્રતિબંધ પામે હતું. શ્રી પાર્શ્વનાથસ્વામીના દર્શન, અને સેવક મુખથી નમસ્કાર મહામંત્ર, સાંભળી, કમઠના કુંડમાં બળત સર્પ, ધરણેન્દ્ર થયો છે. ભગવાન મહાવીર દેવને છક્વસ્થ સમાગમ પામેલે, ગુડ્ઝ ઇતિયા (માત્ર આટલું વાકય સાંભળી) ચંડ કૌષિકસર્પ આઠમાં સ્વર્ગમાં દેવ થયા છે. જિનદાસ-સાધુદાસી-શ્રાવક-શ્રાવિકાના, બે વાછડા ધર્મ સાંભળી, નમસ્કાર મહામંત્ર સાંભળી, કંબલ ને બલ દેવ થયા છે. પદ્મરુચ શ્રાવકના મુખથી, નમસ્કાર મહામંત્ર સાંભળી, બળદ-મટી રાજકુમાર થયા હતા. વીતરાગ શાસનમાં આવા ઈતિહાસ ઘણું મળે છે. ત્યારે આ સુનંદાદેવીને લઘુ બાળક તે, દેવગતિથી, ગૌતમસ્વામી પાસે, અષ્ટાપદતીર્થ ઉપર ધર્મ પામીને, અહીં જન્મેલ હોવાથી, તેની પ્રજ્ઞા તેજસ્વી હોય, તે સ્વાભાવિક છે. બાળક, માતાની સખીઓનાં વાક્યોથી; અવારનવાર પિતાની દીક્ષાનાં વર્ણને સાંભળીને સાવધાન થતો હતો. વારંવાર દીક્ષાના વર્ણન દ્વારા તેને આનંદ આવતું હતું. અને વારંવાર દિક્ષાના વર્ણને સાંભળવાથી જાતિસ્મરણજ્ઞાન થયું. અને અષ્ટાપદ મહાતીર્થ ઉપરનું, ગૌતમ સ્વામીના વ્યાખ્યાનનું સ્મરણ તાજ થયું. ચારિત્ર લેવાના વિચારે પ્રકટ થયા. પરંતુ માતાને અપ્રમાણ રાગ છે. મારા પિતા તે સાધુ થયા છે. તે દશ્ય તો હજીક મારી માતાના ચિત્તમાં તાજુ છે. પિતાજીના ચાલ્યા
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy