________________
૨૦૦
જિનેશ્વદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બનાવવા વરમાળા પહેરાવી છે. પતિને વશ કરતાં ન આવડે, તેવી બાળાઓ ભલે ગભરાય. મને જરા પણ ભય નથી કે મારા સ્વામી જતા રહેશે. ધનગિરિજીને ઉત્તર :
ચાર ગતિ સંસારનાં, દુઃખ જેને સમજાય ! ખાન-પાન–રંગરાગમાં, તેવા કેમ ફસાય.” ૧૫
સુબાહુ–મેઘકુમારને, થાવસ્થા સુત જાણુ અનેક પત્ની છોડીને પામ્યા સંજમઠાણ.” પારા “કાકંદી ધન્ને મુનિ, શાલિ ધન્ય કુમાર ! અનેક નારી ત્યાગીને, પામ્યા સંજમ ભાર, ” પણ “સનકુમાર ચક્રીશ્વર, બહુ નારી ભરથાર ! છ ખંડત્રદ્ધિ ત્યાગીને, ક્ષણમાં થયા અણગાર, ૮
ક્યવને સભાગિઓ, સુખિયામાં શિરદાર ! નારી–ધન-પરિવારને, ત્યાગી થયા અણગાર.” પાપા “યુગબાહુ – પુરંદરે, કીર્તિધર નરરાયા રાજ્ય–રમા–રમણી ત્યજી, મહાસંયમધર થાય.”
કરકંડુ-નમિ રાજવી, પ્રસન્નચંદ્ર નરરાય ? રસા–રમા-સુત-નારને, છોડી થયા અણગાર.” પળા
સુનંદાદેવીને હાવભાવ, વિકારી વાક્યો અને આકર્ષણો, ઉપર મુજબના મહાપુરુષના જીવન અને સંસાર ત્યાગનાં વર્ણને વિચારનાર ધનગિરિજીના ચિત્તને ફસાવનારાં થયાં નહીં.
લગ્ન પછીના છેડા જ સમયમાં, અષ્ટાપદ મહાતીર્થ ઉપર, ભગવાન ગૌતમસ્વામીનાં વચનામૃત સાંભળી, પ્રતિબોધ પામેલે, તિર્યગજભગદેવને આત્મા, આયુષ પૂર્ણ કરીને, મહાસતી સુનંદાદેવીની કુક્ષિશુક્તિમાં, મહા મૌક્તિકની માફક ઉત્પન્ન થયે. અને સુનંદાદેવીને, ઉત્તમ પુરુષના જન્મને સૂચવનાર સ્વપ્નનું દર્શન થયું. અને અતિવર્ષ અને નમ્રતાપૂર્વક પતિને નિવેદન કર્યું.
કીતિધર રાજાની પેઠે ધનગિરિજી પણ, અવસરની વાટ જોતા જ હોવાથી, સંયમ લેવાની ઈચ્છા નક્કી કરીને, પત્નીને જણાવ્યું કે, દેવી તમને ખબર તે હતી જ કે,