SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ દત્તરાજા અને કાલકસૂરિમહારાજ તથા કાલકાચા ના સમય ૧૯૩ પાપાનુબંધી પુણ્યના ઉદયથી, રાજકીય માણસાની મિત્રાઈ વધવા લાગી. ઘેાડે થાડે આગળ વધી રાજાના પ્રધાન બન્યો. અને વિશ્વાસઘાતથી રાજાને ફસાવવા પ્રધાનમડળને, પેાતાને વશ કરીને, રાજાને કેદ કરીને, પોતે રાજા થયો. પછી તા દત્તના અનાચારાએ મર્યાદા વટાવી દીધી. માંસાહાર, માદરાપાન, શીકાર, વેશ્યા, પરસ્ત્રીગમનાદિ, રાજના સામાન્ય કા બની ગયાં હતાં. તથા જેમાં બકરાં, ઘેટાં, પાડાએ વિગેરેના નાશ કરી માંસના હવન થાય છે. તેવા યજ્ઞા શરૂ કરાવ્યા. ધમી લેાકેાને ત્રાસ અને અધમી માણસા આગળ આવવા લાગ્યા. દત્ત રાજાના પાપાચારોનું સામ્રાજ્ય જામી ગયું. આચાર્ય ભગવાન કાલકસૂરિ મહારાજ પણ વિહાર કરતા તુરમણી નગરીના પરિસરમાં પધાર્યા. મામાના સગપણથી દત્ત રાજા આચાર્ય ભગવાનને મળવા ગયો. અને પોતાની નાસ્તિકતાનુ પ્રદર્શન થાય તેવા ઘણા પ્રશ્નો પુછ્યા. આચાર્ય ભગવંતે સિદ્ધાન્ત અને યુક્તિઓ વડે, બધા પ્રશ્નોના ઉત્તરો આપી દત્તને ખેલતા બંધ કર્યો. દત્તના છેલ્લા પ્રશ્નો: યજ્ઞો કરવા કરાવવાનુ લ શું ? ઉત્તર : બીજા પ્રાણીઓને મારી નાખવાથી મહા પાપ થાય છે. યજ્ઞામાં સેકડા હજારા પ્રાણીઓને હેામવામાં આવતા હેાવાથી યજ્ઞનું ફળ પણ નરક જ સમજવું. દત્તના પ્રશ્ન : હું મરણ પામીને કયાં કઈ ગતિમાં ઉપજીશ ? આચાર્ય ભગવાનના ઉત્તર : તું મરીને નરકમાં જવાના છે. અને આજથી સાતમે દવસે મરીશ. દ્વત્તના પ્રશ્ન : તમે મરીને કયાં જસે ? ઉત્તર : અમે નિમલ ચારિત્ર પાલીને સ્વગમાં જઈશુ. પ્રશ્ન : મારા મરણને સૂચવનારી નિશાની હેાય તે બતાવા ? ઉત્તર : તારા મરણના દવસે સવારમાં તારા મુખમાં વિષ્ટા પડે તેા તું જાણજે આજે જ મારું મરણ નકકી થશે. આચાર્ય ભગવાનના ભવિષ્ય વર્ણનને સાંભલવા છતાં, પોતાના ગવ માં મુસ્તાક અનેલા દત્તને છ દિવસો ગયા. પરંતુ ભ્રમણાથી સાત દિવસેા ગયાના ખ્યાલ આવવાથી, વહેલી પ્રભાતે ઘેાડા ઉપર ફરવા જતાં, રસ્તા ઉપર કોઈ માગવાને, વિષ્ટાવિસર્જન કરેલી હતી, તેમાં ઘેાડાના પગ પડયા. ભવિતવ્યતાથી વિષ્ટા ઉછળીને રાજાના મુખમાં પડી. તેથી ૨૫
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy