________________
સ્થૂલભદ્ર સ્વામી સાથે સરસાઈ કરનાર સિંહ ગુહાવાસી સાધુ
૧૯૯
વેશ્યા : મહાશય ! નેપાલ દેશનો રાજા મહાદાની છે. પ્રત્યેક જૈન ભિક્ષુકને રત્નકામલનું દાન કરે છે. તેને વેચવાથી, એક લાખ દ્રવ્ય આવશે. તે લઈ આવશે તે તમારી ઈચ્છા પૂરી થશે.
મુનિ ઃ હમણાં ચામાસુ છે, વરસાદ ચાલુ છે, જમીન, પાણી અને વનસ્પતિમય અની ગઈ છે. તેથી જૈન મુનિથી કેમ જવાય ? વેશ્યા કહે છે મારી સાથેના ભાગની ઈચ્છા હોય તા બીજી બીજી વાતા જવા દો.
મુનિ : વર્ષાઋતુમાં મુસાફરી કરવાથી છકાયની વિરાધના અને જિંદગીનું મોટું જોખમ ગણાય.
વેશ્યા : કામભોગના અથી માણસાને મરવાના પણ ભય હોતા નથી. પૈસા લાવે અથવા આ સ્થાનેથી રવાના થાએ. વેશ્યાના વચના સાંભળીને વિકારને વશ અનેલા સાધુ, નેપાલ તરફ ઉપડ્યા. હજારા દુ:ખા, ક્ષુધા, તૃષા, નદીઓ, પહાડાનાં આક્રમણા ભાગવી, નેપાળ જઈ કામળ લઈ આવ્યા. અને કામળ વેશ્યાને આપી.
સાધુના દેખતાં વેશ્યા સ્નાન કરવા બેઠી. અને સ્નાન કરીને, તેજ રત્નકામળ વડે શરીરને લુછીને ખાળમાં ગારામાં ફેંકી દીધી. સાધુમહારાજહાં હાં, આવી મુસીખતે, હજારા સંકટો વેઠીને, લાવેલી રત્ન જેવી કામળની આવી દશા, કાંઈ અક્કલ છે કે નહીં ? રત્નકામળને કાદવમાં ફેંકાય ?
વેશ્યા : મહાશય ! તમે કેટલાય વર્ષોથી ચારિત્ર પાળીને, મેાટા મોટા તપ અને અભિગ્રહા આચરીને, સાચવેલાં સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્ર રૂપ મહામૂલ્ય રત્નાને કાદવ કરતાં પણ અપવિત્ર, મારા શરીરના સ્પરૂપ કાઢવમાં, નાખવા તૈયાર થયા છે. ચામાસામાં પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનેાકચ્ચરઘાણ વાળનાર હજારો માઈલની મુસાફરી કરનાર, એવા તમારી અક્કલ ખેાવાઈ ગઈ છે કે, મારી આવી રત્નકામલે તે મારા જેવી વેશ્યાએ પાસે પણ ઘણી છે. સુલભ છે, પરંતુ શ્રીવીતરાગદેવાની રત્નત્રયી જ દુ`ભ છે. તે રત્નત્રયીને તમે મારા શરીરના સમાગમ રૂપ કાદવમાં ફૂંકવા તૈયાર થયા છે. તે શું ? અક્કલનું દેવાળુ નથી? વેશ્યાનાં વેધક વચનાની સાધુ ઉપર ખૂબ અસર થઈ ગઈ. પછી તા કેાશા વેચાએ, સાધુને સ્થિર કરવા ખૂબ ઉપદેશ આપ્યા.
અને કહ્યું મહાશય ! તમે સ્થૂલભદ્રસ્વામીની ઈર્ષાથી જ અહીં આવ્યા હશે, પરંતુ લાંબે વિચાર કરશેા તા સમજાશે કે, સમુદ્ર અને ખાયેાચિયા જેટલા, ગરુડ અને કબૂતર જેટલેા, શેષનાગ અને ચકલુંડી (આંધળા સપ) જેટલેા, સૂર્ય અને ખદ્યોત જેટલા, સ્થૂલભદ્રસ્વામી અને તમારામાં અંતર છે. કારણ કે—