________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
૧૨૪
રાજા રા'ખેંગારને આજની ખેપ, ભૂખ ને તરસ પણ સુખ-દુઃખનું ભાન કરાવવા પર્યાપ્ત હતું. અને ગઢવીનાં, મીઠાં મધુર વાક્યોએ પણ ખૂબ અસર કરી. રાજાએ જિંદગી પર્યત શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. ગઢવીને મોટું ઈનામ પણ આપ્યું. ગઢવીએ માર્ગ બતાવ્યો. સાથીદારે પણ મળી ગયા; રાજા આપત્તિ અને પાપ બન્નેથી મુક્ત થયો.
આવા સંતપુરુષેનાં વાક્યોમાં પણ અભયદાન હોય છે. ત્યારે શ્રી જિનેશ્વરપરમાત્માએ તે અમારા આખા જગતના પ્રાણીમાત્રને, અભયદાન આપનારા, માર્ગ બતાવનારા, ભલું જ ઈચ્છનારા, વાંચનાર–સાંભળનારને સર્વકાળ સુધરી જાય તેવું, જ્ઞાન પીરસનાર હોવાથી, વીતરાગની આજ્ઞા. સેવા કરતાં અનેકગુણ લાભ આપે તેમાં આશ્ચર્ય નથી જ.
પ્રશ્ન : જેમનામાં રાગદ્વેષ ન હોય, તેવા વિતરાગી પુરુષની આજ્ઞા માનવાથી શું લાભ? કારણ કે તેઓ કેઈને આશીર્વાદ આપતા નથી.
ઉત્તર : “સંતવચન વસુધા સુધા.”
અર્થ: સાધુ પુરુષોનાં વચને આ પૃથ્વીતલ ઉપરનું અમૃત છે. જેમ અમૃતપાન કરવાથી રોગોને નાશ થાય છે, અને હવે પછી કયારે પણ રેગ થતા નથી, તેમ સંત પુરુષનાં વચનામૃત સાંભળનારના રોગ માત્ર નાશ પામે છે. અમૃતલેશલહે એકવારગ નહીં ફરી અંગ મેગાર
જ્યારે પરમાત્મા તીર્થંકર દેનાં પ્રત્યેક વચને, જગતના પ્રાણીમાત્રને બચાવનારા ઉન્માર્ગ છેડાવનારાં, અનર્થ કરતા અટકાવનારું, ઉત્તરોત્તર સુખનાં સ્થાનમાં લઈ જનારાં હોય છે.
જેમ મહારગીને સિદ્ધહસ્ત વૈદ્યનાં વા સાંભળવા, વિચારવા અને આચરવાથી, રેગ મુક્ત બનાવે છે, તથા ભયંકર અટવીમાં માર્ગ ભૂલેલા માણસને, અનુભવી ભોમીઓમાર્ગ બતાવનાર મળી જાય તે, સન્માર્ગની સહાયથી, નિર્ભય પિતાના સ્થાન પર પહોંચી જવાય છે. તથા હજારે સિંહ-વાઘ-દીપડા-ચિત્તા વગેરે ક્રૂર પ્રાણીગણથી ભરેલી અટવીમાં, કઈ સસલા–હરણિયા જેવા પ્રાણીઓને પણ મહારથીનું રક્ષણ નિર્ભય બનાવે છે.
તે પ્રમાણે ભગવાન તીર્થંકર પરમાત્માઓ, સંસારના સર્વ રોગોથી પ્રાણીમાત્રને બચાવે છે. સંસાર અટવીમાં અનંતકાળથી ભૂલા પડેલા; માટેજ ભટકી રહેલા તથા વારંવાર પણ અને નરકના ભામાં, કડવા અનુભવો થવા છતાં માર્ગ નહીં પામેલાઓને શુદ્ધ માર્ગ બતાવે છે. અને અનંત સુખના ધામ મોક્ષનગરમાં પહોંચાડે છે. તેમ જ આ સંસાર રૂપ અટવીમાં, હરિણ અને સસલા જેવા ચાર ગતિના જીવને જન્મરોગ-શક-વિયેગ-જરામરણ રૂ૫ શિકારી પ્રાણીઓના ભયથી બચવા માટે શ્રી અરિહંત પરમાત્માનું શરણ મહારથીના જેવું છે.