SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ વળી એક વચન રચનાથી રક્ષણ મેળવનાર એક રેર (ગરીબ)ની કથા લખાય છે. એક મોટા નગરમાં એક ચિંથરેહાલ ભિક્ષુક વસતો હતો. પ્રાણીને, બધા પાપોમાં , અંતરાય પાપકર્મ પણ મહાભયંકર છે. જો કે જ્ઞાનાવી , દર્શનાવર્ગીય મેહનીય અને અંતરાય આ પીસ્તાલીશ ધાતિકર્મની પ્રકૃતિ, એકએકથી અધિકાધિક દુઃખકાયક હોવા છતાં પણ અંતરાયને ઉદય આત્માને મહાપરિતાપનું કારણે થાય છે. પ્રશ્ન : આ અંતરાય કર્મ કેવી રીતે અને શું કરનારને બંધાય છે? ઉત્તર : શ્રીવીતરાગ શાસન જેણે જોયું નથી, સમજાયું નથી, આદર થયે નથી, જ્ઞાની ગુરુને સમાગમ થયો નથી, સર્વગુણોની ખાણી શ્રીવીતરાગદેવની વાણી સાંભળી નથી તેવા સંસારી જીવને હિંસાદિ અઢારે પાપ થયા જ કરે છે. બધી મતિઓ કેવળ પાપોથી જ તરબોળ ભરી છે. બધા જ સ્થાને પ્રાયઃ પરાપાયથી જ ભરેલાં છે. એટલે અનેક ઈવેને દુઃખ આપનાર આત્મા સુખ કેમ પામી શકે ? પશગતિમાં મોટા ભાગનાં પ્રાણીઓમાં બળવાન નિર્બળને ઘાતક છે. બીજા જીવને મારીને ખાઈ જવા તેમાં જ તેની પ્રવતી છે. મનુષ્ય પણ (ગુગલિક ક્ષેત્રના યુગલિયાઓ સિવાય) અનાર્યો હિંસા વિના રહી શકતા નથી. દેવે પણ પરમાધામીઓ જેવા પિતે હિંસા કરે છે. બીજાઓને કરવા પ્રેરણ કરે છે. રાક્ષને પણ માણસોને માંસ ખાવાં ગમે છે. “નારક પશુ ને માનવી, હલકા દેવ બધાયા હિંસામય વાપરથી બધું પુણ્ય ખરચાય.” ૧ “મનમાં હિંસા ચિંતવે મુખ હિંસા બેલાય કાયાથી હિંસા કરી, ચેતન બહુ ફુલાય.” ૨ “સ્વયં કરે શ્રવણે સુણે, નજરે પણ દેખાયા મરતા પ્રાણી તરફડે, પાપી દયા નવ થાય.” ૩ અનંતકાળથી છવડા, ભવમાં જે અથડાય દુઃખ અનંતાં ભગવે હિંસાને જ પસાય.” ૪ આમિષને વિક્રય કરે, આમિષ પોતે ખાયા માંસાહાર વખાણુતા, હિંસક સર્વ ગણાય.” ૫ “પ્રાણ હણી પર જીવના, ચેતન બહુ હરખાયા લાખ જીવ વિનાશીને ઘર નરકમાં જાય.” ૬
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy