________________
“હુશીયાર વિદ્યાર્થી (અર્જુન કર્ણ જેવાને) ને પણ, ઉપાધ્યાય, પ્રીન્સીપાળની, આજ્ઞા માનવી પડે છે “હુશીયાર સૈનિકોને સેનાપતિની આજ્ઞા માન્ય રાખવી પડે છે.” હુશીયાર ગુમાસ્તા, મુર્ખશેઠની પણ આજ્ઞા પાળે છે. પાળવી પડે છે.”
મહાસતી નારી, પોતાના સ્વામીની, આજ્ઞાને જ પોતાનું સર્વસ્વ સમજે છે.” “સમુદ્રના મુસાફરો નાવિકની આજ્ઞા પ્રમાણે જ આચરણ કરે છે. બેસે છે.”
આવા બધા પ્રકારો માણસને પોતાની સલામતી માટે, અવશ્ય આદરવા પડે છે. પશુઓ પણ પોતાના હિતાહિતને સમજી માલિકને અનુસરે છે. બકરા, ઘેટાં, ગાયો, ભેંસનાં ટોળાં માલિકની પછવાડે ચાલે છે. તે ચલાવે તેમ ચાલે છે. અહીં પોતાના ભલાનું ભાન સમજાય છે.
તેવી જ રીતે જગતના એકાન્ત ઉપકારી અને બદલે લીધા વગર, જગતનું એકાન્ત ભલું કરનારા શ્રીજિનેશ્વરદેવ વીતરાગની, આજ્ઞા, આત્મામાં આવે તો, તે આત્મા સાચી માણસાઈ પામે, તેમાં આશ્ચર્ય શું? કારણ કે તેઓનાં, રાગ દ્વેષ અને અજ્ઞાનતા નાશ પામી ગયાં હોવાથી, તેઓ ભૂલતા જ નથી. માટે જ તેમના બતાવેલા માર્ગે ચાલનારો આત્મા ભૂલે પડતો નથી. કહયું છે કે :
अणुवकयपराणुग्गहपरायणा, जं जिणा जगप्पवरा । जियरागदोसमोहा य नन्नहा वायिणो तेण ॥१॥
અર્થ : જગતના બધા ઉપકારી, આગળપાછળ બદલાની આશા રાખે છે. કોઈ યશ માટે, પુણ્ય માટે, ભવિષ્યની સહાય માટે, છેવટ નિર્જરા માટે, પણ ઉપકાર કરે છે. જ્યારે જિનેશ્વરદે, કૃતકૃત્ય થયેલા હોવાથી, ઉપકાર પ્રત્યુપકાર, કશું લેવાની જરૂરિયાત વગર કેવળ જગતના જીવોના ઉપકાર માટે જ જિનનામ કમ ભેગવે છે.
પ્રશ્ન : સૂરિપંગ, વાચકવરો, અને મુનિવરોના ઉપકારમાં, પ્રત્યુપકાર લેવાનો આશય હોય ખરો ?
ઉત્તર : ત્રીજા, ચોથા, પાંચમાં પદે, બીરાજેલા પરમેષ્ઠિભગવંતે, ઉપકારની ઈચ્છાવાળા હોય જ નહિ. પરંતુ તે મહાપુરુષોને સંવર નિર્જરા, અને કવચિત પુણ્યબંધ થાય છે. થવાનું હોય છે. જ્યારે તીર્થંકરદેવે તે કૃતકૃત્ય થયેલા હોવાથી, કેવળ ઉપકાર માટે જ, જિનનમિ પુણ્ય ખપાવે છે. તેમને પુણ્ય-સંવર–નિર્જરાની પણ જરૂર નથી.
માટે જ તેમના આઠ મહાપ્રાતિહાર્ય ચેત્રીસ મહાઅતિશયો પાંત્રીસવાણીના ગુણો વિગેરે બધી જ બાહ્યસામગ્રી જગતના જીવોને ધર્મ પમાડવા માટે જ આવી હોય છે.
પ્રશ્નઃ આ જગતના બીજા બીજા ધર્મપ્રવર્તકો પણ પરોપકાર કરવા માટે જ જન્મધારણ કરે છે. આમ જે કહેવાય છે તે પણ સાચું ખરુંને. તેઓ કહે છે કેशानिनो धर्मतीर्थस्य कर्तारःपरमपदं । गत्वाऽगच्छन्ति भूयोपि भवं तीर्थनिकारतः ॥ १ ॥
અર્થ : ધર્મ તીર્થનાકર્તા સ્થાપક એવા જ્ઞાની પુરુષ. મેક્ષમાં ગયા પછી પણ, જગતમાં અંધાધુંધી ફેલાય છે. અસરોના ત્રાસ વધી પડે છે. ત્યારે પાછા સંસારમાં અવતાર લે છે અને પાપીઓને નાશ કરીને પાછા મેક્ષમાં ચાલ્યા જાય છે. આ વાતથી તે બધા મહાપુરુષે પણ જગતના અજોડ ઉપકારી ખરા કે નહીં?