SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ક્રિયા પછી તેને અવશ્ય સ્નાન કરવું જ પડે. આવી વિધિમાં કેટલેક કાળ ગ. માતા ગમતી બહુ બુદ્ધિમતી હોવાથી તેણીનું ચિત્ત આવા ગાંડા આચરણ માટે ડંખ્યા કરતું હતું. કોઈ કોઈ વાર સખત શરદીમાં વહાલા પુત્ર ગોવિંદને, સ્નાન ન કરવા સમજાવતી હતી. પરંતુ ગોવિંદને ગમતું નહીં. ઉલટું વધારે પાણી ઢોળાતું હતું. એક વાર ગોવિંદ તીર્થયાત્રાએ જવાનું હતું ત્યાં પણ ગંગા, યમુના, સરસ્વતી, સયૂ, ગોદાવરી વગેરે સ્નાનનાં તીર્થો આવવાનાં હતાં. તેથી જતી વખતે માતાએ ગોવિંદને અડધે શેર જેટલાં, કડવી તુંબડીનાં બીજ આપ્યાં અને ભલામણ કરી કે, બધાં તીર્થોમાં આ બીજને પણ સ્નાન કરાવજે. પછી સૂકવજે. બધાં બીજ પાછાં ઘેર લેતો આવજે. તુંબડીનાં બીજ સાથે લેઈ, ગોવિંદભાઈ તીર્થોમાં પવિત્ર થવા રવાના થયા. ગોવિંદભાઈએ માતાના વચનનો પરમાર્થ વિચાર્યા વગર, બધા તીર્થોમાં, પિતે સ્નાન કર્યું અને કડવી તુંબડીનાં બીજ પણ, પલાળી સુકવ્યાં, અને પાછાં લાવી માતાને આપ્યાં. ગોવિંદે લાવીને આપેલાં કડવી તુંબડીનાં બીજ, ચોમાસુ આવતાં, વરસાદ વર્ષો પછી માતાએ ગોવિંદ પાસે પોતાના સારા ક્ષેત્રમાં વવરાવ્યાં. ઊગ્યાં, કુલ્યાં અને ફળ્યાં. પરંતુ ગેવિદભાઈ પરમારથ સમજ્યા નહીં. એક દિવસે કડવી તુંબડીનાં ફળ લાવી, માતાએ શાક બનાવી, ગોવિંદભાઈને જમવા પીરસ્યું. ગોવિંદભાઈ પણ, તીર્થમાં નહી આવેલા બીજેથી, પ્રકટેલા ફળનું શાક થયેલું, વળી અનેક સંસ્કાર પામેલું, (શાક) ભાણામાંથી મુખમાં પધરાવતાં, અપ્રમાણ હર્ષઘેલા થયા હતા. પરંતુ મુખમાં પિઠું અને પરીક્ષા કરવા રસનાબાઈ પાસે ગયું કે, ગોવિંદભાઈ એકદમ થૂ થૂ થૂ થૂ થૂ કરીને બધું શાક એકી નાખીને રાડ પાડીને બોલ્યા કે, આવું ઝેર જેવું કડવું શાક માડી, તે મને કેમ આપ્યું? માતા ગોમતી દીકરા આ તે તીર્થે જઈ આવેલા બીજની વાવણીમાંથી થયેલાં ફળનું શાક છે. શું આટલાં પવિત્ર તીર્થોમાં સ્નાન કરી આવેલાં બીજેમાં કડવાસ રહેતી હશે? રહી શકે! જે તીર્થ જળના સ્પર્શથી બીજની કડવાસ જતી નથી, તે પછી શરીરમાં રહેલા આત્માને મેલ શરીરને ધવાથી કેમ જાય? જુઓ ગીતામાં વિષ્ણુ ભગવાન શું કહે છે? आत्मा नदी, संयम तोय पूर्णा, सत्यावहा, शीलेतटा, दयोर्मी तत्राभिषेकं कुरू पाण्डुपुत्र ? न वारिणा शुद्धयति चान्तरात्मा ॥ અર્થ: હે અર્જુન! આપણા પિતાના આત્માને ગંગાનદી સમજ! નદી પણ ઈન્દ્રિય અને કષાયે ઉપર આવેલ અંકુશસંયમ તે રૂપ પાણીથી ભરેલી છે. દ્રવ્ય સત્ય
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy