SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા લેતી વખતે માતા પિતાની આજ્ઞા લેવી કે કેમ? : પ્ર. ૧લું - આ બનાવથી ગર્ભમાં રહેલા, અવધિજ્ઞાનવાળા પ્રભુજીને, માતાના રાગનું માપ ધ્યાનમાં આવ્યું. ગર્ભમાં પણ માતાને મારો વિયોગ અસહ્ય થાય છે. તે પછી જન્મ પછી તે માતાના રાગનું કહેવું જ શું? માટે મારે માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા લેવી નહીં. પ્રશ્ન : જ્યારે ભગવાન મહાવીર સ્વામી મહારાજે, માતાપિતા જીવતાં મારે સંયમ લે નહીં આ અભિગ્રહ લીધો હતો, તે પછી આજકાલ માતાપિતાની રજા વગર અથવા માતાપિતાને રડતાં મૂકી દીક્ષા લેવાય છે એ શું વ્યાજબી છે ? ઉત્તર : પ્રભુશ્રી મહાવીર દેવે અભિગ્રહ લીધે, તે તેમના પૂરતી એવી ભવિતવ્યતા જાણવી. કારણ કે બધા જિનેશ્વર દે માટે કે તેમના પરિવાર માટે એમ બન્યું નથી. જુઓ, પહેલા શ્રી ઋષભદેવ સ્વામીએ દીક્ષા લીધી ત્યારે, મરુદેવી માતા ખૂબ રડ્યાં છે. દીક્ષા પછી પણ એક હજાર વર્ષ સુધી પુત્રના વિયોગથી, રેઈને આંખો પણ બગાડી નાખી હતી. ભરત ચકી જેવા મહાપુરુષની દાદીમા હોવા છતાં, પુત્ર પ્રત્યેને રાગ તેમને ઘણે દુઃખદાયી હતે. છતાં ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીએ દીક્ષા લીધી હતી. નેમનાથ સ્વામી પ્રત્યે માતાપિતાને અને રાજુલકુમારીને, તેમ જ કૃષ્ણબલભદ્રાદિ લગભગ મોટા ભાગના કુટુંબને, રાગ હોવા છતાં “ભગવાન” પરણ્યા વિના પાછા વળ્યા, તેથી આખી દ્વારિકા નગરીમાં, કલાહલ મચી ગયો હતો. શિવાદેવીમાતા, પિતા સમુદ્રવિજય રાજવી, બધા ખૂબ રડ્યા હતા. છતાં તેમનાથ સ્વામીએ દીક્ષા લીધી હતી. પ્રશ્ન : આપણે તો પ્રભુશ્રી મહાવીર સ્વામીના તીર્થમાં છીએ ને? આપણે તે પ્રભુ કરે તેમ જ કરવું વ્યાજબી ગણાયને ? ઉત્તર : આ વાત બરાબર નથી. વડીલે કરે તેમ કરવાનું નથી. પરંતુ કહે તેમ કરવાનું જ હોય. જુઓ, સુમતિનાથ સ્વામીએ દીક્ષાના દિવસે પણ એકાસણું જ કર્યું હતું. તે શું તેમના તીર્થના મુનિરાજોએ એકાસણાથી વધારે તપ ન કરે? અને શ્રી ઋષભદેવ સ્વામીએ દીક્ષા લઈને ૧૩ માસ અને ૧૦ દિવસ ચૌવિહાર ઉપવાસ કર્યા હતા તે શું બધા મુનિરાજાએ આવડો મોટો તપ કરવો ? તેમ જ શ્રી મહાવીર-વર્ધમાન સ્વામીએ, ગૌતમાદિકને દીક્ષા આપી ત્યારે તેમની સાથે તેમના પરિવાર ભૂત ૪૪૦૦-ચુમ્માલીશ બ્રાહ્મણો વિદ્યાથી વયના હતા. બધાને પ્રભુજીએ તત્કાળ દીક્ષા આપી છે. કોઈને કહ્યું નથી કે તમારા માતાપિતા કે પરિવારની રજા લઈ આવો. આવા મોટા સમુદાયમાં, આઠથી વીસ સુધીની વયના પણ હશે ? પરણેલા પણ હશે? માતાપિતાવાળા પણ હશે? તેમના જનક-જનનીઓને ખબર પડવાથી ખૂબ રડ્યાં પણ હશે? પરંતુ પ્રભુજીએ પોતાના ગર્ભાવાસના અભિગ્રહને અમલ કરવા કેઈને સૂચના કરવાની ગંધ પણ નથી. આને અર્થ એ પણ નથી જ કે, પિતાના માતાપિતા, પત્ની કે બાળકોને, રખડતાં, રઝળતાં, ભૂખે મરતાં મૂકી દેવાં. અથવા જૈનશાસનની નિન્દા અવહેલના થાય
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy