SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ રામકુમારની ઉદાર ભાવના અને સત્યવાદી હરિશ્ચન્દ્ર રાજાનું દૃષ્ટાંત ૯૧ સત્યવાદી મહારાજા હરિશ્ચન્દ્ર તથા સતી શિરામણી તારામતી રાણી અને દેવ જેવા રૂપગુણના અંબાર પુત્ર રાહિતાશ્વ. તેપણુ કયથી રાજ્યપાટ ઋદ્ધિ-પરિવારથી ભ્રષ્ટ થયા. શત્રુઓનાજ દેશમાં, ભંગીને ઘેર નોકર થઈને રહ્યા. તારામતી રાણી, એક મહાનિર્દય, કટુભાષી, બ્રાહ્મણના ઘેર દાસી થઈ, બાર વર્ષ રહ્યાં. આ બધું રાજારાણીએ સાત્ત્વિક ભાવે સહન કર્યું. મહારાજા હરિશ્ચન્દ્ર ભંગીના નાકર બની સ્મશાનનું રક્ષણ કરે છે. તારામતી રાણી બ્રાહ્મણના ઘેર વાસણ માંજે છે. ઝાડુ કાઢે છે. તુચ્છમાં તુચ્છ નોકરડી જેવું બધું કામ, ત્રણ ખંડના ભૂપતિની પટ્ટરાણી—તારામતીદેવી આનંદપૂર્વક કરી રહી છે. એક દિવસ રાહિતાશ્વને વગડામાં ઘાસ લેવા મેાકલ્યા હતા. ત્યાં તેને કાળા નાગ કરડયા. પુત્ર રાહિતાશ્વ દોડતા માતા પાસે પહેાંચ્યા, પરંતુ વિષનો વેગ વધી જતાં, રાહિતાશ્વ ચેષ્ટારહિત શમ–મડદુ થઈ ગયા. દેવી તારામતી પાતાના શેઠ બ્રાહ્મણને કહે છે, ભાઈ! બાળકના વિષાવેગને મટાડવાના ઉપાયેા કરાયા. મારો એકનો એક પુત્ર ઘણા વહાલા છે. તેના વિના હું જીવી શકીશ નહીં. કાંઈ મણ–મત્રના ઉપાય કરાવા, અમે આપના શરણે રહ્યા છીએ. રાણીનાં વચનો સાંભળી નિર્દય બ્રાહ્મણે સતીનાં વચનોનો વચનથી પણ સત્કાર ન કર્યાં. પરંતુ આઘાત થાય તેવાં વચનો સંભળાવ્યાં. પુત્ર મરણ પામ્યા. રામાદ્રકુમાર પોતાનાં માતાજીને કહે છે, માજી! આ સાત્વિક પુરૂષોની ત્રિપુટીએ, આવી મહાન આપતૢ ખાર વર્ષે ભાગવી. આ સર્પદ ંશના પ્રસંગ આજે છેલ્લે દિવસ હતા. દેવાએ પુત્રનું ઝેર સહરી લીધું. ત્રણેને ઉપાડી લાવી, અયાધ્યા ( રાજધાની )ના સિંહાસન ઉપર બિરાજમાન કર્યા. કેટલેાક વખત ગયા પછી શાલમા જિનેશ્વરદેવ શાંતિનાથ સ્વામી પધાર્યા. પ્રભુજીની દેશના સાંભળી. આવાં ભયંકર દુઃખા કેમ આવ્યાં તેનું કારણ પૂછ્યું. ગયા જન્મમાં મુનિરાજ ઉપર આળ ચડાવેલું, તેના કારણે આ કર્મ ઉદયમાં આવ્યાં હતાં. સંસારની દુષ્ટતા વિચારીને, ભગવાન શાન્તિનાથ સ્વામી પાસે રાજા હરિશ્ચંદ્ર અને મહાસતી તારાલાચની રાણીએ ( રાહિતાશ્વને રાજ્ય આપીને ) દીક્ષા લીધી. કનો ક્ષય કરી, કેવલજ્ઞાન પામી, મેક્ષે ગયાં. કુમાર રામ પોતાની માતાને કહે છે, માજી ? મારા પિતાજીએ, મારી અપરમાતા કૈકેયીને, વર આપવાના હતા. તે વર ભરતને રાજ્યાસન આપવાથી જ વળી શકે છે. મારી હાજરીમાં કુમાર ભરત રાજ્ય લેતા નથી. આવા સંયોગામાં હું પિતાની આજ્ઞા મેળવીને, વનવાસ જાઉં છું. આ સ્થાને મારી માતા મને, કપાળમાં તિલક કરીને, મસ્તક ઉપર હાથ ફેરવીને, આશીષ વચન સંભળાવે તે સારું ? કે રુદન કરીને અપશુકન કરે તે સારું? માતા આપ બુદ્ધિનિધાન છે. આવકજાવકના વિચાર કરીને આજ્ઞા ફરમાવા, આપનો પુત્ર રામ આપની આજ્ઞા પ્રમાણે કરવા અંધાયા છે. ઉચિત સમજાય તેવું ફરમાવે. આ
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy