________________
૨૫
-
૧
૧
૧
૧
.
સહદેવીને પ્રપ : પ્રકરણ ૧ લું “નર-નારીના જન્મ પણ નિજનિજ કર્મ પસાય
કર્મ બલે જીવન ધરે, મરણો પણ સર્જાય.” ૨ જિનવરદેવને ગણધર, બલ-વિષ્ણુ નરરાયા
જન્મી ને જાતા રહ્યા, આ પૃથ્વી તલમાંય.” ૩ V “અકસ્માત આવ્યા અમે, જાવાના પણ એમ
નાશવંત આ દેહ પર, કેઈન કરશે પ્રેમ.’ ૪ ચિત્રમાલા રાણે સગર્ભા હતી. ભવિષ્યમાં જન્મનાર કુમારને રાજ્ય આપવા ભલામણ કરીને, યુવાન રાજવી સુકેશલે પોતાના પિતાજી કીર્તિધર રાજષી પાસે ત્યાં જ, હજારો માણસની મેદની વચ્ચે દીક્ષા ગ્રહણ કરી અને રાજા મટીને તે રાજષી થયા.
પતિદીક્ષાથી ક્રોધાવિષ્ટ થયેલી સહદેવી રાણીએ, અનેક દુર્બાન કરીને ચીકણું કર્મ બાંધ્યાં હતાં, વધારામાં કીર્તિધર રાજર્ષના અયોધ્યામાં પધારવાથી, મન-વચન અને કાયા એ ત્રણે ભેગમાં પાપ ભરાયું હતું. ત્યાં વળી સુકેશલની દીક્ષા પણ લાગોલાગ થવાથી, સહદેવીના કષાયોની માત્રા ખૂબ જ જોરદાર બની હતી.
તેથી પતિવિયેગ અને પુત્રવિયોગને કારણે સહદેવી-પતિ-પુત્ર બંનેના નાશની જ ભાવના ભાવતી, તીવ્રરૌદ્રધ્યાનથી મરણ પામીને, પહાડવાળા એક મોટા જંગલમાં વાઘણ થઈ
પ્રશ્ન : આ બે જણની દીક્ષા થઈ ન હોત તો સહદેવીની દુર્ગતિ ન થાત. માટે સહદેવીની દુર્ગતિનું કારણ પતિ અને પુત્ર બન્યા એમ ખરું કે નહીં ?
ઉત્તર : કોઈ મહા ઉદાર માણસ હજારો લાખનું દાન કરે, તેને જોઈ બિચારા કૃપણે હંમેશ સળગ્યા કરે, તો શું એમાં દાન દેનાર ગુનેગાર ગણાય ? કોઈના ઘેર છોકરાં ઘણું જન્મે તેની ખબર પડવાથી વાંઝણ સ્ત્રી બન્યા કરે, તેથી પુત્રવતી બાઈઓને પાપ લાગે ખરું ? બે ભાઈ કે પાડોસી હોય; એકને ઘણી આવક જેઈ બીજે સળગે તેમાં પહેલાને દેવ ગણાય ? કોઈને દશ જણ દીકરી આપવા જાય અને કોઈની સગાઈ થાય જ નહીં એવા માણસો તે દીકરીઓના બાપને ગાળો ભાંડે તે શું તે બરાબર ગણાય?
જગતનો સ્વભાવ જ પિતાના સ્વાર્થને પિષવાને છે. પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવી એટલા માટે જ રાગ અને દ્વેષ દ્વારા જી બિચારા કર્મ બાંધે છે. સહદેવીના જ સાસરા પુરંદરના વડીલ બંધુ, વજુબાહુકુમારે પરણીને પાછા આવતાં રસ્તામાં દીક્ષા લીધી હતી અને તેમની સુરતની પરણેલી પત્ની મનેરમા સાથે જ હતી. ક્ષણવાર વિરહના દુઃખથી ઉદાસ થઈ પરંતુ તરત જ મહાસતીએ પતિને નિશ્ચય વિચારી સાથે જ દીક્ષા લીધી અને મોક્ષગામિની થઈ.